Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001526/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BWANKHARIA & BRUS 117, CP Tank Road, BOMBA[g0 009 પ્રતિક્રમણની પવિત્રતા લેખકો પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણી પં. શ્રી ધુરંધરવિજયજી ગણી પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, એસ. વી. રોડ, ઈરલા, મુંબઈ-પ૬. એકે રૂપીઓ પચાસ પૈસા dicatione libral For Private & Personals Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, એસ. વી. રોડ, ઇરલા, મુંબઇ-૫૬. ત્રીજી આવૃત્તિ વિ.સ. ૨૦૩૩ ઇ. સ, ૧૯૭૭ સર્વ હક્ક સ્વાધીન મુદ્રક વિવેક મુદ્રણાલય, ૩૯૬, સ્વાતંત્ર્યવીર સાવરકર મા, પ્રભાદેવી, મુંબઇ-૨૫. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકમણની પવિત્રતા નિયુક્તિકાર શ્રુતકેવળી ભગવંત શ્રીભદ્રબાહુ સ્વામી આવશ્યક નિયુક્તિ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે – કેવળજ્ઞાનવડે અને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થે છે, તેને તીર્થકર કહે છે. તે તેમને વાગ છે અને તે વ્યકૃત છે.* જગતમાં પદાર્થો બે પ્રકારના છે –(૧) અનભિલાય, (૨) અભિલાણ. અનભિલાપ્ય એટલે કહી ન શકાય તેવા, અને અભિલાષ્ય એટલે કહી શકાય તેવા. તેમાં કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ છે -એક અપ્રજ્ઞાપનીય એટલે ન જણાવી શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જણાવી શકાય તેવા. (જે કહી શકાય તેવા હેવા છતાં તીર્થકરનું + આ ભાગ પહેલી અને બીજી આવૃત્તિમાં ઉપદ્યાત તરીકે હતે. केवलणाणेणत्थे, णाउं जे तत्थ पण्णवणजोगे। ते भासइ तित्थयरो, वयजोगसुयं हवइ सेसं ॥ – મા. નિ. . ૭૮ केवलज्ञानेनार्थान् ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः श्रोतृशक्त्यपेक्षया कथनास्तिान् तीर्थकरो भाषते । इहाऽर्थी द्विधा-अन भिलाप्या अभिलाप्याश्च, अभिलाप्या द्विधा-अप्रज्ञाप्याः प्रज्ञाप्याश्च, तत्रानभिलाप्यानामनन्ते भागे अभिलाप्याः, तेषामप्यनन्ते भागे प्रज्ञाप्यास्तेषामप्यनन्तમજ પૂર્વેષ દ્ધા ચારિતિ | – આવશ્યક દીપિકા ભા. ૧ લે. પૃ. ૩૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય મર્યાદિત હોવાના કારણે ન કહી શકાયા છે અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જે કહી શકાય તે.) તેમાં અનભિલાષ્યના અનંતમા ભાગે અભિલાખ છે, અભિલાષ્યના અનંતમા ભાગે પ્રજ્ઞાપનીય છે, અને પ્રજ્ઞાપનીયના અનંતમા ભાગે સૂત્રોમાં ગૂંથાયેલ છે. પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવા તે પ્રભુને વાગ્યેાગ છે, શ્રોતાઓના ભાવમૃતનું કારણ છે; તેથી તે દ્રવ્યશ્રત પણ કહેવાય છે. (પ્રજ્ઞાપનીય પદાર્થોને જણાવવા માટે બેલાતા શબ્દોનો સમૂહ તે પ્રભુનો લાગ છે.) તે શ્રતજ્ઞાનને અરિહંતે કઈ વિધિથી