Book Title: Samaydarshi Acharya Author(s): Ratilal D Desai Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai View full book textPage 8
________________ પ્ર કા શ કી ચ પરમ પૂજય નવયુગપ્રવર્તક આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે, પેાતાના વડાદાદાગુરુ, મહાન પ્રભાવક, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયાન ંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી ) મહારાજના અનન્ય સેવક અને સમ પટ્ટધર તરીકે, જૈન સંઘની ધર્મભાવનાને અને જૈન સમાજની શક્તિને ટકાવી રાખવા માટે જિંદગીના છેડા સુધી જે અવિરત પુરુષાર્થ કર્યા હતા, તે વર્તમાન યુગના જૈન સંધના ઇતિહાસમાં સાનેરી અક્ષરોથી અકિત બની રહે એવા છે. તેઓશ્રીના આ ઉપકારને જૈન સધ કયારેય વીસરી શકે એમ નથી. વળી, સત્યમૂલક જ્ઞાનની તથા નિર્મળ ચારિત્રની આરાધના તેમ જ અનેકાંતષ્ટિની સાધના દ્વારા અંતરમાં જાગેલી ઉદાર તથા ગુણગ્રાહક દષ્ટિને લીધે તેઓશ્રીનુ જીવન વિશેષ ઉપકારક બન્યું હતું, અને તેથી તેઓ કેવળ જૈન સંઘમાં જ નહીં પણ જૈનેતર વર્ગમાં પણ એક ધર્મગુરુ તરીકે ખૂબ આદર અને ભક્તિ મેળવી શકયા હતા. તેઓએ સમાજમાં જેમ ધાર્મિક જ્ઞાન સાથે વ્યાવહારિક શિક્ષણના પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમ શાસ્ત્રબેાધ માટે પણ પ્રયાસ કર્યા હતા, એટલું જ નહીં, જૈન સસ્કૃતિનાં વિવિધ અંગાના અધ્યયન-અધ્યાપન તથા સ`શાધન-પ્રકાશન માટે એક જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવાના પણ્ અનેારથ સેવ્યા હતા, તે સુવિદિત છે. તેની આ ઝંખના તેા આપણે પૂરી ન કરી શકયા, અને હવે એ પૂરી થઈ શકે, એવા સભંગા પણ વ્યૂહુ જ આછા દેખાય છે. દરમ્યાનમાં, જૈન-જૈનેતર જિજ્ઞાસુ વને જૈન સંસ્કૃતિના જુદા જુદા વિષયો ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, કળા વગેરે વિષય-સંબધી યત્કિંચિત માહિતી આપી શકાય એ દૃષ્ટિએ, શકય તેટલું સાહિત્ય પ્રગટ કરવાના ઉદ્દેશથી, મુંબઈમાં “ શ્રી વલ્લભસરિ સ્મારક નિધિ'ની વિ. સં. ૨૦૧૭માં સ્થાપના કરવામાં આવી હતી; અને અત્યાર અગાઉ નિધિ તરફથી ૧૨ પુસ્તકા પ્રમટ થયાં છે; અને એમાંથી સાત પુસ્તકો અત્યારે અપ્રાપ્ય છે. આ ગ્રંથમાળાના ૧૩ માં પુસ્તકરૂપે આપણા પરમ ઉપકારી મહાપુરુષ આચાર્ય - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 165