Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનિક નેતાઓની દોરવણી અને પ્રોત્સાહનથી ખેડૂતોએ જમીનમહેસૂલ કોઈપણ સંજોગોમાં નહિ ભરવાની પ્રતિજ્ઞા લીધી. સરકારે જમીનમહેસૂલ વસુલ લેવા જમીન, ધર, ધરવખરી, પશુધન જપ્ત કરી તેને હરાજી કરવા જેવા કડક અને જલમભર્યા પગલાં લીધા. પરંતુ ખેડૂત અને લેકે મક્કમ રહ્યા અને જોરદાર સામનો કર્યો. અંતે સરકારે સમાધાનની રીત અપનાવી નરમ વલણ બતાવ્યું.
ખેડાની લડત પરિણામની દષ્ટિએ નહિ, પણ સિદ્ધાંતની દષ્ટિએ મહત્ત્વની બની રહી. ગાંધીજી ગરીબ ખેડૂતોના પક્ષે રહ્યા; કારણ કે તેમને પાકની નિષ્ફળતાથી ભારે અસર થઈ હતી. ગાંધીજીએ શ્રીમંત પાટીદારોને પણ તેમના તરફ ખેંચ્યા. આ લડતથી ખેડૂતવર્ગની જાગૃતિને અને એમની રાજકારણની કેળવણીનો આરંભ થયો. બીજી રીતે જોઈએ તે, ખેડૂત જીવનમાં શિક્ષિત વગન અને સ્વયંસેવકોને ખરો પ્રવેશ આ લડતથી જ થયે. ખેડૂતોને સરકાર તરફને ભય અને ભડક જે લાગતા હતા આ સત્યાગ્રહથી જતા રહ્યા. | ગુજરાતમાં ૧૯૨૮ ને બારડોલી ખેડૂત સત્યાગ્રહ મહત્ત્વપૂર્ણ બની રહ્યો તેનું મુખ્ય કારણ મુંબઈ સરકારની જમીન મહેસૂલની ભૂલભરેલી આકારણી પદ્ધતિ હતું. રેયતવારી પદ્ધતિ હેઠળ દર ત્રીસ વર્ષે ખેડતોની આર્થિક સ્થિતિની તપાસ કરી જમીન મહેસૂલ આકારણમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકામાં ૧૯૨૬ માં ત્રીસ વર્ષની મુક્ત પૂરી થતી હતી. તેથી ત્યાં જમીન-મહેસૂલની આકારણી ૩૦ ટકા વધારવામાં આવી. સુરતના બિન અનુભવી ડેપ્યુટી કલેકટર જે સેટલમેન્ટ ઓફિસર પણ હતા તે શ્રી જયકરે આ કાર્ય કર્યું. મુંબઈના સેટલમેન્ટ કમિશનર એન્ડરસને તે માન્ય ન રાખતાં ગણોત પર આધારિત પોતાની રીતે આકારણીનું કામ કર્યું. આ પ્રકારના બે અહેવાલોથી મુંબઈ સરકારે આખા તાલુકાનું મહેસુલ લગભગ ૨૯ ટકા વધુ નક્કી કર્યું. આથી સમગ્ર તાલુકામાં ભારે કચવાટ ફેલાયો. પ્રજાની માગણી ફેર-આંકણી કરવા માટેની હતી. ગાંધીજીએ આ બાબતની તપાસ સરદાર વલ્લભભાઈને સોંપી. તેમણે પુરતી તપાસ કર્યા બાદ ઉગ્ર લડત ચલાવી. આ લડતમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી ભાગ લેવા માટે ઘણું લેકસેવકે આવ્યા હતા. તાલુકાના લોકોએ સર.
જુલમ–અત્યાચાર સહન કર્યા પણ મચક આપી નહિ. છેવટે સરકારને સમાધાન પર આવવાની ફરજ પડી. સવા છ ટકાથી મહેલ વધવું ન જોઈએ તેવું સરકાર તરફથી જાહેર થતાં સત્યાગ્રહને અંત પ્રજાની તરફેણમાં આવ્યું.
બારડોલી સત્યાગ્રહ ખેતમજૂરે, ગતિયાઓ અને જમીન-માલિકે, રાનીપરજ તથા ઉજળિયાત કે. હિન્દુઓ, મસ્લિમો, વગેરેને એક કર્યા હતાં. આ લડત સ્વરાજ્ય કે સવિનય કાનૂન ભંગ કરવાં માટે ન હતી. પરંતુ તે માત્ર ખેડૂતની ફરિયાદ સરકાર સમક્ષ પહોંચાડવા અને સંભળાવવા પુરતી હતી. આ લડતનું પરિણામ રાષ્ટ્રીય કક્ષાએ જે આવ્યું તે એ હતું કે સમગ્ર દેશમાં બારડોલી જેવી ઉગ્ર લડત-શક્તિ અપનાવો (Bardolise India)ની ભાવના અને નાદ ગૂંજતા થયાં. '
બારડોલી સત્યાગ્રહની સફળતાની અસર સૌરાષ્ટ્રના મછુ કાંઠાના પછાત વિસ્તારમાં આવેલા નાની કક્ષાના દેશી રાજ્ય માળિયાના ખેડૂતો પર થઈ. ત્યાંના દરબારની ખેડૂતો પાસે વેઠ કરાવવાની વિવિધ પ્રકારની સખતાઈભરી અને જુલમી નીતિથી ત્રાસી ઉઠેલા ખેડૂતોએ ફુલચંદભાઈ શાહ, શિવાનંદજી, મગનલાલ પાનાચંદ જેવા પ્રજાસેવકોની રાહબરી હેઠળ સત્યાગ્રહ કર્યો (નવેમ્બર ૨૭, ૧૯૨૯). એ પ્રજાસેવકોએ બારડોલી સત્યાગ્રહમાં પ્રત્યક્ષ ભાગ લીધેલ હતો. દેશી રાજયમાં થયેલા આ સત્યાગ્રહને સહાનુભૂતિ
કેસિને કૃષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગ]
[૮૮
For Private and Personal Use Only