Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________
આ લોકમાં “ભારતી’’ એ પવિત્ર મુખ્ય નામ, મારા સારા હૃદયમાં અપરિમિત અને શુદ્ધ એવાં ''સરસ્વતી'' બીજા નામનું સ્મરણ કરીને, હે વાણીની કરનારી ! હર્ષ પૂર્વક મોટેથી અપૂર્વ - સર્વવ્યાપક અને સત્ય સ્વરુપ એવું ‘શારદાદે વી’નામ, ઉત્તમગુણના સ્થાનભૂત, પરિપૂર્ણ અને ધ્યાન કરવા યોગ્ય,! ‘હંસગામિની', એવું ચોથું નામ હ્રદય કમળના ગર્ભમાં (રાખીને) મેં સેવા કરી.
૨
વ્રતધારીઓના હ્રદયમાં ચમકતું અને શ્રેષ્ઠ વિદ્વાનોની ''માતા' એ પાંચમું નામ, છઠ્ઠું ''વાલ્વેશ્વરી'(વાગીશ્વરી) અને સાતમું નામ 'કુમારી' કહેવાયું છે, હે વાણીના દોષને છંદનારી! માયા રહિત ‘બ્રહ્મચારિણી” એ સારી રીતે ગાવા લાયક આઠમું નામ, (કર્મ)મળને દૂર કરનારું અને અત્યંત ઉત્કૃષ્ટ એવું સુંદર ત્રિપુરામાતા ‘“એમ નવમું નામ''.
3
આનંદયુકત ‘“બ્રહ્મપુત્રી’” એ દશમું નામ મનાયું છે, 'બ્રહ્માણી' એ અગીયારમું નામ, અને દેવો મનુષ્યોને સુખ કરનારું ‘‘બ્રહ્મવત્રી‘“એ બારમું નામ છે, દેવોથી સ્તુતિ કરાયેલુ, યોગીઓ દ્વારા સ્વરુપ જાણીશકાય એવું અને શ્રદ્ધાથી જપાયેલું “વાણી'' એવું તેરમું નામ, લોકનાં પ્રમાણ સ્વરૂપ “ભાષા"" એવું ચૌદમું નામ, અધીશ્વરી ‘‘દેવી’’ એ પંદરમું નામ છે. જ
સજ્જનોને થતા ભયંકર ભયને છેદનારુ, શત્રુનોનાશ કરનારુ, શોભાયુક્ત ‘“ગી” એવું સોળમું નામ છે, જે પવિત્ર મનવાળો, ઉત્તમ ધન્ય પુરુષ સવારે પોતાના હૃદય કમળમાં માતાના પવિત્ર નામોનું નિરંતર હર્ષ અને વિપુલ ભક્તિથી સ્મરણ કરે છે તેને કવિસમૂહોને વરદાન આપનારી શ્રી શારદાનામે દેવી જલ્દીથી પ્રસન્ન થાય છે.
૫
જે દૈવી, અરિહંતના ઉપાસકસમૂહો અને વેદ-વેદાંતના પંડિતો દ્વારા સ્તુતિ કરાઈ છે. અસુર - ઈન્દ્રો વિગેરેને માન્ય, અત્યંત પ્રસન્ન(દેવી) મારા જીભના અગ્રભાગ ઉપર વસે. જે કમલપત્ર સમાન નેત્રવાળી, હંસના વાહન ઉપર બિરાજેલી, સુંદર, વીણા-પુસ્તકથીયુક્ત, તેજનાસમૂહથીચમકતા, પરવાળા સમાન શોભતા હાથવાળી (દેવી) બહુ ભાગ્યથી મારાવડે જોવાઈ છે.૬
જે કુંદ પુષ્પ-ચંદ્રની પ્રભાના કિરણોંસમાન ખુબ ચપળ શોભાવાળી, શ્વેતવસ્ત્રોથી વીંટળાયેલા દેહવાળી, જે વીણાવાળા હાથથી મનોહર (સંગીત)રચનાવાળી, આદરણીય જનોની રોવા દ્વારા પૂજનીય, જે બ્રહ્મા ઈન્દ્ર-શંકર-વિષ્ણુ વિગેરે દેવોથી દેદીપ્યમાન ચરણકમલના સ્થાનવાળી, પરમસુખને કરનારી અને વિઘ્નોને છેદનારી, તે શારદા દેવી, મારી સારી રીતે રક્ષા કરે.૭
જે આનંદોનાઆનંદનાબીજરૂપ, ચોરોના ભયને હરણકરનારી, વિદ્યાનુંજ એકદાન આપનારી, જે ધન્ય, શ્રેષ્ઠ રુપવાળી, ચરણમાં ઝુકેલા કુબેરવાળી, તેજથી પ્રકાશિત મુખવાળી રંભા(અપ્સરા)ના રૂપથી પણ અધિક સુંદર, ચિંતામણી રત્ન કરતાં પણ મનોહર, આનંદ-પ્રમોદથી નૃત્ય કરનારી, હાથીઓના
Jain Education International
ગંડસ્થલ સમાન શોભાવાળા બંને સ્તનોના લહેરથી ભરેલા ચોસઠ સેરયુકત હારવાળી છે.
