Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મૂર્તિની આજુબાજુ સુંદર પરિચારિકાઓ હાથમાં ચામર લઈને ઊભેલી હોય છે. જમણી બાજુ : અરૂક ચૂંતિ અને આયુધ પુરુષે શંખ અને ચક્ર ઊભેલા હોય છે. આગળની બાજુ બ્રા અને શિવ એ ઉપાસક અંજલિમુદામાં પૂજા કરતા બતાવાય છે. - લક્ષ્મી-નારાયણની આ પ્રકારની યુગલ પ્રતિમાઓ ઘણી સંખ્યામાં ભારત અને ગુજરાતમાંથી મળી આવે છે. - ત્રીજા ગવાક્ષમાં લક્ષ્મી-નારાયણની સુંદર યુગલ પ્રતિમા આવેલી છે. પદ્મપીઠ પર લલિતાસનમાં બેઠેલ નારાયણના ડાબા ઉસંગમાં લક્ષ્મીજી બિરાજેલાં છે નારાયણના મસ્તકે અલંકૃત કરંડકટ, કાનમાં કંડલ, કંઠમાં પત્રયુક્તહાર અને વિવિધ અલંકારો ધારણ કરેલ છે. ચાર હાથ પૈકી નીચલા જમણામાં પહકળી, ઉપલા જમણા હાથનું આયુધ ખંડિત છે. ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથથી લક્ષ્મીજીને આલિંગન આપેલ છે. - લક્ષ્મીના મસ્તકે કિરીટ મુકુટ, કાનમાં કુંડલ અને વિવિધ અલંકરણે ધારણ કરેલ છે. લક્ષ્મીજીના બે હાથ પૈકી જમણા હાથે નારાયણને આલિંગન આપેલ છે. અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. જે નેધપાત્ર છે.
આસનની આગળ માનવરૂપ ગરુડ બંને કરમાં નારાયણના પગ રહીને ઊડતા હેવાને ભાવ દર્શાવેલ છે. પરિકરમાં શાવતારની આકૃતિઓ નજરે પડે છે. આ ગવાક્ષની ડાબી બાજુ સ્ત્રી આકૃતિ ઊભેલી છે તેને ડાબે હાથ મસ્તક ઉપર કતરી મુદ્રામાં છે. અને જમણા હાથમાં કપાલ ધારણ કરેલ છે. સ્ત્રીના પગ પાછળ સ્વાન ઊભેલ છે. શનિ-ગણેરા
ગણપતિની પ્રતિમાઓના કેટલાક પ્રકારોમાં શક્તિ સાથેની તેની મૂતિઓ પણ મળે છે. આ પ્રકારની મતિઓનાં સ્વરૂપ વિશે કેટલાક ગ્રંથોમાં તેનું વર્ણન જોવા મળે છે. “મંત્રમહોદધિ”માં ગણેશની શક્તિ તરીકે લક્ષ્મીને બતાવ્યાં છે. અહીં ગણપતિને ત્રિનેત્ર, ચાર હાથમાં દંત, ચ, અભયમુદ્રા અને ચેાથો હાથ લક્ષ્મીને પાછળથી ટેકવતો હશે, લક્ષ્મી દેવીના શિ૫માં એક હાથ વડે ગણેશને ભેટતા અને બીજા હાથમાં કમળ હોય છે.'
ઉત્તરકામિકાગમમાં આ યુગલ સ્વરૂપનું વિગતે વર્ણન મળે છે. જેમાં ગણપતિને બેઠેલા, ચતુ ભુજમાં પાશ, અંકુશ, શેરડીને ટુકડે કે મોદક અને એથે હાથ દેવીની કમરને પાછળથી પકડેલો કે ગુહ્યાંગોને સ્પર્શતે બતાવવાનું વિધાન છે. ગણપતિના ખોળામાં બેઠેલ દેવી અલંકારોથી વિભૂષિત છે. દેવીનું નામ વિશ્વેશ્વરી જણાવ્યું છે. દેવીને જમણે હાથ ગણપતિને આલિંગન આપતા અને ડાબા હાથમાં કમળ હોય છે.'
વાવની ઉત્તર તરફની દીવાલના પશ્ચિમ ભાગમાં ચોથા પડથારમાં આવેલ ગવાક્ષમાં પ્રથમ વ્યક્તિગણેશ, મહાલક્ષ્મી અને કુબેરની યુગલ પ્રતિમાઓ આવેલી છે.
પ્રથમ ગવાક્ષમાં શક્તિ-ગણેશની સપરિકર પ્રતિમા આવેલી છે. જેમાં ગોળ આસન પર ગણપતિ જમણે પગ લટકતો રાખી બેઠેલ છે. ડાબા ઉસંગમાં દેવી ડાબો પગ લટકતો રાખી બેઠેલ છે. ગણપતિના મસ્તકે સવણમકટ છે. સુંઠને ભાગ ખંડિત છે કંઠમાં મોટી પાંદડીયુક્ત હાર છે. સુવણને કાર , અપ છે. વિશાળ પટ પર સપબંધ છે. હાથ અને પગમાં મોટા અલંકૃત કહેલાં ધારણ કરેલ છે. ચાર
હાથમાં અનુક્રમે દંત, પરશુ, પદ અને દેવીને કમરથી આલિંગન આપતાં બતાવ્યાં છે. દેવીએ મસ્તકે કિરીટ મુકુટ અને શરીર પર અલંકારો ધારણ કરેલ છે. દેવીને જમણે હાથ ગણપતિને આલિંગન આપતે
[સામીણ : એકટ, ૯-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only