Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________
तमांसि तेजांसि विजित्य वाङ्मयं प्रकाशयद्यत्परमं महन्महः । न लुप्यते तेन च तैः प्रकाश्यते स्वतः प्रकाशात्मकमेव नंद ||२८|| तव प्रसादः कवितां करोत्यतः कथं जडस्तत्र घटेत मादृशः । प्रसीद यत्रापि मयि स्वनन्दने न जातु माता विगुणेपि निष्ठुरा ।। २९ ।। इमामधीते श्रुतदेवतास्तुतिं कृतिं पुमान् यो मुनिपद्यनंदिनः । स याति पारं कवितादि सद्गुण प्रबन्धसिन्धौः क्रमतो भवस्य च ॥३०॥ कुंठास्तेऽपि बृहस्पतिप्रभृतयो यस्मिन् भवन्ति ध्रुवं, तस्मिन् देवि तव स्तुतिव्यतिकरे, मन्दा नराः के वयम् । तद्वाकचापलमेतद श्रुतवतामस्माकमम्ब ! त्वया, क्षन्तव्ययं मुखरत्वकारणमसौ येनातिभक्तिग्रहः
सम्पूर्णम् ।
૩૪ ભાષાન્તર
"રૂા
હે સરસ્વતી (માતા)! સઘળાં પ્રકારના દેવોના મુગુટથી નમસ્કાર (પ્રેમ)કરાયેલા, તમારા બંને ચરણ ક્રમળ (આ લોકમાં) જય પામે છે. જે ચરણ કમળ હૃદયમાં સ્થાપન કરાયેલા મનુષ્યની જડતાનો નાશ કરનારા અને ર૪ કર્મ થી મુક્ત એવી અપૂર્વતાનો આશ્રય કરે છે.
૧
હે ભારતિ દેવી ! આપનું જે તેજ છે તે દિવસની અપેક્ષા રાખતું નથી રાત્રીની અપેક્ષા રાખતું નથી, તે અંદરની અને બહારની અપેક્ષા (પણ) રાખતું નથી તે તેજ, તાપ કરનારું નથી અને જડતા કરનારું પણ નથી (પણ) સકલ વસ્તુને પ્રકાશ કરનારું છે તેની હું સ્તુતિ કરુ છું.
૨
હે સરસ્વતી માતા ! આપની કૃપાથીજ પ્રાપ્ત કરેલા અભ્યાસ (ચાતુર્ય)વાળો જાણે તારી સ્તુતિ કરવામાં હમણાં હું કવિ થયો છું. જેમ ગંગાનદીના પાણીનીજ ભરેલી અંજલિવાળો હું ગંગા નદીને અર્ધ્ય(પૂજા) આપનારો થાઉં છું.
3
હે સરસ્વતી દેવી ! આપની (જ્ઞાન) લક્ષ્મીની (શોભાની) સ્તુતિ કરતાં શ્રુત કેવલી (ચૌદપૂર્વી) પણ અસમર્થ છે. એ પ્રમાણે સ્વીકાર કરે છે ત્યારે મારા સરખા (અજ્ઞ) તો તું જય પામે એમ બે (જય) અક્ષર બોલે છે તે પણ સાહસ જ છે.
૪
Jain Education International
હે સરસ્વતી માતા ! આપ આ ત્રણલોક રૂપી ઘરમાં રહેલા (બિરાજેલા) સમ્યગ્ જ્ઞાનમય ઉત્કૃષ્ટ દીપકરૂપ છો. (તે દીપકની કૃપાથી) સમ્યગ્ ઇષ્ટિવાળા મનુષ્યો ત્રણેય લોકની અંદર રહેલી સમસ્ત વસ્તુઓના (જીવ+અજીવ-વિગેરે) સમૂહને સારી રીતે જોવે છે.
૫
હે દેવી ! આપનો જે માર્ગ છે તે આકાશની સમાન અત્યંત
નિર્મલ છે, અને અત્યંત પહોળો છે આ માર્ગમાં કયા પંડિતો નથી ગયા ? (અર્થાત્ બધા પંડિતો ગયાં છે.) તો પણ આ મા ક્ષણવાર એવું જણાય છે કે જાણે તે અક્ષુણ્ણ (કોઇના પ્રયાણ વગરનો)જ છે.
