Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપત્તિ-ધન દેશની બહાર ધસડી જાય છે અને તેથી દેશની ગરીબાઈ અને પછાતપણે માટે જવાબદાર છે એમ આ વર્ગ માનતા હોવા છતાં, તે આમ જનતાના કોઈ એક જૂથ કે કઈ ભાગના લોકોના આર્થિક શોષણના પ્રશ્ન પર લડત ચલાવવા માગતી ન હતી, એ પણ સ્પષ્ટ છે. ' ગ્રેસની ખેતીવિષયક નીતિ જમીનદારે અને શ્રીમંત ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને તેની ગળવણી તરફ કેન્દ્રિત બની. એ શ્રીમંત અને સાધન સંપન્ન વર્ગોની માગણી, જે પ્રશ્ન તેમની સાથે સંબંધ ધરાવતો હતો તે જમીન મહેલ ઘટાડવા માટેની હતી. બે સમકાલીન ખેત નેતાએ એન. છે. રંગા અને સ્વામી સહજાનંદ સ્વામી મુજબ ૧૯૨૦ સુધીના રાષ્ટ્રીય નેતાઓએ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રાંત, ઓરિસ્સા, બિહાર, બંગાળ, આસામ અને મદ્રાસના કરોડો જમીનદારી ગણેતિયાઓના ભાવિ પ્રત્યે સદંતર મૌન રહેવાનું પસંદ કર્યું. સરકારે જે જે ગણોતધારાઓ પસાર કર્યા હતા તેને હેતું ભાડું-ભરનાર ગણેતિયાઓને ભેગે ગામડાઓમાં નવા અગ્રણું વર્ગના હિતની જાળવણી કરવા માટે હતો. નોંધનીય એ છે કે ૧૯૨૦ પછી ખેતીવિષયક ચળવળે જે વિશેષ કરીને જમીનદારી વિસ્તારોમાં થઈ હતી, તે ગણેતિયાઓના સંઘર્ષો હતા. એ સંધર્ષનું મુખ્ય નિશાન ખેતીવિષયક પદ્ધતિ સામે હતું. ૧૯૧૫ માં ગાંધીજીનું હિંદમાં આગમન થયા પછી રાજકારણમાં શહેરી વાણિજય, વેપારી અને ઔદ્યોગિક મૂડીવાદીઓ તથા ખેડૂત વર્ગ વચ્ચે પ્રથમવાર જ સંબંધની કડી બંધાઈ. ગાંધીજીએ દેશની નવરચનાના કાર્યક્રમમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય પ્રસ્થાપિત કરવા અને ગ્રામ્યજીવનમાં પુનઃ ચેતન પ્રગટાવવા પર ભાર આપ્યો. “ભૂતકાળ તરત પાછા વળે આલાવાદી દેતું જાળવવા માટે અને સમાજમાં અસ્પૃશ્યતા જેવા સદીઓ જૂના સામાજિક દુષણને નાબૂદ કરવાની હાકલથી તેમણે ગ્રામ્ય સમુદાયને રાષ્ટ્રીય ચળવળમાં આકળે, ' , ' આમ ગાંધીજીએ આરંભના સમયમાં જે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો તેને બે રીતે મુલવી શકાય. પ્રથમ તો એ કે તેમને સમજાયું કે રાષ્ટ્રવાદી ભાવના જાગૃત કરવામાં અને સામાજિક નવંરચનાનું કાર્ય કરવામાં તત્કાલીન સમાજની અગ્રગણ્ય નેતાગીરી એ જે દૃષ્ટિકૅણ અને વલણ અપનાવ્યાં છે તે બરાબર નથી. શાહીવાદ સામેની લડતમાં ગ્રામ્ય સમાજ અને ખેડૂત વર્ગની અત્યાર સુધી કેંગ્રેસે અવગણના કરી છે. તેમને રાષ્ટ્રીય લડતમાં સાથે રાખવામાં નહિ આવે તે બ્રિટિશ શાહીવાદ સામેની લડતને સફળતા મળવાની શકયતા નથી. તેથી ગાંધીજીએ ગ્રામ્ય સમાજના વર્ગોને રાજકીય દૃષ્ટિએ સંગઠિત કરવાના અને તેમને દેશની સષ્ટ્રીય ચળવળની અગ્રિમ નેતાગીરી તરફ આકર્ષવાને કાર્યક્રમ બનાવવા અને તેને અમલ કરવા પર ભાર આપો.' બીજુ એ કે, ગાંધીજીએ આવા કાર્યની સાથે સાથે દેશની કોઈ આર્થિક અને સામાજિક નવરથના માટે ચેકસ સ્વરૂપના હેતુઓ નકી કર્યા ન હતા. તેમજ તેના અમલ માટે વચનબદ્ધ રહેવાનું ખૂબીપૂર્વક ટાળ્યું હતું. આમ ગાંધીજીએ આર્થિક ક્ષેત્ર ઉદ્દામવાદી પરિવર્તન લાવવાનું ટાળ્યું. કારણ કે, એમ કરવા તાં દેશના ઉદ્યોગપતિઓ, મિલ-માલિકે, જમીનદારો, જાગીરદારો જે ધનિક વર્ગ પ્રતિષી બને અથવા તેમના હિતોને નુકશાન થાય તેવા ફેરફારોનો સામનો કરે અને પરિણામે રાષ્ટ્રીય ચળવળમાં ભાગલા પડે. પિતાની “અહિંસક લડત” જેમાં રાજકીય રૂપને નૈતિક સિદ્ધાંત હતો તેને પણ ભંગ થાય તેમ પણ હતું. કેસને કષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગ]. [૮૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103