________________
ડિ) S SYS S સત્સંગ-સંજીવની SEARCH (9
પુસ્તકોનું સાંચન કરતા રહે તે માટે પ્રસંગે પરીક્ષાઓ પણ લેતા હતા. જે તેઓશ્રીનો ઉપકાર બહેનો આજે પણ યાદ કરે છે. - ભગવાન પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે - વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત શ્રદ્ધા-ભક્તિ ધરાવતા હતા, અને બીજા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને શ્રી સ્વાધ્યાય દ્વારા અપૂર્વ માર્ગદર્શન આપી શ્રદ્ધા-ભક્તિમાં સ્થિરતા કરાવતા હતા. ઘણાંજ વર્ષો સુધી ચક્ષુઓની તકલીફના કારણે તેઓશ્રી પોતાના નિવાસસ્થાને બે ટાઇમ શ્રી સ્વાધ્યાય આપતા હતા. જેમાં સમાજમાંથી કેટલાક ભાઇઓ, બહેનોને તથા બહારગામથી પધારતા ઘણા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને શ્રી વચનામૃતજી દ્વારા પરમાર્થ સહાયક માર્ગદર્શન આપી આત્મહિત કરાવવામાં પરમ સહાયકરૂપ થતા હતા.
- પરમ પૂજ્યશ્રી અમૃતભાઇ પાસેથી શ્રી વચનામૃતજીનું આરાધન કઈ રીતે કરવું, જે તેઓશ્રી પાસે ઘણાંજ વર્ષોના પરિચયમાં રહી, પૂ. શ્રી ભાઇનો અપૂર્વ લાભ-માર્ગદર્શન મેળવી, પોતે લક્ષગત કરી બીજા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને માર્ગદર્શન આપતા રહેતા હતા. તે રીતે શ્રી સમાજ ઉપર પરમાર્થિક રીતે ઘણાજ ઉપકારી હતા. તેઓશ્રીનાં ઉત્તમ ગુણો યાદ આવે છે. તેઓશ્રીનાં ગુણો પ્રત્યે પ્રમોદભાવ લાવી, તેઓશ્રીનાં પવિત્ર આત્માને નમસ્કાર કરી, શ્રદ્ધાંજલી અર્પીએ છીએ.
તેઓશ્રી કોઇપણ કાર્ય ધાર્મિક, પારમાર્થિક કે વ્યવહારીક હોય પરંતુ ટાઇમના, નિયમિતતાના ખૂબજ આગ્રહી હતા અને તે જ રીતે તેઓશ્રીની કાર્યવાહી જીવનભર રહી હતી. શ્રી સ્વાધ્યાયમાં ખૂબજ સ્થિરભાવે રહી એક આસને સ્થિરતાપૂર્વક બેસતા હતા, જે તેમની એકનિષ્ઠા દર્શાવે છે.
તેઓશ્રી ધર્મને નામે ખોટા આગ્રહો, હેતુ વગરની ક્રિયા પ્રત્યે ખુબજ ઉદાસીન હતા, અને શ્રી વચનામૃતજીમાંથી અપૂર્વ ભાવો પ્રકાશી શ્રી રાજ-ભગવાન પ્રત્યે - વીતરાગ માર્ગ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિભાવમાં સ્થિરતા કરાવતા હતા. જે સમાજ માટે ઘણાજ હિતનું કારણ બન્યું હતું.
પુ. પિતાશ્રી જગજીવનદાસ સ્વરૂપચંદ તથા માતૃશ્રી મણીબેન જગજીવનદાસનો જ્ઞાન સંસ્કાર-વારસો ૫. શ્રી મોટાભાઇને બાળપણથી મળ્યો હતો, જે પરમકૃપાળુદેવના જ્ઞાનમય શ્રી વચનામૃત થકી પ્રકાશિત થઇ પરમકૃપાળુદેવશ્રીની કૃપાથી સર્વત્ર સુવાસિત થયો. આ પૂ. શ્રી ભોગીભાઇ (પૂ.શ્રી મોટાભાઇ) એ અપૂર્વ આરાધના સહિત સમાધિપૂર્વક સંવત ૨૦૪૬ ફાગણ વદ ૭ તા. ૧૯-૩-૯૦ ના રોજ નશ્વર દેહનો ત્યાગ કર્યો. ધન્ય તે પવિત્ર આત્માને, તેમના પવિત્ર ગુણોને નમસ્કાર.
અમૃતલાલ જે. શાહ
પ્રમુખશ્રી શ્રી સુબોધક પુસ્તકાલય.