Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________ સમર્પણ 'હે દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર ! આપની અમે શી પ્રશંસા કરીએ ?. 'માત્ર આપની દેશના જ નહિ, આપના જીવનની. 'પ્રત્યેક ઘટનાઓ સ્યાદ્વાદનો ઉપદેશ દેનારી છે. અંધારી મધરાતે, અડાબીડ જંગલમાં આપ કાઉસ્સગ્ગ મુદ્રામાં, ' ઉભા છો. હૃદયમાં નિર્મળતમ પરિણતિ ઝળકી રહી છે. ' તો દેહમાં કાયોત્સર્ગની પ્રવૃતિ છે. ના અંતરમાં નિશ્ચયનય નું સામ્રાજય પ્રર્વતે છે, 'તો બહાર શરીરને કઠોર કષ્ટ દેતો વ્યવહારનય હસી રહ્યો છે. ચિત્તમાં સૂક્ષ્મતમ પદાર્થોના ચિંતનરૂપ જ્ઞાન વિકસે છે, ' તનમાં ઉપસર્ગો પરીષહો સહેવાની ક્રિયા ઝળકે છે. ઓ સિધ્ધાર્થનંદન ! 'પરમાણુમાં મનને એકદમ સ્થિર કરીને આપ દ્રવ્યાનયોગનું 'ચિંતન કરો છો, આપની અપ્રમતતા દ્વારા " કેટલો કાળ વીત્યો, તો કેટલો કાળ રાત્રિનો બાકી.. ' એ બધું જ બરાબર જાણી આપે ગણિતાનુયોગને આત્મસાત્ કરી લીધો છે. 'કાયોત્સર્ગ, અપ્રમત્તતા, નિર્મમત્વ વિગેરે સર્વોત્તમ સાધનાના ' અંશો વડે આપે ચરિતાનુયોગને રોમે રોમે પ્રસરાવ્યો છે. 'આપની આ સાધના હજારો વર્ષો સુધી અબજો જીવોને ધર્મકથા ' રૂપે અત્યંત શ્રેષ્ઠકક્ષાનું માર્ગદર્શન પુરૂ પાડશે. 'ઓ વીર ! આપ સ્યાદ્વાદમય.! આપની દેશના સ્યાદ્વાદમય ! આપનું શાસન સ્યાદ્વાદમય ! 'માત્ર નાનકડી એક અધુરપને આપ જ દૂર કરી આપજો, 'આપનો શ્રમણસંઘ પણ સ્યાદ્વાદી, અનેકાન્તવાદી, 6 ' રાગ-દ્વેષરહિત, મધ્યસ્થ, ચૌદરાજલોકને ' હદયમાં સમાવનારો સાચા અર્થમાં બને એવી 146510 'અનરાધાર કૃપાવૃષ્ટિ વરસાવજો. એ સ્યાદવાદના પ્રતીકરૂપે જે આજે એક અજેનગ્રન્થ જૈનશ્રમણ પ્રકાશિત કરી રહ્યો છે. 'આ ગ્રંથ આપના કરકમલમાં સમર્પિત કરતા 'આ જૈનશ્રમણ અત્યંત ઓનંદ અનુભવે છે. gyanmandingkobatirth.org પં. ચન્દ્રશેખરવિજ્ય

Page Navigation
1 ... 288 289 290