Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસિક નહી, કેમ કે, મનનું તે કર્મ હોય, ચેષ્ટા નહીં. તેથી જ શરીર એ ચેષ્ટાશ્રય છે એવું લક્ષણ કહેવાયું છે.૮ ' પ્રલયના વિભાવો રાગ, ઉત્કંઠા વગેરે છે. જેમ કે, નો ય નમિતે પુતં'...વગેરેમાં.
આ રીતે, ભરતસંમત ખંભાદિ આઠ સાત્વિક ભાવોનું નિરૂપણ કર્યા પછી ભાનુદત્ત એક વધારાને નવમો-સાત્વિક ભાવ ગણાવે છે, તે છે સંભા. - जम्मा च नवमः सात्त्विको भाव इति प्रतिभाति ।८
તેના સમર્થનમાં તેઓ “શૃંગારતિલકને નિર્દેશ કરે છે અને તે અંગે ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે, જભા તે ભાવના અનુભાવરૂપ હોવાથી તેને સાત્વિક ભાવ માનવામાં વિરોધ નહીં આવે છે એવી શંકા ન કરવી જોઈએ, કેમ કે, અનુભાવ હોવાં છતાં, તેને સાત્વિક ભાવ માનવામાં વિરોધ આવતો નથી, અને પુલક વગેરેમાં તેવું જણાય પણ છે. એટલે કે, પુલક (= રોમાંચ) વગેરે, અનુભાવો હોવાની સાથે સાત્ત્વિક ભાવ પણ છે, તેથી જલ્લાને વિષે પણ તેમ વિચારી શકાય.
ननु सा भावाऽनुभाव इति विपरीतमेव किं न स्यादिति वाच्यम्, सत्यनुभावत्वे भावत्वविरोधात् पुलकादीनां तथांदष्टत्वात् ।२०
અહીં, ‘નનુ' ને સ્થાને “ન ર’ પાઠ પણ મળે છે, જે યોગ્ય જણાય છે, તથા માવહાવિષાત્ ને સ્થાને મહત્વવિધાન એમ વાંચવું જોઈએ. ..
વળી, કોઈ એવી શંકા કરે કે આ રીતે તે અંગસંકોચન, નેત્રમર્દન વગેરેને પણ સાત્ત્વિક ભાવ માનવાને પ્રસંગ આવશે; તે તેના જવાબમાં કહેવાયું છે કે તેમાં તો ભાવનું લક્ષણ જ ઉત્પન્ન થતુ નથી તેથી તેવો પ્રસંગ જ નહી આવે. ૨૧
રસને અનફળ એ વિકાર ભાવ કહેવાય છે, જ્યારે અંગસ કાચ વગેરે કંઈ વિકારરૂપ નથી. તે તે શારીરિક ચેષ્ટામાત્ર છે, જે પ્રત્યક્ષ જ છે, કેમ કે, અંગસકાચ વગેરે તે પુરુષની ઈચ્છાને આધારે પ્રવર્તે છે, જ્યારે જંભા તો વિકાર વડે જ ઉદભવે છે અને વિકાર શમી જતાં દૂર થાય છે.
अङगाकृष्टिरक्षिमर्दन च पुरुषैरिग्छया विधीयते परित्यज्यते च । जम्मा च विकारादेव. भवति तन्निवृत्तौ निवर्तते चेति ।२२
આમ, જભાને પણ સાત્વિક ભાવ માનવો જોઈએ, તેનું ઉદા. છે-માધાર નં રહરિ..વગેરેમાં
ભાનદત્ત કરેલ સાત્ત્વિક ભાવ અંગેનું આ નિરૂપણ પરંપરામૂલક છતાં તાજુ' જણાય છે. તેમણે કયારેક જે તે સાત્વિક ભાવની ચર્ચામાં પૂવપક્ષ ઉઠાવી, તેનું ખંડન કરી પોતાના નિરૂપણને
' શાસ્ત્રીય અને તકશક બનાખ્યુ છે. અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રન્થમાં આને શાસ્ત્રીય વિમશ જોવા મળતો નથી. - આ જ રીતે, વ્યભિચારિભાવો અંગે પણું ખૂબ વ્યવસ્થિત નિરૂપણ તેમણે કહ્યું છે. તે હવે જોઈએ.
. ' . ', ' ' રસતરંગિણી'ના પાંચમા તરંગમાં આન્તર વિકારરૂપ વ્યભિચારિભાવનું નિરૂપણ આરંભતાં, ભાનુદીત ( પ્રથમ ભરતસંમત નિવેદાદિ તેત્રીસ વ્યભિચારીઓને નામનિર્દેશ કરે છે. તે પછી, વ્યભિચારીનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેઓ નોંધે છે કે,
. इतस्ततो रसेषु सञ्चारित्वमनकरसनिष्ठत्वमनेकरसच्याप्यत्व' व्यभिचारित्वम् ॥२३ - " રસને વિષે અહીંથી ત્યાંથી સંચાર કરતાં હેવાથી, અનેક રસમાં રહેતા હોવાથી અને અનેક રસોને વ્યાપીને રહેતા હોવાથી તેમનું વ્યભિચારિત્વ મનાય છે.
૭
]
[સામીપ્ય : કટો, ૨-માર્ચ, ૧૯ત્ર
For Private and Personal Use Only