Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક્ષીયમાને ભાવ હતો એમ માનવાની જરૂર નથી. કાત્યાયનના વાતિકના કારણે પાણિનીય શાસ્ત્રની પૂર્ણતા, પ્રામાણિકતા તેમ ગંભીરતામાં વૃદ્ધિ થઈ છે જ. કાત્યાયનના મનમાં પાણિનિ માટે ખૂબ આદર હતો. તેણે માવતઃ વાળનઃ સિગ્ન કહીને પિતાના વાતિકાને સમાપ્ત કર્યા છે. ભાષાના વિકાસની દષ્ટિએ બન્નેના સમય વચ્ચે ઓછામાં ઓછો ૩૫૦ વર્ષનો સમય પસાર થયો હોવો જોઈએ. કથા સરિત્સાગરમાં કાત્યાયનને સ બધ ન દેની સાથે દર્શાવેલો હાઈ ઈ. સ. પૂર્વે ૩૫૦ની આસપાસના કાત્યાયનો સમય કારા છે. કાત્યાયન દાક્ષિણાત્ય હતા. તેમના એક વાતિકમાં એવા કથા વિના ઐરિપુ શબ્દ છે. તેના ઉપર ભાષ્યકાર કહે છે – પતંજલિને આ કટાક્ષ કાત્યાયન ઉપર છે એ સ્પષ્ટ જ છે. કાત્યાયને પાણિનિના સૂત્રોમાં જે અધિકાંશ ઉમે છે તેમાં કેટલાંક દક્ષિણમાં રૂઢ શબ્દપ્રયોગો અને નામને છે. દક્ષિણેત્તર ભાષામાં કરક તેમ કાલાંતર અન્ય ભાષા ચિને લીધે પાણિનિનાં સૂત્રોમાં વાતિકકારે ન્યૂનતા જોઈ હશે. એને વાતિકો સામાન્ય રીતે ગદ્યમાં છે અને કેટલાંક ૫દમાં પણ છે. - કાત્યાયનનાં આ વાતિ કે સરલ બનાવવા પત જલિએ પિતાનું મહાભાષ્ય રચ્યું છે. વસ્તુતઃ પાણિનિ ની અષ્ટાધ્યાયી કાત્યાયનનાં વાર્તાક તથા પતજલિનું મહાભાષ્ય આ ત્રણેયનું સમ્મિલિન રૂપ એ જ પાણિનીય વ્યાકરણ આ ત્રણે મુનિઓ વ્યાકરણશાસ્ત્રના સુપ્રસિદ્ધ મુનિત્રય નામે ઓળખાય છે. આ ત્રણે પ્રથિત વૈવાકરશે કવિઓ તેમ કાવશાઓ હોવાનું પણ પ્રતીત થાય છે. પાણિનિએ અષ્ટાધ્યાયીમાં યમસભીય અને ઈન્દ્રજનીય એમ બે આખ્યાનોના તથા નટસૂત્રના કર્તાઓ તરીકે શિલાલિત અને કલાશ્વ નામના બે આચાર્યોનો ઉલ્લેખ કર્યો છે ( અષ્ટાધ્યાયી : ૪: ૭ ૧: ૧૦-૧૩ ). એમણે પિતે ૫ જાબવતી જય અને પાતાલ વિજય ભમક બે મહાકાવ્યો લખ્યા હોવાના પણ ઉલ્લેખો મળે છે. કાત્યાયને આખ્યાયિકાના પ્રકારને ઉલ્લેખ કર્યો છે. પતંજલિએ પણ પોતાના મહાભાષ્યમાં વાસવદત્ત સુમનોત્તર અને મરથી નામક ત્રણ માખ્યાયિકાઓને નિર્દેશ કર્યો છે. મહર્ષિ પતંજલિને સમય લગભગ નિશ્ચિત છે. મહાભાષ્યમાં તેમણે આપેલા इह पुष्यमित्रं यान यामः अरुणद्यवनः साकेतम् અને અળવને અમિઝમ એ ત્રણે વાકય દ્વારા એ પુષ્ય મિત્ર અને મિનેન્ટર–મિલિન્દના સમકાલીન હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. અખા ઉપર યવનેએ કરેલા હુમલાની તાજીબાતમી વગેરે પ્રમાણે ઉપરથી પણ તે ઈ. સ. પૂર્વે બીજા શતકમાં થયાનું વિધાનમાં સર્વાનુમતે મનાય છે. યવનોને ભગાડી મકવા માટે પુષ્યમિત્ર રાજાની મદદ પતંજલિને જ આભારી છે. તે સ્પષ્ટ લખે છે કે તેડકરઃ ા જે હા તિર્વતઃ પીવમૂવું: (મહાભાષ્ય : ૧, ૧, ૧) અર્થાત તે યવને હ અલી હે અલી બોલતે ભાગ્યા હતા ! પાણિનીય વ્યાકરણ પર સર્વથી મહત્વપૂર્ણ કૃતિ પત જલિ વિરચિત મહાભાગ્ય જ છે. મહાભાગની ભાષા સરલ, સરસ અને સ્વાભાવિક છે. ગ્રંથ રચનાની દષ્ટિ એ મહાભાષ્ય આ ભૂત છે. મહાભાષ્યની વિશેષતા એ છે કે એની રચના અન્ય ગ્રંથોથી ભિન્ન છે. અન્ય ગ્રંથોમાં હોય છે એવું અધ્યાય, પાદ, કારડ યા સોપાન જેવું એમાં કંઈ જ નથી. કહેવાય છે કે વિદ્યાથીઓ પ્રાતઃ કાળથી સાયંકાલ સુધીમાં જેટલું વાંચી ભણી શકે તેટલાનું નામ પતંજલિએ આહિનક આપ્યું છે. વિદ્યાર્થીઓને આખું વ્યાકરણ ભણાવતાં પતંજલિને ૮૫ દિવસ લાગ્યા હતા એટલે મહાભાષ્યના ૮૫ આહિનકે છે. ૧૪ ] [સામીયઃ ઓકટે, '૨-માર્ચ, ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103