કહે છે? તેનું વર્ણન કરતાં તે મહાપુરુષ ફરમાવે છે કે – તપ, નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા અપરિમિત જ્ઞાની કેવળી ભગવંત ભવ્ય જીને બંધ કરવા માટે વચનરૂપી પુષ્પને વરસાદ વરસાવે છે. તેને ગણધર ભગવંત બુદ્ધિમય પટવડે ગ્રહણ કરીને સૂત્રરૂપે ગૂંથે છે. જિનેશ્વરનાં વચને સુખપૂર્વક ગ્રહણ અને ધારણ થઈ શકે તથા સુખપૂર્વક આપી અને લઈ શકાય તે કારણે પોતાનો કપ સમજીને ગણધરો તેને સૂત્રરૂપે રચે છે. કહ્યું છે કે – અરિહંત અર્થને કહે છે, શાસનના હિતને માટે ગણધર તેને નિપુણ રીતે સૂત્રમાં ગૂંથે છે, અને તેથી શ્રુત પ્રવર્તે છે.* - કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અરિહતેઓ સ્વમુખે કહેલું તથા નિપુણ બુદ્ધિના ધારક ગણધરેએ ભાવિશાસનના હિતને માટે સ્વયમેવ રચેલું શ્રુત શું છે? તેને ખુલાસો કરતાં કહ્યું છે કે – * अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तह ॥ –– મા. નિ. માથા ૧૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ સામાયિકથી માંડીને બિન્દુસાર (ચૌદમું પૂર્વ) પર્યત શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનને સાર ચારિત્ર છે, અને ચારિત્રને સારા નિર્વાણ (મક્ષસુખ) છે+ પ્રતિક્રમણ સૂત્રના રચયિતા કોણ? આપણે પ્રસ્તુત વિષય પ્રતિક્રમણ-સૂત્રને છે. પ્રતિક્રમણુસૂત્ર એ સામાયિકથી માંડી બિન્દુસાર પર્વતના શ્રુતજ્ઞાનને જ એક ભાગ છે. તેથી તેને અથથી કહેનારા અરિહંત ભગવંતે છે અને સૂત્રથી ગૂથનારા ગણધર ભગવંતો છે. એ જ વાતને સવિશેષ પ્રમાણિત કરવાને માટે અમે આવશ્યકસૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ, ચણિ અને ટીકાગ્રંથની કેટલીક હકીકત અહીં રજૂ કરીએ છીએ. આવશ્યક સૂત્ર કે જેનાં છ અધ્યયન છે અને જેનું પ્રથમ અધ્યયન સામાયિક છે, તે અથથી અરિહંતવડે પ્રકાશિત છે, એ વાત નિયુક્તિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીનાં વચનથી આપણે જોઈ આવ્યા. નિર્યુક્તિકાર પછી ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત થાય છે ભાષ્યકારનું આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયનની નિયુકિત ઉપર વિશેષાવશ્યક ભાષ્યના રચયિતા સમર્થ શાસ્ત્રકાર પુણ્યનામધેય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, અને તેના ઉપર વિશદ વૃત્તિના + सामाइयमाईयं, सुयनाणं जाव बिन्दुसाराओ। तस्स वि सारो चरणं, सारो चरणस्स निव्वाणं ॥ – મા. નિ. ગાથા ૧૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ રચયિતા માલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી છે. ગ્રંથના પ્રારંભમાં જ વૃત્તિકાર ફરમાવે છે કે – ચરણ-કરણ-ક્રિયાકલાપરૂપ વૃક્ષના મૂળસમાન સામાયિક અધ્યયનરૂપ અને શ્રુતસ્કંધરૂપ શ્રીઆવશ્યકસૂત્ર અર્થથી શ્રીતીથકરદેવેએ અને સૂત્રથી શ્રીગણધરભગવંતેએ રચેલું છે. એ સૂત્રની અતિશય ગંભીરતા અને સકલ સાધુ-શ્રાવકવર્ગની નિત્યની (ક્રિયામાં) ઉપયોગિતા જાણીને ચૂદ પૂધિર શ્રીભદ્રબાહસ્વામીએ આભિનિધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઇત્યાદિ પ્રસિદ્ધ ગ્રંથસ્વરૂપ નિયુક્તિ રચેલી છે.