________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स चन्द्रशेखरीया
આ ગ્રન્થમાં ૫ પ્રકારના હેત્વાભાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હેતુનું પૂર્વે નિરૂપણ કર્યા બાદ હેત્વાભાસનું નિરૂપણ કરવું જરૂરી છે. કેમકે દોષરહિત જે હેતુ તે સદ્વેતુ કહેવાય અને દોષસહિત હેતુ હોય તો તે અસદ્વેતુ અર્થાત્ હેત્વાભાસ કહેવાય. આમ હેતુત્વેન હેતુ તો બન્ને ય છે જ. એટલું જ માત્ર કે હેતુવદ્ જેમાં આભાસ થાય અથવા તો હેતુનો જે આભાસ તે હેત્વાભાસ દોષ કહેવાય.
આમ આ પ્રસંગ સંગતિ અહીં આવી.
હેતુના જ્ઞાનથી તત્ત્વજ્ઞાન થાય અને વાદીવિજય થાય. તે જ કાર્ય હેત્વાભાસના જ્ઞાનનું પણ છે, કેમકે એનું જ્ઞાન જો ન હોય તો પ્રતિવાદી હેત્વાભાસથી અસદનુમિતિ કરી લે તો ત્યાં અસતત્ત્વ (સાધ્ય)નો તે હેતુથી નિર્ણય થઈ જાય. હવે જો હેત્વાભાસનું જ્ઞાન હોય તો તરત જ પ્રતિવાદીને તે વખતે પરાસ્ત કરી શકાય. અર્થાત્ પ્રતિવાદી ઉપર વિજય મેળવી શકાય અને તત્ત્વનિર્ણય પણ થાય. આમ, હેતુ અને હેત્વાભાસનું એક જ કાર્ય હોવાથી હાર્યારિત્વસંગતિ પણ અહીં રહેલી છે.
હવે આપણે એ જોઈએ કે સહેતુ કોને કહેવાય ? સદ્વેતુને શોધવાની સરળ રીત આ છે. પચ્ચરૂપથી જે ઉપપન્ન હોય તે સદ્વેતુ કહેવાય. (અયં સદ્વેતુ: પદ્મપોપપન્નવાત) પક્ષસત્વ, સપક્ષસત્વ, વિપક્ષ-અસત્વ, અબાધિતત્વ અને અસત્પ્રતિપક્ષિતત્વ. આ ૫ રૂપો જે હેતુમાં ઉપપન્ન થાય તે સદ્વેતુ કહેવાય.
વિર્તમાન્ ધૂમાત્ સ્થળે જોઈએ. ધૂમની પક્ષમાં=પર્વતમાં સત્તા છે, સપક્ષ મહાનસમાં સત્તા છે, વિપક્ષ જલહૂદમાં અસત્ત્વ છે, આ ધૂમ વર્જ્યભાવવત્ પર્વતમાં રહી શકતો નથી એટલે અબાધિત છે, તેમજ તેની સામે સત્પ્રતિપક્ષ દોષ ઊભો થઈ શકતો નથી. (કોઈ ઊભો કરે તો તેમાં અનુકૂળતતિભાવાત્ તે સત્પ્રતિપક્ષનો હેતુ અપ્રયોજક બની જાય.) તેથી હેતુ અસત્પ્રતિપક્ષિત પણ છે. આમ પાંચ રૂપોથી આ હેતુ ઉપપન્ન હોવાથી તે સદ્વેતુ કહેવાય.
આમાનું એક પણ રૂપ જો હેતુમાં ઉપપન્ન ન થાય તો તે અસદ્વેતુ બની જાય. પ્રશ્ન : ધટોમિથેય: વાવ્યાત્ । અહીં વિપક્ષ જ કોઈ પ્રસિદ્ધ નથી તો
સામાન્ય નિરુક્તિ ૦ (૧)