Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________
દે વિનયી ! મનોહર ઈંદ્રોની સ્તુતિથી પ્રસિદ્ધ થયેલી જ્ઞાન શક્તિને આપવાનાં એક કાર્યથી પ્રશંસા પામેલી કેતકીના પત્ર સરખા બે નેત્રોથી યુકત થયેલી ! વાણીની દેવતા એવી શારદા દેવી મારા માનસમાં સ્થિરતા કરો.
૨.
તીર્થંકરના મનોહર મુખકમળમાંથી ઉત્પન્ન થયેલી આનંદવાળી ! જ્ઞાનનો વિસ્તાર કરનારી ! સુંદર દેહની કાંતિવાળી ધ્યાનમાં રકત તમારામાં આસકત ભકત જનોથી યુકત હે વાણીની દેવતા ! તું વિદ્યાને આપ.
3.
વિઘ્નના સમૂહરૂપી સિંહોને વિષે અષ્ટાપદ પ્રાણી સમાન, સર્વ પ્રકારના કલ્યાણના નિર્માણની માળાને આપનારી, પંડિતો રૂપી ભમરાઓ છે જેને તે સરોવરના નીલકમલ સભી શારદાદેવી ઉત્તમ સ્વભાવને આપનારી થાઓ.
૪.
નવ્ય ન્યાય અને કાવ્યરૂપી આકાશમાં સૂર્ય જેવા તેમજ બુદ્ધિના સ્થાનભૂત શ્રી હેમચંદ્રાચાર્યજી વિ. જ્ઞાનીઓને હૈ ભારતી દેવી ! તેં જ ઉત્પન્ન કર્યા છે. સૂર્ય જેમ પૂર્વ દિશામાં જ ઉત્પન્ન થાય છે. તેમ જ્ઞાનીઓ (પૂર્વદિશા સમતારે) ત્યાં જ ઉત્પન્ન થાય છે.
૫.
સૂર્ય જેવા ચમકતા કુંડલ ધારણ કરનારી, સર્વ સંતાપ અને પાપના પર્વતને વિખેરારી, પંડિતોના ચાતુર્યથી ચિત્તને ચમકૃત કરનારી ભીતિનો સંહાર કરનારી હે ભારતિ ! તને સ્તવું છું, ૬.
જે અત્યંત શાંત એવા પ્રભાતમાં પણ તત્વ આપનારી, ગૌરવના ધામ હર્ષના પ્રકર્ષને આપનારી, હે ધૈર્યને આપનારી હે શારદા દેવી ! સમ્માનનું દાન કરનાર એવું પણ તારૂં શુભ નામ ભજતા નથી. તેઓ સદ્ગુણમાં આલંબન વગરના છે. તેથી મોટી અજ્ઞાનતાના સાગર જોવા કારણમાં ડૂબેલા છે તેઓ લોકમાં વસંત હોવા છતા આલોકાકાશમાં વાસ કરે છે. 09/2.
તારી સાધના સિદ્ધિ અપવાનું કી છોડતી નથી. જે કી નિષ્ફળ થતી નથી. આમ વિચારીને સાધકનો સમુહ તારી સમીપે આવે છે. અને સાધનાથી શુદ્ધિને ઇચ્છે છે.
૯.
આ જોઈને જ લોક હેતુથી, પ્રેમભાવ આપનારી, જ્ઞાનભિક્ષાની પ્રતીક્ષા કરનાર ઈચ્છિતને આપનારી, હે શારદા ! પ્રેમી તારી પાસે આવ્યો છું મને વિદ્યાઘન અને ધર્મ આપ.
૧૦.
જો તારામાં પ્રાજ્ઞતા દાનની શક્તિ નથી. તો તું આપતી હોય તો પણ તે (પ્રાજ્ઞતા) મારા હ્રદયમાં નથી. હે વિદ્યાની નદી ! જો (તારામાં પ્રાજ્ઞતાદાનની શકિત) છે તો વિલંબથી સર્યું ! સજ્જનના હ્રદયમાં સદ્કાર્યને વિષે ઝડપી યત્ન હોય છે.
૧૧.
હે બ્રહ્મ સંવાદિની જ્ઞાતમા ભારતી ! તું જ બુદ્ધિદાનની, સત્ શક્તિ ની સંવાહિની છો. ઘણી અજ્ઞતાના અંધકારનો નાશ કરનારી છે. કારણ પૂર્ણ કરૂણાભાવને જોનારી છે. અને તું વહનારી છે, ૧૨, જો તેમ ન હોય તો અલ્પજ્ઞતાને વહન કરનારી, સૌમ્યતા
Jain Education International
શાળી તે સુસાધુ સંતતિ કોનો આશ્રય કરીને અજ્ઞતાને નાશ કરનારી અને પંડિતોની (પ્રાજ્ઞો) પંક્તિમાં અગ્રેસર બને ૧૧૩,
હે પદ્મમુખી ! અજ્ઞતાના તાંડવથી દંડાયેલાએવા પંડિતો તારા વડે મંડિત કરાયા છે. પાખંડવાદો તારા વડે ખંડિત કરાયા છે. હે વાણી ! તું જ કષ્ટ ને ક્ષય કરનારી કલાથી મંડિત છે.
