Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________
જેમ કમળનો આશ્રય લીધેલું જલબિંદુ મુકતા(મોતી)ના ફળની પ્રભાને નક્કી પામે છે તેમ હે સરસ્વતી ! તારા ચરણકમલનો. આશ્રય લીધેલાં એવો આ (કર્તા) શ્રી હર્ષ, માઘ, ઉત્તમભારવિ, કાલિદાસ, વાલ્મીકિ, પાણિની, મમટ્ટ જેવા મહાકવિઓની. તુલનાને પામે છે.
૮ મનોહર દેહવાળી હે (સરસ્વતી)! જેની વિદ્યારૂપી સ્ત્રીના રસિક જ્ઞાનને વિષે અભિલાષા છે એવા તથા સારી દ્રષ્ટિવાળાઓ (સજજનો)ના ચિત્ત તારે વિષે આનંદ પામે છે તેવી જ રીતે સરોવરમાંના વિકાસને પામનારાં પદ્મો નવીન ઉદચવાળી. (પ્રાતઃકાલની) સૂર્યની પ્રજાને વિષે આનંદને પામે છે. અર્થાત્ સૂર્યોદય થવાથી તે પડ્યો ખીલી રહે છે.
હે કલ્યાણિની ! તારા સ્તવનનો પાઠ કરવાની અભિલાષા. રાખનારા પંડિતોને શું તું સમાનજ્ઞાનવાળા એવી નથી કરતી ? (કરે જ છે) ઉપકારનો જેને મહાન વિચાર છે એવો જે જન અત્રા પુણ્યના અદ્વિતીચ કારણરૂપ સંપત્તિ વડે આશ્રય કરાયેલાને સેવે છે તેને શું તે પોતાના તુલ્ય (ધનિક) નથી બનાવતો ? (બનાવે છે)
૧૦ તારા સ્તવનરૂપી અમૃતના રસનું રસપૂર્વક પાન કર્યા પછી પંડિતો નૂતન અમૃતરસનો પણ આદર કરતાં નથી. (કેમ કે) ચોગ્ય એવું ક્ષીરસમુદ્ર (દૂધ કરતાં ય મીઠા) જળને પ્રાપ્ત કર્યા પછી કોણ (લવણ) સમુદ્રના ખારા જળનો આસ્વાદ લેવામાં મનથી પણ ઈચ્છે ?
૧૧ હે સતી ! હે વરદાન દેનારી જે (કારણે) તારા સમાન અન્ય સારસ્વતરૂપ નથી જ, તે તારું એક માત્ર રૂપ મતોમાં વિશેષ ભેદ પામેલું (હોવાથી) અનેક છે તેથી કરીને જૈનો તને સાધુ-સ્વરૂપી માને છે અને બીજાઓ તને ભવાની કહે છે.
૧૨ | હે મૃતદેવતા! બહુ કિરણવાળા - દિવ્ય એવાં તારા બે કુંડળો સૂર્યના અને ચંદ્રના મંડળની ખરેખર વિડંબના કરે છે એમ હું માનું છું. સૂર્યનું મંડળ રાત્રિને વિષે નેત્રોને અગોચર બને છે. અને ચંદ્રનું મંડળ દિવસના પાકી ગયેલાં ખાખરાના પત્રના જેવું (નિસ્તેજ) થાય છે.
૧૩ હે માતા ! તું મારું રક્ષણ કર (કેમકે) દોષો, આકાશ - વાયુ - જળ - અગ્નિ અને પૃથ્વીના સમૂહે કરીને દેહનો આશ્રય લે છે. તે (પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલાં પ્રકૃષ્ટ હર્ષથી વિમુખ થયેલા મૂર્ખતાદિ દોષોને તારા વિના કોણ ઈચ્છા મુજબ દૂર કરી શકે ? (અર્થાત્ અન્ય કોઈ સમર્થ નથી).
૧૪ હે પાપરહિત, સતી શારદા ! આ સ્તોત્રમાં આપશ્રીની પાસેથી. પ્રાપ્ત કરેલું સત્યવતી (સીતા)ના વ્રતના સમાન વિશાળ એવું વરદાન અમારા જેવાઓને વિકારના માર્ગને પ્રાપ્ત થયું નહિં એમાં શું આશ્ચર્ય ? (કેમકે) ઈંદ્ર સંબંધી મેરૂપર્વતનું શિખર કયારે પણ ચલાયમાન થાય છે ખરું ? (નહિં).
