Book Title: Rasodanu Tattvagyan
Author(s): Malaykirtivijay
Publisher: Akhil Bharatiya Swadhyaya Pith

View full book text
Previous | Next

Page 12
________________ 'તત્ત્વજ્ઞાન સર્ટીફીકેટ કોર્સ આધાર પુસ્તક જીવવિચાર, સરળ નવતત્વ, દંડક પ્રકરણ, (સ્કૂલના પાઠ્યપુસ્તકોની જેમ પાઠ પાડીને સરળ ભાષામાં પ્રગટ કરવામાં આવેલ છે.) ૦ આત્મા દેખાતો નથી, છતાં છે જ.... શી રીતે ? O સમગ્ર વિશ્વ કેવડું છે? 0 સમગ્ર વિશ્વમાં કયા કયા કેવા પ્રકારના જીવો ક્યાં ક્યાં હોય છે? જાણવું છે?| O કયા જીવો કેવા પ્રકારના ગર્ભ દ્વારા અને કયા જીવો આપોઆપ જન્મે છે ? તેમના શરીર અને જીવનક્રિયાઓ માટે વૈજ્ઞાનિક કારણો શું છે? | 0 માનવી આખી જીંદગી ભોગોની ભૂતાવળમાં ઘસી નાખે છે, પણ તત્ત્વ શું છે, તે જાણતો નથી. તમારે જાણવું છે? 0 નવતત્વમાં સમગ્ર વિશ્વના સમગ્ર પદાર્થો આવી જાય છે, તેનું સચોટ જ્ઞાન મેળવવું છે? કર્મ એ શું ચીજ છે? વિશ્વની જીવોની સમગ્ર ઘટનાઓમાં કર્મોનો ફાળો શી રીતે છે? કર્મો કેવા કેવા પ્રકારના હોય છે? સુખીઓમાં પણ સારા અને ખરાબ; દુઃખીઓમાં પણ સારા અને ખરાબ હોય છે, તેની પાછળ કર્મ શી| રીતે કામ કરે છે? કર્મ બંધાય શી રીતે ? અને નાશ પામે શી રીતે? આ જ્ઞાન કોઈ શાળામાં મળી શકે નહીં. તમારે મેળવવું છે? 0 દુઃખો વચ્ચે પણ ટકી રહેવાનું તાત્ત્વિક ચિંતન, ધર્મની શ્રદ્ધા સચોટ બનાવવાનો ઉપાય એ છે કે તત્ત્વનું જ્ઞાન મેળવો. મેળવવું છે? O મોક્ષ શું છે? ત્યાં સિદ્ધ ભગવંતોની અવસ્થા કેવી હોય છે? જાણવું છે? O વિશ્વના જુદા જુદા પ્રકારના જીવોનું આયુષ્ય, શરીર, ઊંચાઈ, સંજ્ઞા, કષાય, લેશ્યા વગેરે અનેકવિધ વિષયોનું સચોટ જ્ઞાન મેળવવું છે? ૦ આંખેથી દેખી શકાય છે, જીભથી સ્વાદ પારખી શકાય છે, કાનેથી સાંભળી શકાય છે, નાકેથી સુંઘી શકાય છે, શરીરના કોઈપણ ભાગથી સ્પર્શ જાણી| શકાય છે, તેની પાછળના વૈજ્ઞાનિક રહસ્યો શું છે? O કોઈપણ જીવનો પૂર્વભવ અને પછીનો ભવ કયો કયો હોઈ શકે? O હે જૈનો ! પ્રભુવીર સર્વજ્ઞ ભગવાન હતા અને વીતરાગ હતા. માનવીય બુદ્ધિ અને વિજ્ઞાનના સાધનો જે ન બતાવી શકે તે પ્રભુએ પોતાની દેશનામાં જણાવી દીધું છે. પ્રભુએ આપેલું જ્ઞાન સચોટ છે, વૈજ્ઞાનિક છે અને રસપ્રદ છે. તમે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરો, પછી તમારી પ્રભુ વીર ઉપરની શ્રદ્ધા એવી મજબુત બનશે કે તમને કોઈ ગાવી શકશે નહીં. (E) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 134