૧૪.
આથી જ જ્ઞાનરૂપીધન પ્રદાન કરવામાં સક્ષમ હે દેવી ! તું મારા વડે કલ્પવૃક્ષ સમી નિશ્ચિત કરાઈ છે. ભક્તમાં ભક્તિ પણ નથી અને પ્રમા (બુદ્ધિ) પણ નથી તે જોઈને તું શ્રેષ્ઠ એવી પ્રાજ્ઞતાથી તેને ભર.
૧૫.
હંસયાન પર બેસીને ગમન કરનારી, દિવ્ય-તેજસ્વી વસ્ત્રો ઘારણ કરનારી સુંદર ચંચળ અલંકારોથી તેમજ કલાથી શોભતી હે દેવી ! તું ત્રણ-લોકના પ્રત્યે ક પ્રાણિની સંજીવની છો. ૧૬.
કુંદ-પુષ્પ, હિમ, હાર, અને ચંદ્રની જેમ ઉજવળ વર્ણી, શરદ ઋતુના ચંદ્ર જેવી નિર્મળ પ્રભાવાળી, પાપવેલીના વિનાશમાં અગ્નિ જેવી તું જલ્દીથી મારા ચંચળ લોચનને પવિત્ર કર.૧૭,
હે ભાગ્યદાત્રી ભારતી ! તારો મહાગૌરવરૂપ મંત્રરાજ સર્વ કષ્ટરૂપી હરણને વિષે સિંહ સમાન છે. સર્વ સુખોની વેલડીઓમાં મેઘ જેવો છે. અને જ્ઞાનનો મહાસાગર છે.
૧૮.
હું વિદ્યાલક્ષ્મી શારદે ! તારા એ મંત્રને જે મનમંદિરમાં હર્ષોલ્લાસ થી સુંદર રીતે સ્થાપન કરે છે. તેઓને કોઈથી ભય થતો નથી અને પ્રભાવને પ્રાપ્ત કરે છે.
૧૯.
હે શારદે ! જેઓ જન્મથી જ અાતામાં ડૂબેલા છે તેઓ પણ તારી કૃપાદૃષ્ટિની સવૃષ્ટિથી બુદ્ધિમાનોના મનોરંજક બન્યા છે, બને છે અને બનશે.
૨૦
જેમ પાનાવૃંદમાં ભમરો ત બને છે તેમ, નિર્મલ યાનથી રંગાયેલા એકાગ્રચિત્તથી શોભતા ભક્તિની સદ્ભાવનાથી ભાવિત પંડિતો તારા ચરણકમલના યુગલમાં રત (રસિક) બન્યા છે.૨૧.
ગ્રંથનિર્માણ શક્તિરૂપ કમલના વિકાસ માટે સૂર્યકિરણ સરખી, તથા દુર્ભેદ્ય વાદીઓરૂપ રાત્રિમાટે માર્તણ્ડ સરખી, શાસ્ત્રના જ્ઞાન રૂપી સાગરમાં ચંદ્ર સરખી, પ્રભાવલાથી દીપતી એવી ભારતીને હું સદ્ભાવથી સ્તવું છું.
૨૨.
દેવદેવેન્દ્ર અને વિદ્યાધરોથી વંદાયેલી, સદ્ગુણોની સભા તરીકે વર્ણવાયેલી, શુદ્ધ સાધુવ્રતવાળાના સમૂહથી સન્માનિત હૈ દેવતા! તમે શીઘ્ર વિઘ્નના વૃંદને હરો.
૨૩.
કેવલજ્ઞાનના હેતુભૂત, આગમજ્ઞાનની દાત્રી, વાણીદ્વારા વિખ્યાત, સત્કીર્તિ અનેકાંતની પ્રદાયિકા, ભાવરોગથી પીડિત ભવ્યોને ઔષધ બતાવનારી, પ્રસાદને દેનારી, હે શારદે ! તું પ્રસન્ન
૨૪.
211.
હે શારદે ! તારા સેવ્ય એવા પદકમલોની સેવામાં તત્પર લોકો
१०५
For Private & Personal Use Only
www.jainelibrary.org