Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પ્રાપ્ત થઈ હતી. છેવટે ખેડૂતો અને પ્રજાને સંતોષ થાય તેવા સમાધાન પર આવવાની માળિયાના દરબારને ફરજ પડી હતી. આમ એક દેશી રાજ્યમાં ત્યાંના શાસકની વેઠ કરાવવા જેવી જુલમી નીતિને વિરોધ કરવામાં સત્યાગ્રહનું શસ્ત્ર ખેડૂત શક્તિ દ્વારા અજમાવવામાં આવ્યું હતું. - ૧૯૩૦ ના મીઠા--સત્યાગ્રહના સમયમાં જ્યારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં હતા ત્યારે બારડોલીમાં ફરી વાર ખેડુત શક્તિ પ્રદર્શિત કરવામાં આવી. ત્યાંના કાર્યકર્તા કુંવરજીભાઈ અને એમના સાથીઓએ બારડોલી તાલુકામાં ખેડૂતોની સભા બેલાવી નાકરની લડત શરૂ કરી. કાર્યકતાઓ ભૂગર્ભ રહ્યા. તેમણે ખેડૂતોને તેમની ઘરવખરી સાથે પડશમાં આવેલા ગાયકવાડી રાજ્યની સરહદમાં હિજરત કરાવી (૧૯૭૦ ના ઑકટોબરના મધ્યભાગથી ૧૯૩૧ ના માર્ચની ૧૫ મી સુધી) બ્રિટિશ સરકાર સામે લડત આપી. ગાંધીજી અને સરદાર જેલમાંથી છૂટી બારડોલી આવ્યા ત્યારે હિજરતી ખેડૂતોને માનભેર તેમના વતનમાં લાવ્યા હતા.
આ સમયમાં ચરોતરના રાસ ગામના લોકોએ પણ સ્થાનિક નાના મોટા નેતાઓના પ્રાત્સાહન અને માર્ગદર્શન હેઠળ નાકરની લડત ચલાવી મહેસૂલ ભર્યું ન હતું. આ સ્વયંભૂ લડત દિલ્હી સરકારનું જ નહિ, ૫ણુ ઈંગ્લેન્ડમાં અગ્રીમ કક્ષાના નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું.' - ૧૯૩૨ માં શરૂઆતથી સાત મહિનાના સમય દરમિયાનના સત્યાગ્રહોમાં ખેડા અને પંચમહાલ જિલ્લાના ખેડૂતો સામેલ થયા હતા. સરકારી કર કે દંડ ન ભરનારની જમીન, ભેંસ, બળદ તથા ઘરવખરી જપ્તીમાં લઈ તેની નજીવી કિંમતે હરાજી કરવા જેવાં પગલાં સરકારે લીધાં હતાં જે ૧૯૩૦ કરતાં વધુ આકરા હતાં.11
સત્યાગ્રહની બાબતમાં કોંગ્રેસની નીતિ અને ગાંધીજીની વિચારસરણી એક હતાં. ૧૯૩૭ના કેઝપુર અધિવેશનમાં કોંગ્રેસ ૧૯૩૫ ના ગવમેન્ટ ઓફ ઇન્ડિાના ધારા હેઠળ પ્રાંતમાં ચૂંટણીઓમાં ભાગ લેવાનું ઠરાવ્યું. તે અંગે બહાર પાડવામાં આવેલા ઢઢેરામાં ખેડૂતોની સ્થિતિ સુધારવા ગત અને મહેસુલના કાયદા કરવા, ખેત મજૂરોની રેજીનો દર વધારવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસની બેડૂતવર્ગ પ્રત્યેની નીતિરીતિઓથી અસંતુષ્ટ થઈને આચાર્ય નરેન્દ્રદેવ, યુસુફ મહેરઅલી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ, અચુત પટવર્ધન જેવાએ એકત્ર થઈ કૅગ્રિસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. ૧૯૩૪ માં માર્ચની ૧૩ મીએ વડોદરામાં તેમની મળેલી બેઠક બાદ આ પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાતમાં સમાજવાદીઓમાં અને સામ્યવાદીઓએ ખેડા જિલ્લામાં માતર, બોરસદ અને . આણંદ તાલુકાઓમાં તથા સુરત જિલ્લામાં માંગરોળ અને માંડવી તાલુકાઓમાં કામદાર અને ખેડત વર્ગોમાં અને પંચમહાલ જિલ્લામાં ભીલ અને આદિવાસીઓમાં તેમજ હળપતિ, ઠાકર, બારેયા વગરના કિસાનોમાં પોતાની વગ જમાવી હતી.૧૨ માતર, વ્યારા, લીબડી જેવા સ્થળોએ કિસાન પરિષદ ચોઇને ગજરાતના નેતાઓએ જમીનદારો વિરુદ્ધ ખેતમજૂરો, ગણેતિયાઓને તથા ખેડૂતોને રક્ષણ આપવા સરકાર સમક્ષ જોરદાર માગણીઓ મૂકી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ડે. સુમંત મહેતા, કમળાશંકર પંડયા, નરહરિ પરીખ, જુગતરામ દવે વગેરેએ નેધપાત્ર કામગીરી કરી હતી. બીજી બાજુએ કેસ પ્રધાનમંડળે ગણોતધારે અને ઋણરાહતધારે પસાર કરીને કિસાનોને રાહત આપવા પ્રયાસ કર્યો હતો.
૯૦),
[સામીપ્ય: ઓકટો., '૮૨-માર્ચ, ૧૯૯૩ ,
For Private and Personal Use Only