Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સપાદકીય પ્રમાણનયતત્ત્વાલેાકની લઘુટીકા રત્નાકરાવતારિકાને દ્વિતીય ભાગ વિદ્વાન સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. રત્નાકરાવતારિકાની સાથે સંસ્કૃત પ`જિયા, ટિપ્પણી અને ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવેલ છે. પહેલા ભાગમાં પ્રથમ એ પરિચ્છેદ થયા હાઈ આ ભાગમાં ત્રણથી છ પરિચ્છેદને સમાવેશ કરવામાં આવેલ છે. બાકીના સાતમા અને આઠમા પરિચ્છેદે ત્રીજા ભાગમાં આવશે અને એમ આ ગ્રંથ પૂર્ણ થશે. આ ગ્રન્થના પ્રકાશનમાં ઉપયેગમાં લીધેલ સામગ્રીનેા સંપૂર્ણ પરિચય પ્રથમ ભાગમાં આપેલ છે અને પૂ. મલયવિજયજીએ આ અનુવાદનું કામ કેમ હાથ ધર્યુ અને કયા ક્રમે અનુવાદ અંતિમ રૂપ પામ્યા તેની વાત પણ પ્રથમ ભાગમાં જણાવી છે. વળી, તેમાં પ્રમાણુનયતત્ત્વાલેાકના કર્તા આચાર્યં વાદી દેવસૂરિ, તેમના શિષ્ય અને રત્નાકરાવતારિકાના કર્તા રત્નપ્રભસૂરિ, રત્નાકરાવતારિકાની પંજિકાના લેખક આચાર્યં રાજશેખર અને રત્નાકરાવતારિકાના ટિપ્પણના રચયિતા ૫. જ્ઞાનચંદ્રને! ટૂંક પરિચય પણ આપેલ છે. એટલે આ બધા વિશે અહીં કશું કહેવાનું નથી. ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં પૂ. મલયવિજયજીએ ધણી જહેમત લીધી છે અને અનેક વાર માર્યો છે. અનુવાદ શબ્દપી નહિ પણ અર્થાનુસારી છે; અને તે કારણે તે સ્પષ્ટ અને વિશદ બન્યા છે. વળી, પૂર્વ પક્ષ-ઉત્તરપક્ષ તરત જ ખ્યાલમાં આવે એ હેતુથી તેઓશ્રીએ સંવાદશૈલીના ઉપયાગ કર્યો છે. આમ આ અનુવાદ એ માત્ર અનુવાદ જ ન રહેતાં એક રીતે સમજૂતીભર્યાં બંને છે. ભારતીય ન્યાયશાસ્ત્રના અભ્યાસીને રત્નાકરાવતારિકા ખૂબ ઉપયાગી છે. જૈન ન્યાયત્ર થેાની એ ખાસ વિશેષતા છે કે તેઓ પૂર્વપક્ષનું નિરૂપણ પૂરેપૂરુ પ્રમાણિત કરે છે. એટલે તેઓનું અધ્યયન અનેક સિદ્ધાન્ત અને વિચારધારાઓને ચેાગ્ય ખ્યાલ આપે છે. આવા એક ન્યાયગ્રંથના સરળ-વિશદ અનુવાદ આપવા બદ્લ પૂ. મલયવિજયજીના આપણે ઋણી છીએ. રત્નાકરાવતારિકાને આંતર-બાહ્ય પરિચય અને તેનું મૂલ્યાંકન ત્રીજા ભાગમાં આપવાના અમારા ઈરાદા છે. આ પુસ્તકના પ્રુફ્ સશાધનમાં ૫. શ્રી અંબાલાલભાઈ એ સહાય કરી છે તે બદ્દલ તેમના આભાર માનવામાં આવે છે. વિદ્યામ ંદિરના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ મુનિશ્રી મલયવિજયજીને અનુવાદ જોયા અને તે બાબતમાં ચેાગ્ય ભલામણ કરી તેથી આ કાર્યને વિશેષ વેગ મળ્યા. આ પ્રકારે તેઓશ્રી પણ આ પ્રકાશનમાં નિમિત્ત બન્યા છે તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ. લા. ૬. વિદ્યામંદિર અમદાવાદ ટ ૨૦૪૬૮ નગીન જી. શાહે કાર્યવાહક અધ્યક્ષ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 315