Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુપુરાણ વિપશુપુરાણની ગીતા પ્રેસ ગોરખપુરની આવૃત્તિના ત્રીજા અંશના ૬ અધ્યાયના ૨૫ માં બ્લોકમાં ચૌદ વિદ્યાઓ પૈકી પુરાણની નોંધ છે. આ પુરાણના ૩, ૬. ૨૫-૨૭ તથા ૬, ૮, ૨ અને ૧૩ માં લેકમાં પુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનુચરિત તથા અન્વતરની હકીકત હેવાની સ્પષ્ટતા કરી છે. વિષ્ણુપુરાણ, પૌરાણિક પરંપરામાં પોતાનું સ્થાન સ્પષ્ટ કરે છે. તે પ્રમાણે તેના અધ્યયનધી પુરુષાર્થ સિદ્ધ થાય છે, અને સવ પાપને નાશ થાય છે (, ૬, ૨૫ અને ૨૭ તથા ૬, ૮૩), આ પરિસ્થિતિમાં તે વૈષ્ણવ પુરાણ હોવાનું દર્શાવે છે. વિષ્ણુપુરાણ સર્ગ, પ્રતિસગંતિ અતીતની અને અનાગત પ્રવૃત્તિઓ વૈષ્ણવ દૃષ્ટિએ નીહાળે છે. તેની રચના છ અંશો, ૧૨૬ અધ્યાય અને ૬૪૧૫ શ્લેકની છે, એમ ગીતાપ્રેસની આવૃત્તિ દર્શાવે છે, પરંતુ તેનાં બીજા પાઠાંતરો હોવાની માન્યતા પણ છે, તેનું અધ્યયન અપેક્ષિત છે. આ વિષણુપુરાણના પ્રથમ અંશમાં સર્ગોની ચર્ચા છે, બીજમાં વશ, ખગોળ, ભૂગોળ, તથા ભરત અને ભૂની હકીકત છે. ત્રીજા અંકમાં મવંતરની હકીકત પ્રથમ બે અધ્યાયમાં છે અને ત્યારબાદ યુગ વન, વિદ્યાઓ, માનવોના સામાજિક અને વ્યવહારના ધર્મો, શ્રાદ્ધ, નગ્ન, માયામાહ આદિની ચર્ચા છે. ચોથા અંશમાં વંશાનુચરિતની કથા આવે છે, અને તેમાં પરાણની પરંપરા અને ઉપસંહાર આવે છે. તેને પાંચમો અંશ કરણચરિત્ર છે, અને છકા અંશમાં કલિયમ નિરૂપણ કાલમાન, કલમવર્ણન, વિલણની સ્તુતિ, બ્રહાયેગ, પુરાણુ પ્રશંસા અને ઉમસ હાર આવે છે, આ પુરાણના ઉપક્રમથી ઉપસંહાર સુધીના ભાગો જોતાં તે પોતાની વ્યાખ્યા પ્રમાણે સામાન્ય રીતે વર્તન રાખતુ જણાય છે. પરંતુ તેના ત્રીજા અંશમાં તથા અન્યત્ર તેમાં અવ્યવસ્થા દેખાય છે. આપણાં દર્શન, વ્યાકરણ, જ્યોતિષ જેવાં વિવિધ શાસ્ત્રોની વ્યવસ્થા જોતાં આ પૌરાણિક અવ્યવસ્યા કેટલાક સંશય ઊભા કરે છે, તેની વિચારણા કરવાને અમે પ્રયાસ કર્યો છે. પુરાણની કાર્યપદ્ધતિ - વિષ્ણુપુરાણ વેદવ્યાસના પિતા પરાશરના મૈત્રેય સાથેના વાર્તાલાપથી શરૂ થાય છે, જય. પરાશરને સગ. પ્રતિસ, ભૂગોળ, ખગોળ, વંશ, મન્વતર, ક૫, યુગધમ જેવા વિષયો પર પ્રશ્નો પૂછે છે. તેના પરાશર ઉત્તર આપતાં જણાવે છે કે તેમના પિતામહ વશિષ્ઠ સાથેના વાર્તાલાપ તથા પુલસ્પના આશીર્વાદથી તેમને પુરાણ સંહિતાનું જ્ઞાન થયું હતું. આમ વિષ્ણુપુરાણને પ્રારંભ જુના વાર્તાલાપની સ્મૃતિ હોવાને તેના વક્તાને અભિપ્રાય છે. વિષ્ણુપુરાણ એ વાર્તાલાપની સ્મૃતિ અથવા યાદદાસ્ત તરીકે લાંબા વખત સુધી અસ્તિત્વ ધરાવતા સાહિત્ય પ્રકાર છે, તેથી સ્મૃતિના બલાબલની કેટલીક વિગતો જોતાં સમગ્ર વિશ્વમાં અનેક પ્રાણીઓ અને મનુષ્યોને મોટાભાગનો વ્યવહાર સ્મૃતિ પર આધારિત હોવાનું સ્પષ્ટ થાય છે. ' પોતાની અનભવેલી પ્રવૃત્તિનું સંપૂર્ણ જ્ઞાન બહુ ઓછું જમ્પાય છે તેથી અતિમાં કલ્પનાના જન્મ અંશે ભળીને તેની પરંપરા ચાલતી હોય છે. - બિશપરાગ આ હકીકત પ્રતીકાત્મક રૂપે નેધી છે. વિષ્ણુપુરાણના ૧. ૧૦. ૭ માં અવિને આસિસની પરની ચાર પુત્રીઓની માતા જશુવી છે. તેમના નામ ચકા, અનુમતી, રિનીવાણી, કક વિશાપુરાનાં કેળાંક એતિહાસિક પાસાં છે. T ૨૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103