Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 36
________________ ૩૪ માનસિક ભંગ થાય છે, તેને અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર માનેલ છે, પણ અનાચાર કહેલ નથી, અતિક્રમાદિ દોષાનુ નિંદા, ગાઁ, આલેચના અને પ્રતિક્રમણ વડે શુદ્ધિકરણ થઈ શકે છે અને એ રીતે પ્રતિજ્ઞાનુ` નિહુણ થઈ શકે છે. દોષવાળું કરવા કરતાં ન કરવુ' સારું' એ વચનને જૈન શાસનમાં ઉત્સૂત્ર વચન તરીકે સએધવામાં આવ્યુ છે. કરવુ તેા શુદ્ધ જ કરવું, અન્યથા કરવું જ નહિ. એ વચન શાસ્ત્રકારોને માન્ય નથી, કારણ કે કેાઈ પણ ક્રિયા વિધિના રાગ અને અવિધિના પશ્ચાત્તાપપૂર્ણાંકના અભ્યાસથી જ શુદ્ધ થાય છે. અભ્યાસના પ્રારંભકાળમાં ભૂલ ન જ થાય એમ અજ્ઞાની જ માને, ભૂલવાળાં અનુષ્કાના કરતાં કરતાં જ ભૂલ વિનાનાં અનુષ્ઠાના થાય છે. સાતિચાર ધમ જ નિરતિચાર ધર્મનું કારણ અને છે. જેટલા જીવો આજ સુધી મેક્ષે ગયા છે, તે એ રીતે સાતિચાર ધર્મનું આરાધન કરીને નિરતિચાર ધમ પાળનારા થયા છે. દુન્યવી કળાઓના અભ્યાસમાં પણ એ જ નિયમ છે. ધકળાના અભ્યાસ એમાં અપવાદ બની શકે નહિ. શકા ૨: પાપનું પ્રતિક્રમણ કરીને ક્રી તે પાપનુ સેવન કરવું, એ માયાચાર નથી ? સમાધાન : પાપનું પ્રતિક્રમણુ કરીને ફરી તે પાપનુ સેવન કરવું તેટલા માત્રથી એ માયાચાર નથી, પર`તુ ફરી તે પાપનુ તે ભાવે સેવન કરવું એ માયાચાર છે. પ્રતિક્રમણ કરનાર વ * તે ભાવે એટલે ફરી કરવાના ભાવે અથવા ફરી પાપ કરીશું અને કરી મિથ્યા દુષ્કૃત દઇશું એવા ભાવે, તે માટે કહ્યું છે કે— મિથ્યા દુક્કડ દેષ્ઠ પાતિક, તે ભાવે જે સેવે રે; આવશ્યક સાખે તે પરગટ, માયામાસને સેવે રે. ઉ. શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસા ગાથાનું સ્તવન ઢાળ બીજી, ગા. ૧૭ Jain Education International -- For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68