Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 10
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પ્રતિદન આપનાં વિસ્તાર પામો.પ્રતિહારી રાજસભામાં શંખરાજની બિરૂદાવલી બેલતે પિતાનું મસ્તક નમાવી શંખરાજની આજ્ઞાની રાહ જોતો ઉભો રહ્યો. “કેમ શું અરજી કરવાની છે?” રાજાએ દ્વારપાલને પૂછયું, મહારાજ ! ગજ શ્રેષ્ઠીને કુમાર દત્ત આપના દર્શન કરવાને આવેલા છે. આપની શી આજ્ઞા છે ? પતિહારીએ અરજ ગુજરી, “આવવા દે.” રાજાએ આજ્ઞા આપી. દક્ષિણાર્ધ ભારતના મધ્યખંડમાં શ્રીમંગલ નામે દેશને વિષે શંખપુર નગર આવેલું છે. એ શંખપુર નગરના યુવરાજ શંખકુમાર રાજ્યાભિષેક થયા પછી વચમાં કેટલાક સમય પસાર થઈ ગયો, ગુણવાન, કાંતિમાન, બળવાન અને બુદ્ધિમાન શેખરાજને યુવાનીનો મદ છતાં અહંકાર નથી, બળવાન છતાં જે દુજને થકી સજનનું રક્ષણ કરવામાં પોતાના બળને ઉપયોગ કરે છે, નવીન યૌવન અને નવીન અસ્પૃદયવાળ છતાં જે પરરમણીઓથી પરાભુખ છે એ શંખરાજ એ દવસ સભા ભરીને બેઠો છે તેની આગળ પ્રતિહારી રાજાની આબાદિના ગુણગાન કરતે હાથ જોડી સ્તવના કરે છે ત્યાંથી આ વાર્તા આગળ વધે છે. પ્રતિહારીને આદેશ પામી હરખાતે હૈયે ને ઉભરાતે હદયે દત્તશેઠ રાજાની સભામાં પ્રવેશ કરતા શંખરાજની સન્મુખ અમુલ્ય ભેટ મુકી બે હાથ જોડી ઉભે રહો. નાના દત્ત શેઠના હૃદયમાં આજે હરખ સમાતો નહોતો. એની આંખે અમૃતના જાણે મેહ વરસાવતી હોય, પિતાના અન્નદાતા રાજાનું હિત કરવાની જ જેનામાં તમન્ના રહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 536