Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરીકે ભગવાન મહાવીરને કષાય નિર્દેશ કર્યો નથી, પણ ત્યાં તે મહાભાષ્યકારના સ્મરણને એ ધ્વનિ દશાવેલ છે. તેમ પિતાના વ્યાકરણ ગ્રંથમાં અનેક સ્થળે ઐન્દ્રના મતથી પિતાનો ભિન્ન મત દર્શાવ્યો છે! વસ્તુતઃ જૈનધર્મને કોઈ અનુયાયી નિતીર્થકરના મતથી જુદા મત ધરાવી શકતા નથી એવી જનધમની માન્યતા છે. એ રીતે જુદા મત ધરાવનારને નિહનવ કહેવામાં આવે છે. આ ઉપરાંત જૈન સંપ્રદાયની એવી પણ એક સ્પષ્ટ માન્યતા છે કે છક્ષસ્થ સ્થિતિમાં વતતા હોઈ તીર્થકર કોઈ પ્રકારના શાસ્ત્રની રચના કરતા નથી. તો પછી હેમચંદ્રના મતાનુસાર મહાવીર લોકોત્તર વ્યાકણુશાસ્ત્રની રચના શી રીતે કરી શકે? - ઈન્દ્રથી લઈને પાણિનિ સુધીના સુદીર્ધકાલમાં કેટલા વ્યાકરણ ગ્રંથ રચાયા તે અજ્ઞાત છે. પાણિનિ પહેલાંનું એક પણ ગ્યા કરણ આજે પ્રાપ્ય નથી. એમ છતાં એના પહેલાં ધણા વ્યાકરણુકાર થઈ ગયા હતા તે એણે જુદા જુદા પ્રસંગે તે તે વ્યાકરણકારોના મતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે. અધુના ઉપલબ્ધ વ્યાકરણશાસ્ત્રના ગ્રંથમાં સવથી પ્રાચીન પાણિનિનું વ્યાકરણ જ છે. એ પછીના વ્યાકરણશાસ્ત્ર અગેના અને ત્રણ વિભાગમાં મૂકવામાં આવે છે. યથા-(૧), વદિક શબ્દ વિષયક -પ્રાતિશાખ્ય આદિ (૨) લૌકિક શબ્દ વિષયક—ાત ત્રાદિ (૩) ઉભયવિધ શબ્દ વિષયક-અણિશલિ પાણિનીય અદિ. પાણિનિથી પ્રાચીન વ્યાકરણ પ્રવકતા આચાર્યોના પણ બે વિભાગ છે. એક છમાત્ર વિષયક પ્રાતિશાખ્ય આદિના પ્રવકતા અને અન્ય સામાન્ય વ્યાકરણશાસ્ત્રના પ્રવકતા, - પ્રાચીન કાળમાં કિ શાખાઓના જેટલાં ચરણ હતાં તે સવના પ્રાતિશાખ્ય રચાયાં છે. પ્રાતિલાગે છે કે શુદ્ધ સ્વરૂપમાં વ્યાકરણ નથી. મુખ્યત્વે એ તો વણ, ઉદાદિ સ્વસ, ઉચ્ચારણ અને સંધિ નિયમો જ આપે છે. એમ છતાં પણું એમાં નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિયતિ એ ચાર પદ પ્રકાર સંગાએ પારિભાષિક શબ્દ તેમ પ્રકૃતિ અને પ્રત્યના વિષયમાં જરૂરી ખ્યાલ તો આપે છે અને એ રીતે વ્યાકરણશાસ્ત્રમ ઉપમેની મૂળતા માટે તો તે નિદર્શક હતા જ. સંહિતાના પાઠને અભ્યાસ વિશ્લેષિત કરવાની આવશ્યકતા ઊભી થઈ ત્યારથી વ્યાકરણનું શાસ્ત્ર પ્રગટ થયુ. સંહિતાના વિપ્લેષિત પાઠને પદપાઠ કહેવામાં આ , સંહિતા અને ૫દ એ બને સ્વરૂપમાં પ્રગટ થયેલા ભાષાના નિયમોનું કથન જેમાં કરવામાં આવ્યું તેને પછી પ્રાતિશાખ્ય એવું નામ મળ્યું. વરની પ્રત્યેક શાખા પ્રસશે એન' વિવચન જદ: કાલથી જ પ્રાતિશાખ્ય એવું વિશિષ્ટ ગણાય એવું નામ પ્રચારમાં આવ્યું છે. એ પ્રાતિશાખ્ય ગ્રંથ તે જ વસ્તુતઃ જૂના વ્યાકરૂ ગ્રંથે. અત્યારે નીચે પ્રમાણેનાં પ્રાતિશાખ્ય ઉપલબ્ધ થાય છે : (૧) ઋફ પ્રાતિશાખ્ય-શૌનક પ્રણીત (૨) વાજસનેય પ્રાતિશાખ્ય-કાત્યાયન પ્રણીત (૩) તૈત્તિરીય પ્રાતિશાખ્ય (૪) સામ પ્રાતિશાખ્ય (૫) અથર્વ પ્રાતિશાખ્ય (૬) મૈત્રાયણીય પ્રાતિશાખ્ય (૭) આશ્વલાયન પ્રાતિશાખ્ય , (૮) વાક્કલ પ્રાતિશાખ્ય (૯) ચારાયણ પ્રાતિશાખ્ય મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર ] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103