E
હે માતા ! આપના પ્રભાવથી સમસ્ત જગતને આશ્ચર્ય કરનારી રાજાઓની કવિતા વિગેરે થાય છે તેમાં આશ્ચર્ય શું ? પરંતુ કઠિન તપકરનારા મુનિઓ અને મહાત્માઓ જે સ્થાન (મોક્ષ)ની ઈચ્છા કરે છે તે પને પણ જલ્દી આપની કૃપાથી પ્રાપ્ત કરે છે.
७
હે વાણિ (સરસ્વતી) જે મનુષ્યમાં આપની કલા (કૃપા) નથી તે (મનુષ્ય) લાંબા કાળ સુધી ભણતો હોવા છતાં શાસ્ત્રને જાણી શકતો નથી પરંતુ જે (નર)ને સ્નેહથી યુકત નેત્રથી થોડા કાળમાટે પણ જોવે છે તે કયા કયા ગુણોથી શોભાયમાન થતો નથી ? અર્થાત્ તે સર્વ ગુણોથી આભૂષિત થાય છે.
હે (સરસ્વતી) દેવી ! (આપની કૃપા પ્રાપ્ત)તે કેવલી ભગવાન આ સંસારમાં સમસ્ત પદાર્થોને જોનારા થાય છે અને જાણનારા થાય છે, પરંતુ આપની (કૃપાથી) રહિત તે જોતો પણ નથી અને જાણતો પણ નથી તે જગત્પ્રભુના જ્ઞાનનું કારણ પણ આપ જ છો.
C
લાંબાકાળી આ (સંસારરૂપી) સમુદ્રમાં પરિભ્રમણ કરતાં અત્યંત સેંકો કલેશોથી આ મનુષ્ય પણાને મેળવ્યું છે પણ છે. (સરસ્વતી)દેવી ! આપની (કૃપા)વિના આ (ઉત્તમ) પુરુષાર્થના સાધનરૂપ (મનુષ્યત્વ)ને મનુષ્ય ફરીવાર નાશ કરી દે છે. ૧૦
હે માતા ! કદાચ આપના અનુગ્રહ વિના શ્રુતજ્ઞાન(શાસ્ત્ર)ને વિષે અભ્યાસ કરે છે તો પણ વાસ્તવિક તત્ત્વનો નિશ્ચય થતો નથી તેથી કરીને તે મનુષ્યમાં વિવેકતા (હિત-અહિંતનો ખ્યાલ ) કેવી રીતે આવે ? આપના વિષે મુકત થયેલાનો જન્મ નિષ્ફળ છે.
११
હે માતા ! ઘરમા દીપકનો આશ્રય (કરીને) લઈને સમસ્ત જે (કંઈપણ) ઇચ્છિત વસ્તુ છે તેને મેળવી લે છે. તેમ મોટા (ઋષિ)મુનિઓ પહેલા આપનો આશ્રય કરીને તે (પ્રસિદ્ધ) મોક્ષપદનો આશ્રય કરે છે.
૧૨
હે માતા ! તારા વિષે અનેક પર્ણો (તિર્ગત સુબત) રહેલાં છે તો પણ પ્રાણીઓને તું એક (મોક્ષ) પદને જ આપે છે (અને) તું ચારે તરફથી ઉજજવળ છે તો પણ સુવર્ણ વિગ્રહા (સુવર્ણની જેમ વિશેષે ગ્રહણ કરનારી) અર્થાત્ સુ-શ્રેષ્ઠ વણૅ (અક્ષર)રૂપી શરીરને ધારણ કરવાવાળી છે. આથી આ સંસારમાં આશ્ચર્યકારી ચેષ્ટાને કરનારી છે.
૧૩
હે માતા સરસ્વતી ! જ્યારે આપ અરિહંત પ્રભુના મુખમાં ઉત્કર્ષ (દિવ્ય ધ્વનિ)ને પ્રાપ્ત કર્યો અને અત્યંત પણે સમુદ્રની સરખી ગંભીર આકૃતિ હતી ત્યારે તારાવડે અનેક (સદ્યળી)માપા સ્વરૂપે (પ્રગટથઈ) કોના હ્રદયમાં આશ્ચર્ય કરાયું નથી ." અર્થાત
८५
For Private & Personal Use Only
www.jainelibrary.org