८
જે સુંદર કપાળમાં મનોહર તિલકના ચિ વાળી, કુંડળોથી વ્યાપ્ત કાનવાળી, ચમકતા નાના-મોટા હારવાળી, નમેલા ભકતોવાળી, મોતીથી ચુક્તનાસિકાવાળી, ચંદ્ર સૂર્ય નક્ષત્રોની શ્રેણીથી બનાવેલા હાથમાં શોભતાં કંકણ અને સોનાના વલયવાળી, રણકતાં કંદોરા અને મેખલાથી ગાઢપણે બંધાયેલી કમરવાળી, ચરણમાં ઝાંઝર ના શબ્દવાળી છે.
E
ચંદ્રનાજેવામુખવાળી, સૂર્યનાજેવાતેજવાળી, સુવર્ણ કુંભને જિતનારાન્તનસ્વરૂપ દ્વીપવાળી, બિંબ સમાન લાલ હોઠવાળી, લાલ હાથવાળી, કમલપત્રસમાન લોચનવાળી, કોમળ બાહુ વાળી, પ્રખ્યાત. હાથીની સૂંઢસમાન બે સાથીવાળી, ચરણનાનખની કાંતિથી, પ્રકાશિતકરેલ આકાશમાં રહેલ નક્ષત્રમાલાવાળી એવી તે આ અત્યંતપ્રસન્ન થયેલી શારદા મને સદાય ઈચ્છિત વસ્તુ આપનારી થાય.
૧૦
હે માતા ! તારા નામરૂપી મંત્રના સ્મરણમાં સારી રીતે મગ્ન રહેનાર(ભકત)ના સુદ્ર (તુચ્છ) જીવો વિગેરેની પીડા, યુદ્ધઅગ્નિ-હાથી-સિંહ-પેટપીડા, જલચરો, ચોર, દાવાના-સર્પસમુદ્રનું તોફાન - દારૂણ આપત્તિઓના સમૂહનું આક્રમણ, રોગશત્રુદુષ્ટ ભૂત-પ્રેત વિગેરે અને યક્ષો આદિ દુઃખ-ઈજા-બંધનોની ઉત્પત્તિનો ક્ષય થાય.
۹۹
મદવાળા હાથીઓના ઘંટના મોટા રણકારથી દિગ્ગજ (દિશાઓના હાથી)ના કાનનાઅંદરના ભાગને બહેરા કરી દીધેલી, હણહણાટનો અવાજકરતાં ઘોડાઓના ઝડપી, પવનજિતનાર વેગનાઅભિમાનથી અધિકગુણવાળી, મોટીહવેલીઓ (મકાનો)ની હારમાળાના ટેકીપ્યમાન પુષ્કળ ધનથી ભરેલા મધ્યભાગ(ભંડારો) અને સંગીતથી મનોહર સંપત્તિઓ તેઓને થાય છે. જેઓ દરરોજ હર્ષથી આ સુંદર સ્તવનનું સ્મરણ કરે છે.
૧૨
હૈ સરસ્વતી ! જેઓ તારું આ શ્રવણ(કાન)ને સુખકરનાર, ગુણોથી ભરપૂર, આ સ્તોત્રનું ધ્યાન કરે છે. તેઓને ગાય-હાથી - ઘોડા વિગેરે પ્રાણીસમૂહના સ્થાન, મનુષ્યોથી વ્યાપ્ત સજાવટથી શોભતુ અને, અત્યંત મોટા તેજ તથા કાંતિવાળુ ઉત્તમ દીવાઓથી રાત્રીના અંધકારને દૂર કરેલું, આપના તેજમય ઉત્કૃષ્ટ દીવાળી પર્વ થાય છે.
૧૩
જે અત્યંત નિર્મલમતિવાળો આપની ગંભીરતાવાળું, સજ્જનોને અત્યંત મનોહર અને અનેક પ્રકારના ઘણા ઉત્તમ શબ્દોરૂપી પુષ્પોથી યુક્ત તારું સ્તવન કંઠમાં ધારણ કરે છે, તે જ્ઞાન લક્ષ્મી યુક્ત ધ્યાનથી ગાઢચિત્તવાળા સજ્જન પુરુષને આ લોકમાં ગૌરી-ગંગા-ઉર્વશી(અપ્સરા) (જેવી) તારાપવિત્ર ચરણકમળમાં (ભમતી) ભમરી સમાન છે એવી ઉત્તમ વરદાન વાળી વાણી પ્રાપ્ત થાય છે.
૧૪
For Private Personal Use Only
www.jainelibrary.org