Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 14
________________ સત્સંગ-સંજીવની તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં.’’ તેમજ ઉપદેશ છાયા ૪ પાન ૬૮૭૬૮૮માં ‘“સમ્યગદૃષ્ટિ હર્ષ-શોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહી. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં, અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવે તરત જ દાબી દે, બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષ શોક થાય નહીં..... જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે.’ એમ પ.કૃ. ભગવંતના ગુણ નીરખીને દર્શન કરાવે છે. પૂ. અંબાલાલભાઈ પ.કૃ. ભગવંતના યોગમાં ૧૯૪૬ થી ૧૯૫૭ સુધી રહ્યા; તેઓને પોતાના આરાધ્યદેવ તરીકે સ્વીકાર્યા. પૂ. અંબાલાલભાઈની દશા કેવી થઈ છે તે પ.કૃ. દેવ ઉપરના એક પત્રમાં પોતે જણાવે છે કે – હે પ્રભુ પરમકૃપાળુનાથ ! પરમ પવિત્ર ગોપાંગનાઓ જેવી ચિત્તની વૃત્તિ ક્યારે થશે ? તેના જેવો શ્રીમદ્ શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ આત્માનો શ્રીમાન્ રાજચંદ્રજી પ્રભુ પ્રત્યે ક્યારે થશે ?.... શ્રીમાન પરમ પુરુષોત્તમ પ્રભુનું શરણ જ શ્રેષ્ઠ છે.... આમ અદ્ભુત ભાવો પોતાના અંતરના પ્રભુ પ્રત્યે જણાવ્યા છે. Ochiph Flacc આવા પૂ. અંબાલાલભાઈએ પ્રભુ પ્રત્યેની સમર્પણતાથી, તેમની પરમ આશ્રયભક્તિથી એવી સ્થિતિ પ્રાપ્ત કરી કે પોતાના અંતિમ સમયે, ગમે તેવી અસહ્ય વેદનીમાં પણ પોતે પોતાના અંતરાત્મા ભણી વળી અંતરમુખ થઈ ગયા ને વેદનીની ફરિયાદ કે તેવું કાંઈ જ કર્યું નહી ને પ્રભુમાં ચિત્તવૃત્તિ રાખીને અપૂર્વ એવું સમાધિમરણ પ્રાપ્ત કર્યું, આવા પૂ. અંબાલાલભાઈ પરમ ભક્તાત્માને શત શત વંદન કરીએ, મહેન્દ્રભાઈ ઉત્તમભાઈ ભાવનગરવાળા શ્રી વવાણીયા 15 120 1):13: _'); કે જ્ઞાતપુત્ર ભગવન્ ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિઘ્નો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદૃષ્ટિએ લાખો ગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. શાસનદેવી ! એવી સહાયતા કંઇ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, -ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. (અંગત) ૧. ૭૫૪ શ્રીમદ્ રાજચંદ્ર

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 408