* ત્યારબાદ, ત્રણ પ્રકારના લેકેત્તર આગમમાં આવશ્યકસૂત્ર શેમાં અવતાર પામે છે? તેનું વર્ણન કરતાં ભાષ્યકાર મહર્ષિ સ્વયમેવ ફરમાવે છે કે – सुयओ गणहारीणं, तस्सिसाणं तहाऽवसेसाणं । एवं अत्ताणंतर-परंपरागमपमाणम्मि ॥ . अत्थेण उ तित्थंकरगणधरसेसाणमेवेदं । – . મ. માથા ૧૪૮-૧ આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે – લેકેત્તર આગમ ત્રણ પ્રકારનું છે –(૧) આત્માગમ, (૨) અનન્તરગમ (૩) પરંપરાગમ, શ્રીઆવશ્યક સૂત્ર સૂત્રથી * इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कंधरूपमावश्यकं तावदर्थतस्तीर्थंकरैः, सूत्रतस्तु गणधरैविरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधुश्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुस्वामिना एतद्व्याख्यानरूपा 'आभिणिबोहिअनाणं सुयनाणं चेव ओहिनाणं च' इत्यादि प्रसिद्धग्रंथरूपा નિર્યુક્તિઃ તા Page #7 -------------------------------------------------------------------------- ________________ મ ગણધરોને આત્માગમ છે, કારણ કે—તેઓએ જ સૂત્રથી રચના કરી છે; એટલે પોતાથી જ તે પ્રગટ થયું છે. તેમના શિષ્ય જ ખૂસ્વામી આદિને અનંતરાગમ છે; કારણ કેગણુધરાની પાસેથી તેમને સીધું મળે છે તથા તેના શિષ્ય પ્રભવસ્વામી, શષ્યભવસ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે; કારણ કે— આચાર્યાની પર પરાએ તેમને મળેલું છે. અર્થથી અનુક્રમે તીર્થ”કરીને આત્માગમ, ગણુધરાને અનંતરાગમ અને શેષ જ ભૂસ્વામી આદિને પર પરગમ છે, કારણ કે અંના પ્રથમ ઉત્પાદક શ્રીતીર્થંકરદેવા છે. ભાષ્યકાર પછી ત્રીજો નંબર આવે છે, ચાણકારના ઉલ્લેખને આવશ્ય*સૂત્ર કાનાવડે રચાયું છે? એના ઉત્તર આપતાં આવશ્યકસૂત્રની ચાણના રચયતા કમાવે છે કે : —( પ્રશ્ન ) સામાયિક કાણે કર્યું ? (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવતાએ અને સૂત્રની અપેક્ષાએ શ્રીગણધર ભગવ તાએ. સામાયિક અધ્યયનને આવશ્યકસૂત્રમાં પ્રથમ સ્થાન કેમ? તેને ખુલાસા કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી આદિ મહર્ષિઓએ ફરમાવ્યું છે કે સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચ િશતિસ્તવ આદિ તેના જ ભેદ હાવાથી સામાયિકને પ્રથમપણ' છે.