Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 10
________________ નિત્યની ક્રિયામાં ઉપયોગી હોવાથી તેને અભ્યાસ શ્રીજિનાજ્ઞાવર્તી ચતુર્વિધ સંઘમાં વધારે વ્યાપક અને સૌથી પ્રથમ સ્થાન લે, એ સર્વથા સુઘટિત છે. આજે એ ફરિયાદ છે કે પ્રતિક્રમણ સૂત્રોને અભ્યાસ વિદ્યાર્થીને નીરસ લાગે છે અને તેની ક્રિયા કંટાળાભરી જણાય છે. તેથી ધાર્મિક અભ્યાસક્રમમાં ફેરફાર તથા સુધારે થવો જોઈએ. આ ફરિયાદ સંબંધી જણાવવાનું કે શ્રી ગણધરભગવંતની કૃતિ રસપૂણ જ હોય. માત્ર તે રસનો આસ્વાદ અનુભવવા માટે આપણે પિતે તેને યોગ્ય બનવું જોઈએ–તેના અધિકારી બનવું જોઈએ. આ અધિકારીપણું જ્ઞાન અને શ્રદ્ધા ઉભયને માગે છે. જ્ઞાન ભાષાસંબંધી, સૂત્રરચના સંબંધી અને અથ ગાંભીયસંબંધી હોવું જોઈએ. શ્રદ્ધા રચયિતા સંબંપી, રચયિતાના વ્યક્તિત્વ અને ચારિત્રસંબંધી, રચયિતાની વિશાલ બુદ્ધિ અને અનંત કરુણાસંબંધી હોવી જોઈએ. પરંતુ અંગ્રેજી ભાષાના વધુ પડતા આદર અને બહુમાનથી આજની પ્રજાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન લગભગ ગુમાવ્યું છે. વળી થેડા અક્ષરેમાં ઘણું અર્થો સમાવી લેવાની શક્તિ ધરાવનારાં સૂત્રે અને તેની રચનાશલીની શ્રેષ્ઠતા નહિ સમજવાને કારણે, ઘણું શબ્દોમાં ઘેડે જ અથ કહેનારા એવા અન્ય વાંચનમાં શક્તિને ઘણે વ્યય થઈ રહ્યો છે. તથા જેના અભ્યાસથી એક જ જન્મમાં અનેક જન્મનાં કાર્ય સિદ્ધ થઈ શકે એવા અર્થો અને તત્ત્વથી ભરેલાં શાસ્ત્રોને છેડીને એક જ જન્મનાં તત્ક્ષણ પૂરતાં કાર્યની સંદિગ્ધ સિદ્ધિને બતાવનારા ગ્રંથોના વાંચનમાં જ સમય પસાર કરવાને આજનું માનસ ટેવાઈબયેલું છે. તેથી જ ગણધરરચિત સૂત્રો, તેની શૈલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68