Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક : આપણાં સાંસ્કૃતિક ઉપાખ્યાન, લેખકે ઃ છે. ગેવને શમી અને 3. ભાવના : મહેતા, પ્રકાશક: લેખકે પોતે વિતરક : અક્ષરભારતી, ભુજ (કચ્છ); સંસ્કરણ ઈ.સ. ૧૯૯૬ મૂ૯ય : ૨, ૩૦/- કુલ પૃષ્ઠ સંખ્યા ૧૦૮. વીસ જેટલા પ્રસંગના નાનકડા સંપુટ દ્વારા આપણું સાંસ્કૃતિક ઉપાખ્યાન આપીને લેખકોએ એક જુદો જ પ્રયોગ કથાક્ષેત્રે કર્યો છે. પ્રારંભમાં પીઠિકા' દ્વારા અનુશ્રુતિઓ અંગે પિતાને દષ્ટિકોણ રજૂ કર્યો છે; કાણુ કે “ઉપાખ્યાન' તરીકે અપાયેલી કક્ષાઓ એક દષ્ટિએ અનુકૃતિ જ છે. આમાં અપાયેલી કથાઓને મોટો ભાગ કરછને સ્પર્શે છે. એ કથાઓમાં વચનપાલન, શરણાગતની રક્ષા, ગામ કે દેશ પ્રત્યેનો પ્રેમ, વીરતા, યા, સમતા, ઉદારતા, અતિથિસત્કાર, સમર્પણ જેવા ભાવો વ્યક્ત થયેલા છે. રાજશેખરે પિતાની “કાવ્યમીમાંસા'માં મુક્તકના પાંચ ભેદ આપેલા છે. તેમાં એક ભેદ “આખ્યાનકવાન' નામે છે. તે પ્રકારમાં કવિ પિતાની પ્રતિભા દ્વારા ઘટનાઓને મરમરૂપ આપે છે. એ પ્રકારમાં કથા આવે છે. એ જ અગત્યનું છે. લેખકોએ આ કથાસંપુટને આથી જ “ઉપાખ્યાન નામ આપ્યું છે. કથાઓના પ્રારંભમાં જે તે વિષય અંગે વિવેચના કે થોડી પૂર્વભૂમિકા આપી કથાપ્રસંગ ટૂંકમાં આપેલ છે. વળી એ પ્રસંગનું વસ્તુ નિરૂપણુ દુહા કે પ્રસંગગીત દ્વારા સ્કુટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે સંભવતઃ રાજસ્થાની પુસ્તક આધાર પણ લેવાય છે. ઘટના કે પ્રસંગ નિરૂપણમાં તેને લગતી કે એવી જ ઘટનાએ સૌરાષ્ટ્રમાં કઈ રીતે નોંધાઈ છે તે લક્ષમાં લીધું જણાતું નથી. દા.ત. કરડે રાવ કવાટસી’ કથા સૌરાષ્ટ્રના ઇતિહાસને સ્પર્શે છે. જેમને તેઓ અનત સાંખલા તરીકે ઓળખાવે છે તે સૌરાષ્ટ્રમાં અનંત ચાવડા તરીકે જાણીતો છે. આમ થવાથી કથા નિરૂપણમાં એકાંગીતા આવી જાય એ સ્વાભાવિક છે. જો કે તેમણે જે જે કતિ જ્યાંથી લીધી છે તેનું મૂળ શોધી એ બધાનો ઉલ્લેખ અવશ્ય કર્યો છે. નગરની સ્થાપના'માં લેખકેએ જામનગરના જામ રાવલના ધાડા સામે સસલું થયું તે કથા લઈ તેની સાથે અમદાવાદની જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા” કથા તુલનારૂપે આપી છે. જો કે એવી જ કથાઓ ભુજ ઉપરાંત હળવદ, વિજયનગર વગેરે જૂનાં નગરો અંગે પ્રચલિત છે તે અપાયું નથી. હિસાનો પ્રતિકાર” અને “શરણાગતની રક્ષા” બંને સમાનભાવ ઉપર ઊભેલી કથાઓ છે. “હિંસાને પ્રતિકાર’માં સસલાના રક્ષણું અથે ચારણકન્યા પ્રાણ પણ કરે છે તે “શરણાગતની રક્ષા'માં બાઈ પનસરી પોતાના શરણે આવેલ સસલાને પરાણે લઈ જવાતાં તેની પાછળ દેહત્યાગ કરે છે. આવી જ કથા મૂળી(જિ. સુરેન્દ્રનગર)માં પરમારના પડાવમાં આવેલા સસલાને નહિ સેપિવાથી ત્યાંના શાસક ચભાડે અને પરમારે વચ્ચે ઘર્ષણ થાય છે તે યાદ કરવાની જરૂર હતી. - “દશમે શાલિગ્રામ’ પણું સૌરાષ્ટ્રમાં જરા જુદી રીતે કહેવાતી કથા છે. “શ્રદ્ધાવાન લભ્યતે' અને દાતાથી મોટો યાચક એક કથાના બે ભાગ છે. તેમાં ભારમલજી રત્નની હિંગળાજ યાત્રા સાથે કચ્છના ભાવિ રાજવી તરીકે તમાચીજીના ઉદયની કથા છે. [ ૮૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 100 101 102 103