Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 26
________________ એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે–પ્રમત્ત અવસ્થા ટળી નથી, ત્યાં સુધી ઉપયોગયુક્ત કિયાને છોડીને બીજું ધ્યાન પણ નથી. શ્રીજિનમતમાં વિહિત આવશ્યક આદિ ક્રિયાઓને છેડીને જેઓ ચિત્તનિરોધમાત્ર સ્વરૂપ ધ્યાનનું અવલંબન લે છે, તેઓનું ધ્યાન અને તેઓને પ્રશમ અંતનિલીન (ગુપ્ત) વિષમ જ્વરની જેમ ધ્યાન સિવાયના કાળે મિથ્યાત્વરૂપી પ્રકોપને પામ્યા સિવાય રહેતું નથી. જીવન્મુક્તિ અને વિદેહમુક્તિની વાતે અને તે માટે ચિત્તનિરોધરૂપ ધ્યાનને દીર્ઘકાલ પર્યન્ત અભ્યાસ કરવા છતાં આજે કેઈની પણ સાચી મુક્તિ થઈ દેખાતી નથી. તેવી જ રીતે જ્ઞાયકભાવ અને દ્રવ્યદૃષ્ટિની વાત અને તેનું આલંબન લેવા છતાં અને એ કેવળજ્ઞાન અને મોક્ષનું સાધન છે. એમ કહેવા છતાં મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદમાંથી એક પણ દેષ વાસ્તવિક રીતે હો હેવાનું જોવા મળતું નથી. એ વસ્તુ એમ સાબિત કરે છે કે—કેવળ ચિત્તનિરોધરૂપ ધ્યાન મુકિતનું સાધન બની શકતું નથી. પણ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને હઠાવનાર મનવચન-કાયાના પ્રશસ્ત વ્યાપાર, એ જ કમે ક્રમે પ્રાપ્ત દેને દૂર કરી, અંતે એક અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન અને મેક્ષને અપાવે તેવા અપ્રમત્તાદિ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવે છે. આ કાળમાં અને આ ક્ષેત્રમાં ધૃતિ, સંઘયણ આદિના અભાવે જે કેવળજ્ઞાન અને મુક્તિ નથી જ, અને તેનાં કારણરૂપ અપ્રમત્ત ઉપરનાં ગુણસ્થાનકેની હયાતી પણ નથી જ, તે પિતાની ભૂમિકાને ઉચિત એવી આરાધનામાં જ મગ્ન રહેવું–મક્કમ રહેવું અને તેનાથી ચલિત ન થવું, એ જ ખરો મુકિતને માર્ગ છે. ભગવાન મહાવીરના શાસનમાં સપ્રતિકમણુધર્મ. છદ્મસ્થને પ્રમત્ત અવસ્થાથી ઉપરની અવસ્થા જ્ઞાનીઓએ અંતમુહૂતથી અધિક કાળ ટકે તેવી જોઈ નથી, અને તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68