Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇત્સિંગે આના કરતાં જુદી કક્ષાના ભિક્ષુને ચ–ગ-ન (cha-ga-na) અર્થાત હર” કે “નાના શિક્ષક કહ્યા છે.૧૯ સંચાલનમાં સ્થવીર : આવા નિસાય ને નિશ્ચિત સમયગાળે વટાવી સ્થીર' બનેલા ભિક્ષઓમાંથી પસંદગી કરી તેમની મઠના વહીવટી અધિકારી તરીકે નિમણૂક કરાતી-૨૦ આ માટે સ્થવરેની સારી લાયકાત, ઉત્તમ વતણૂક અને ઉચ્ચ ચારિત્ર્ય લાયકાત તરીકે લક્ષમાં લેવાતું. ગુણ, ડહાપણ, હેશિયારી, ધર્મ, દાન અને ન્યાયપ્રિયતા પણ લક્ષમાં લેવામાં આવતા.૨૧ વિહારસ્વામી, બીજી જગ્યા વિહારસ્વામી ની ગણાતી. તેને વિહારપાલ કે કમદાન' પણ કહેતા. મઠના વડા પછી વિહારસ્વામીનું વર્ચસવ ગણાતું. ધાર્મિક જીવનનું નિયમન અને વિહારને આંતરિક વહીવટ આ “વિહારરવામ” ના અધિકારમાં ગણાતા. આંતરિક વહીવટ " વિહાર કે મઠને આંતરિક વહીવટ માટેના હોદેદારે પણ આ ભિક્ષુઓમાંથી પસાર થતા.. કમાન કે વિહારસ્વામી પછીનું સ્થાન સંભવત: વેઈના (વેના–સૂર્ય) અર્થાત “વહેલા ઊઠનારનું હતી. વઈના વિહારના સાથી નિયામક (sub director)ની ફરજ બજાવતો અને કમંદાનને વિહારના સામાન્ય વહીવટમાં સહાયરૂપ થ. તેના પછીની જગ્યા ખજાનચી કે ટ્રેઝરરની ગણાય. ખજાનચીનું વિહારમાંની રેકડરૂપે કે વસ્તુરૂપે આવતા સમગ્ર મિલક્તને હિસાબ રાખવાનું કાર્ય હતુ.૨૨ જ્યારે વસ્તુત : કચેરીનું કાર્ય સંભાળ. કર્ણિકનું કામ આજના કારકુન( clerk)ને કામ જેવું (clerical work) કહી શકાય. નિવાસસ્થાન માટેના અધિકારી મઠમાં ભિક્ષુ કે સાધુઓના નિવાસ માટે બે અધિકારીઓ હતા. તેમને (૧) “વિનાયાધર' અને (૨) ધમધર તરીકે ઓળખવામાં આવતા. આ ઉપરાંત અન્ય અધિકારી કે વ્યવસ્થાપક હતા. ધમસભા વખતે આસન વ્યવસ્થાની ગોઠવણી કરનાર “આસનપન્નાયક કહેવાતું. વસ્તુઓને સંગ્રહ કે સ્ટારની જવાબદારી સંભાળનાર “ભાંડાગરિક તરીકે ઓળખાતે. ખોરાકની વહેચણી ભટકર હસ્તક હતી.૨૩ વિહારની બધી ઈમારતોની દેખરેખ, સુધારણા વગેરે કાર્ય બાવકર્મા સંભાળતા. જ્યારે બાગ-બગીચાનું ધ્યાન રાખનારને “આરામ' તરીકે ઓળખવામાં આવતો. મહદનીશા - ઉપર્યુક્ત અધિકારીઓને મદદ કરવા માટે મદદનીશ અધિકારી કે સહાયક પણ હતા. જેમાં ‘પરિસંવારિકનું કામ મઠ ઉપર દેખરેખ રાખવાનું હતું. જમાદારખાનું( કપડાંલત્તા વગેરેને સ્ટર) સંભાળનાર અધિકારી “ચિવ૨૫તિહ૫ક' કહેવાતો. ભિક્ષુઓનાં વસ્ત્રો સ્વીકારવાનું કે સાચવવાનું કાર્ય તેના ઉપર મૂકવામાં આવ્યું હતું. તેના મદદનીશને “સતિયગહપક અર્થાત્ અંદર પહેરવાનાં વસ્ત્રો સંભાળવાનું કામ સોંપાયેલું હતું. ઉપરાંત “કઠિન” વહેચનાર અધિકારીને કઠિનનિહારિક નામે ઓળખતા. મઠ વતી નાણાંની ભેટ સ્વીકારવાનું કાર્ય “કપિયકરકસર કરતો હતો. નાણુમાંથી મઠને આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી પણ તેના હસ્તક રહેતી. [સામીપ્ય : ઓ. ૯૯૨-માર્ચ, ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103