૧૫
હે સતી !તારા વડે અદ્વિતીય શાસ્ત્રરૂપી ગૃહનું નિર્માણ કરીને જગતના પ્રકાશક એવા અર્પવ જ્ઞાન દીપકને પ્રગટ કર્યો, તે તું સ્વભાવથી ઉત્કૃષ્ટ તપોમચ તલવાર વડે પાપરૂપી ગુચ્છાને કાપી નાખનારા મુનિઓ દ્વારા ગવાય (સ્તુતિ કરાયો છે. ૧૬ | (હે સતી !)જેણે મેરૂપર્વતનું અતિક્રમણ કર્યું છે, બૃહસ્પતિને (પણ) પ્રશંસા કરવા યોગ્ય જેના વચનોનો મહિમા છે તથા જેના દેહનું અતિમહાન તેમજ સૂર્યથી પણ અધિક તેજ એ બંને ગણધર લોકમાં રહેલા છે. તે સ્વમતને વિષે જ્ઞાનાદિ લક્ષ્મીના ઉત્પત્તિ સ્થાનરૂપ છે. તેમજ સર્વોત્તમ કાંતિવાળી એવી તું શાશ્વતી વર્તે છે.૧૭
હે સુંદર વદનવાળી (સરસ્વતી)! જેને વિષે (અકારાદિ બાવન) અક્ષરો સ્પષ્ટ છે, એવું સુગંધિત, સુંદર ભમરવાળું, સારી રીતે વૃદ્ધિ પામેલી શોભાવાળું, વારંવાર ગવાતા રસિકજનોને પ્રિય એવા પંચમ (રાગ)થી મનોહર, જગતને અપૂર્વ (વિશેષે) પ્રકાશ કરનારું અને અસાધારણ ચંદ્રના મંડળ જેવું તારું મુખકમળ અતિશય શોભે છે.
૧૮ | હે ચંદ્રવદના (શારદા)! તારા અધરો (હોઠ)માંથી (ઝરતી) અમૃતની વર્ષાથી સિંચાયેલું જગત શીતલતાને તથા સમસ્ત (સમૃદ્ધિ - રસ અને સિદ્ધિરૂપી) અવયવોને સંપાદન કરાવનારી એવી પ્રાપ્તિને અહિ જ પામે છે (તો પછી) જળના ભારવડે નમ્ર બનેલાં એવાં મેઘોનું શું કામ છે ?
૧૯ | હે માતા ! તારા વિષે મારું મન રમે છે પણ આપશ્રીથી હીના એવી ચતુર મુગ્ધા (સ્ત્રી)ઓને વિષે નહિ, (રત્ન પરીક્ષક નું મન) માપી ન શકાય એવા મૂલ્યવાળા પ્રભાયુકત જાતિમાન રત્નમાં રમે છે પરંતુ તેટલા કિરણોથી ફેલાયેલાં કાચના ટુકડાને વિષે નહિ (જ) રમે. | હે (આઠ કર્મોના શ્રમને હરનારી) શ્રમણી ! કોઈક મનસ્વી (પાખંડી)મારા મનને ભવાંતરમાં પણ સ્યાદ્વાદી (તીર્થકરો)ના (નગમાદિક) ગંભીર નયથી ભ્રષ્ટ કરે (નહિં) જેથી નિશ્ચય અને વ્યવહારની એક સ્થાને યોજના કરીને હું તારા વિષે મારા મનને નિશ્ચળ કરું છું.
હે ઉજજવલ દેહ વાળી ગૌરાંગી ! તું જ હંમેશા સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરે છે. (અર્થાત્ તારું જ સમ્યગજ્ઞાન છે.) (બાકી) સંશય અને વિપર્યય (ઉલટા)થી યુકત બુદ્ધિવાળા વાચાળ તો અનેક છે. ઘણાં નક્ષત્રોવાળી દિશા (ઘણી) છે. પરંતુ ફરાયમાન કિરણોના સમૂહવાળા એવા સૂર્યને જન્મ આપનારી દિશા તો પૂર્વ જ છે.
૨૨ હે સુંદર શરીરવાળી ! હે સાધ્વી (સરસ્વતી)! જે સ્વર્ગ અને પૃથ્વીના જન્મ અને મરણનો (સર્વથા અંત) નાશ કરે છે, તે જ તારા વડે આદિપુરુષ (આદિનાથ પ્રભુ)ની ઉપાસના સેવા કરીને પૃથ્વી ઉપર વિસ્તારેલો કૃપાયુકત કલ્યાણકારી શિવપદ નો
૨૦
૨૧
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org