Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 15
________________ Sિ S S SYS સત્સંગ-સંજીવની ) SS SS () (પ્રકાશકીય નિવેદન) - શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટમંડળ ગૌરવ સાથે જણાવતાં આનંદ અનુભવે છે કે અમારા સમાજના સદ્ભાગ્યે, અમારા આમંત્રણને માન આપી સંવત ૨૦૪૭ની સાલમાં પૂ. શ્રી સાધ્વીજી મહારાજ સાહેબો ઠાણાય પૂ. શ્રી પુષ્પાશ્રીજી મહારાજ સાહેબ, પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, પૂ. શ્રી રાજપ્રભાશ્રીજી મહારાજ સાહેબ ખંભાત શ્રી સુબોધક પુસ્તકશાળામાં પધારી ચાતુર્માસ સ્થિરતા કરી, શ્રી સમાજના મુમુક્ષુ ભાઇઓ, બહેનોને ધાર્મિક ક્ષેત્રે ખૂબજ પ્રેરણા આપી, માર્ગદર્શન આપી આત્મકલ્યાણ કરવા પ્રત્યે પ્રેર્યા. ભગવાન પરમકૃપાળુ દેવશ્રી પ્રત્યે વીતરાગ માર્ગ પ્રત્યે વિશેષ શ્રદ્ધા-ભક્તિ દઢ કરાવવા પ્રયત્ન કરી, અનુભવ દ્વારા ખૂબજ લાભ આપ્યો છે. જેનો સમાજના ભાઈ બહેનોએ યથાશક્તિ લાભ લીધો છે, જે તેઓશ્રીનાં ઉપકારને સંભારી અમો તેઓશ્રીને તથા તેઓશ્રીનાં ગુણોને નમસ્કાર કરીએ છીએ. “ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ”. -શ્રીમદ્ રાજચંદ્રજી. અમોને એ જણાવતાં ખૂબજ આનંદ થાય છે કે પૂ. શ્રી સા. મહારાજ સાહેબોએ શ્રી શાળામાં શ્રી જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરતાં ભગવાન પરમકૃપાળુદેવશ્રીનાં શુભ હસ્તે મુમુક્ષુ ભાઇઓ પ્રત્યે લખાયેલા પત્રો સ્યાહૂ વચનો તેઓશ્રીને હસ્તગત થયાં. જે તેઓશ્રીએ શ્રી સમાજને અર્પણ કર્યા. શ્રી પર્યુષણ પર્વ દરમિયાન શ્રાવદ વદ ૧૩ના રોજ શ્રી સમાજના ભાઇઓ, વ્હેનો, બાળકોએ અપૂર્વ ભક્તિભાવપૂર્વક તે શુભ પત્રોનું ખૂબજ બહુમાન કરી, વાજતે-ગાજતે, ભક્તિ સહિત શ્રી સુબોધક પુસ્તકશાળામાં પ્રદક્ષિણા ફરી ખૂબજ બહુમાનપૂર્વક સ્થાપના કરી, જેનો અપૂર્વ લાભ પૂ. શ્રી મોટાભાઇ (પૂ. શ્રી ભોગીભાઇ) નાં પરિવારે હા. શ્રી નવીનભાઇએ ખૂબજ ઉલ્લાસ, ભક્તિભાવ તેમજ હર્ષનાં અશ્રુ સાથે રૂા. ૬૨૫OO/- માં ઉછામણી બોલી જ્ઞાનભક્તિનો લ્હાવો લીધો, સાત્ વચનો-પત્રોનું ખૂબજ બહુમાન કર્યું અને વાજતે-ગાજતે પૂ. શ્રી મહારાજ સાહેબોની સાનિધ્યમાં પૂ. શ્રી મોટાભાઈનાં નિવાસસ્થાને જઇ પધરાવ્યા. ત્યાં સમાજના સભ્યોએ ઉલ્લાસિત ચિત્તે શ્રી જ્ઞાનભક્તિની આરાધના કરી, અને બીજે દિવસે શ્રી શાળામાં લાવીને યથાસ્થાને પધરાવવામાં આવ્યા. જ્ઞાનનું બહુમાન કરીને જ્ઞાનાવરણીય કર્મો ખપાવવાની ઉત્તમ તક શ્રી નવીનભાઇએ તથા તેમના પરિવારે પ્રાપ્ત કરી સાતિશય પુણ્ય ઉપાર્જન કર્યું. અને બીજા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને પણ સાથે રાખી - ભક્તિભાવ કરાવવામાં નિમિત્તરૂપ બની સપુણ્ય પ્રાપ્ત કરાવવામાં તેમજ જ્ઞાનાવરણીય કર્મો ખપાવવામાં સહાયભૂત થયા. અમો પૂ.શ્રી મોટાભાઇનાં પરિવારનો અત્યંત આભાર માનીએ છીએ. આપ મુમુક્ષુગણને જણાવતાં અમોને ખૂબજ આનંદ થાય છે કે ભગવાન પરમકૃપાળુદેવશ્રીના ભક્તરત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઇના પત્રોનું સંકલન “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઇ (સત્સંગ-સંજીવની)” ગ્રંથરૂપે બહાર પાડતાં અમોને સંતોષ સાથે ખૂબજ આનંદ થાય છે, જેમાં પરમ ભક્તરત્ન પૂજ્યશ્રી અંબાલાલભાઇએ ભગવાન પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે લખેલ પત્રોનો સંગ્રહ છે. તે સિવાય ભગવાન પરમકૃપાળુદેવશ્રીએ પૂ. શ્રી અંબાલાલભાઇ પ્રત્યે લખેલ હસ્તાક્ષરનાં નમૂનારૂપ પત્રો પણ છે તથા ખંભાતના વડીલ મુમુક્ષુઓ જેઓ ભગવાનના પરિચયમાં આવી દર્શન-સેવાનો લાભ પામ્યા હતા, તેઓશ્રીનાં ફોટાઓ સાથે ટૂંકમાં પરિચય નોંધો આપેલ છે, તથા અન્ય ઉપકારી સાહિત્ય પણ છે. આ તમામ સાહિત્ય એકત્રિત કરવામાં-સંશોધન કરવામાં પૂ.શ્રી સાધ્વીજી મહારાજ સાહેબોનો મુખ્ય ફાળો છે. જેનો લાભ પરમકૃપાળુદેવશ્રીનાં આશ્રિત એવા મુમુક્ષુ ભાઇ-બહેનોને મળે તેવી તેમની શુભ ભાવના

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 408