Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
--
જે કે ધન કમાવા પરદેશ જવું એ વ્યવહારિક ફરજ છે છતાંય ભાગ્યવશાત કદાચ ઘરમાં પુષ્કળ ધન હોય તોય શું ? વળી પરદેશ જવામાં તે અનેક ફાયદા છે મહારાજ 9
તમે વાણીયા-વણીક મહાજન બોલવામાં બંધાઓ તો નહિ જ! હશે જવાદે એ વાત. તારા પિતા ગજશ્રેષ્ટિ વગેરે તારું કુંટુંબ મજામાં તે છે ને ?
બાપુ! આપના પસાયે બધુ કુટુંબ સુખ શાંતિમાં છે, આપના રાજ્યમાં અમને અશાંતિ ક્યાંથી હાય !”
“નગરના વ્યવહારી જનેમાં ગજશ્રેષ્ટિ મેટા શાહુકાર અને રાજ્યમાન્ય છે, બાપુ! સામા માણસનું મન જોઈ એને અનુકૂળ પ્રતિકુળ વાત કરવામાં ગજશ્રેષ્ટિ બહસ્પતિ સરખા છે. સારા નગરમાં એ પ્રતિષ્ઠિત છે, દત્ત શ્રેષ્ટિ પણ એમના જ પુત્રને?” સુમતિ મંત્રીએ રાજાને ઉદ્દેશીને કહ્યું,
“તમારું કથન બરાબર છે મંત્રીશ્વર ! શુરવીરતા જેમ ક્ષત્રીય કુળમાં પરંપરા ચાલી આવે છે તેવી રીતે વાક્પટુતા વણુક કુળમાં, તેઓ બહુ દીર્ઘ દૃષ્ટિ હોય છે, ધનાઢયમાં અગ્રેસર છતાં દત્તશ્રેષ્ટિ ધન કમાવા પરદેશ જાય છે અને પુષ્કળ ધન કમાવી લાવે છે, કેમ ખરૂ? કુબેર-- ભંડારીનીય સ્પર્ધા કરવી છે શું ?
“અરે! કુબેરભંડારીની સ્પર્ધા કરે એવા છતાંય આષાઢી મેઘના જેવા તેઓ ગંભિર પણ છેએમના ભંડારે ભરપૂર છતાં એમના પેટનું પાણીય હાલતું નથી. ધન જીરવવાની તાકાત તેમની અજબ છે, મહારાજ !? સુમતિ મંત્રીએ કહ્યું.
દેવ! પિતાની લક્ષ્મી હોવા છતાં બુદ્ધિમાન પુત્ર પરદેશગમન કરી વ્યાપાર વડે પોતાનું ભાગ્ય અજમાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com