+ * केण कर्यं सामायिक ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं । + तत्र प्रथममध्ययनं - सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां च तद्भेदत्वात् प्राथम्यमस्येति । Page #8 -------------------------------------------------------------------------- ________________ ચણિકાર પછી ટીકાકારોમાં–આવશ્યક ઉપરની વિદ્યમાન ટીકાઓમાં પ્રથમ ટીકાકાર તરીકેનું સ્થાન આચાર્યપુંગવ શ્રીહરિભદ્રસૂરીશ્વરજીનું આવે છે. તેઓશ્રી આવશ્યકનિયુક્તિ ગાથા ૭૪ર ઉપર ટીકા કરતાં ફરમાવે છે કે – તીર્થકરદે કૃતકૃત્ય હોવાથી સામાયિક અધ્યયનને તેમ જ બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનને શા માટે કહે છે? તેનું સમાધાન એ છે, કે તીર્થકર નામકમમેં પૂર્વે ઉપાર્જન કર્યું છે, તેને મારે ભેગવવું જોઈએ, તેમ જાણીને શ્રી તીર્થંકરદેવ સામાયિક અને બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનેને કહે છે.* એ જ વાતને વિશેષાવશ્યકના ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તથા આવશ્યકના ટીકાકાર મહર્ષિ શ્રીમલયગિરિજી મહારાજ સ્વરચિત ટીકાઓમાં અક્ષરશઃ પ્રતિપાદન કરે છે. આ રીતે નિયુક્તિકાર, ભાગ્યકાર, ચર્ણિકાર અને ટીકાકારોના સ્પષ્ટ ઉલેખે મળતાં આવશ્યકસૂત્ર અને તદન્તગત સામાયિક અને પ્રતિક્રમણ આદિ અધ્યયનના રચયિતા તીર્થકરના આદ્ય तित्थयरो किं कारणं, भासह सामाइयं तु अज्झयणं । तित्थयरनामगोतं, कम्मं मे वेड्यव्वं ति ॥ – બ. નિ. નાથા –૭૪૨ टीका-तीर्थकरणशीलस्तीर्थंकरः, तीर्थ पूर्वोक्तं, स किं कारणंकिं निमित्तं भाषते सामायिकं त्वध्ययनं ? तु शब्दादन्याध्ययनपरिग्रहः, तस्य कृतकृत्यत्वादिति हृदयम्, अत्रोच्यते-तीर्थंकरनामगोत्रं, तीर्थकरनामसंज, गोत्रशब्दः संज्ञायाम्, कर्म मया वेदितव्यमित्यनेन कारणेन માતે, રૂતિ થાઃ | Page #9 -------------------------------------------------------------------------- ________________ શિષ્યા, મીજબુદ્ધિના સ્વામી અને ચતુર્થાંશપૂર્વ ની લબ્ધિને ધારણ કરનાર ગણધર ભગવંતા છે, એ વાતમાં લેશ પણ સંશય રહેતા નથી. અને તેથી પ્રતિક્રમણસૂત્રોનું મહત્ત્વ જૈન સંઘમાં આટલું ભારે કેમ છે? તથા જૈન સંઘમાં તેના પ્રત્યેના આદરભાવ એકસરખા કેમ ટકી રહેલ છે? તેનુ સ્પષ્ટીકરણ આપોઆપ થઈ જાય છે. સાથેાસાથ એ પ્રશ્નના ખુલાસા પણ થઈ જાય છે કે—પૂર્વાચા મહર્ષિઓ-વિરચિત સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચાણું અને ટીકા એ પાંચે ય શાસ્ત્રનાં અગા અસ્ખલિત રીતે જે સંઘમાં જળવાઈ રહ્યાં છે, તે સંઘના હિતસ્ત્રી પુરુષો જૈન સંઘના અભ્યુદય માટે ધાર્મિક અભ્યાસક્રમમાં સૌથી પ્રથમ સામાયિક-પ્રતિક્રમણનાં સૂત્રો ભણાવવાના આગ્રહ શા માટે ધરાવે છે. આવશ્યક સૂત્રોના મહિમા— અનન્તજ્ઞાની શ્રીઅરિહંત દેવના મુખકમળમાંથી નીકળેલાં અને બુદ્ધિનિધાન શ્રી ગણધરદેવાએ સંઘના હિત માટે એક અંતર્મુહૂતમાં જ રચેલાં સૂત્રાની અંતર્ગત શ્રીઆવશ્યક અને શ્રીઆચારાંગાદિ સૂત્રના મહિમા તથા તેનું અર્થગાંભી ખીજા બધાં શાસ્ત્રો કરતાં અધિક હાય, તે સહજ છે. સૂત્રરચનાની અપેક્ષાએ, અર્થા-ગાંભીયની આપેક્ષએ, સૂત્ર અને અર્થ તદુભયના વૈશિષ્ટયની અપેક્ષાએ ગણધરચિત કૃતિઓનું મૂલ્ય સૌથી અધિક છે. એ દષ્ટિએ પ્રતિક્રમણસૂત્રો અને તેને અભ્યાસ ચતુર્વિસ ધને મન અધિક આદરપાત્ર રહે, એમાં લેશ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ગણધરરિચત શ્રીઆચારાંગસૂત્ર આદિ અન્ય રચનાઓ કેવળ મુનિગણુને ચેાગ્ય અને તે પણ અધિકારી અને પાત્ર જીવાને યેાગ્ય હાઈ શ્રીઆવશ્યકસૂત્રનું સ્થાન તેનાથી વધારે વ્યાપક છે; કારણ કે તેને અધિકારી ખાળ, બુધ અને મધ્યમ એ ત્રણે પ્રકારના વ છે. ત્રણે પ્રકારના સાધુ અને શ્રાવક વર્ગને તે સૂત્રો Page #10 -------------------------------------------------------------------------- ________________ નિત્યની ક્રિયામાં ઉપયોગી હોવાથી તેને અભ્યાસ શ્રીજિનાજ્ઞાવર્તી ચતુર્વિધ સંઘમાં વધારે વ્યાપક અને સૌથી પ્રથમ સ્થાન લે, એ સર્વથા સુઘટિત છે. આજે એ ફરિયાદ છે કે પ્રતિક્રમણ સૂત્રોને અભ્યાસ વિદ્યાર્થીને નીરસ લાગે છે અને તેની ક્રિયા કંટાળાભરી જણાય છે. તેથી ધાર્મિક અભ્યાસક્રમમાં ફેરફાર તથા સુધારે થવો જોઈએ. આ ફરિયાદ સંબંધી જણાવવાનું કે શ્રી ગણધરભગવંતની કૃતિ રસપૂણ જ હોય. માત્ર તે રસનો આસ્વાદ અનુભવવા માટે આપણે પિતે તેને યોગ્ય બનવું જોઈએ–તેના અધિકારી બનવું જોઈએ. આ અધિકારીપણું જ્ઞાન અને શ્રદ્ધા ઉભયને માગે છે. જ્ઞાન ભાષાસંબંધી, સૂત્રરચના સંબંધી અને અથ ગાંભીયસંબંધી હોવું જોઈએ. શ્રદ્ધા રચયિતા સંબંપી, રચયિતાના વ્યક્તિત્વ અને ચારિત્રસંબંધી, રચયિતાની વિશાલ બુદ્ધિ અને અનંત કરુણાસંબંધી હોવી જોઈએ. પરંતુ અંગ્રેજી ભાષાના વધુ પડતા આદર અને બહુમાનથી આજની પ્રજાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન લગભગ ગુમાવ્યું છે. વળી થેડા અક્ષરેમાં ઘણું અર્થો સમાવી લેવાની શક્તિ ધરાવનારાં સૂત્રે અને તેની રચનાશલીની શ્રેષ્ઠતા નહિ સમજવાને કારણે, ઘણું શબ્દોમાં ઘેડે જ અથ કહેનારા એવા અન્ય વાંચનમાં શક્તિને ઘણે વ્યય થઈ રહ્યો છે. તથા જેના અભ્યાસથી એક જ જન્મમાં અનેક જન્મનાં કાર્ય સિદ્ધ થઈ શકે એવા અર્થો અને તત્ત્વથી ભરેલાં શાસ્ત્રોને છેડીને એક જ જન્મનાં તત્ક્ષણ પૂરતાં કાર્યની સંદિગ્ધ સિદ્ધિને બતાવનારા ગ્રંથોના વાંચનમાં જ સમય પસાર કરવાને આજનું માનસ ટેવાઈબયેલું છે. તેથી જ ગણધરરચિત સૂત્રો, તેની શૈલી, Page #11 -------------------------------------------------------------------------- ________________ તેની ભાષા તથા તેમાં ભરેલા મહાન અર્થોસંબંધી અભ્યાસમાં રસ ઉત્પન્ન થતું નથી. એ જ રીતે શ્રદ્ધા પણ આજે જે તે વ્યક્તિ ઉપર, જેની તેની બુદ્ધિ ઉપર મૂકવાને લેકમાનસ ટેવાઈ ગયેલું છે. તેવી દશામાં શુદ્ધ વ્યકિતત્વવાળા, શુદ્ધ ચારિત્રવાળા, વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કારણ કરુણાવાળા મહાપુરુષાએ મહાન પ્રોજનની સિદ્ધિ માટે જે સૂત્રો અને જે ક્રિયાઓ બતાવ્યાં છે, તેને અભ્યાસમાં કંટાળો, પ્રમાદ કે આળસ અનુભવાય તે પણ સહજ છે. આવશ્યકસૂત્રોની ભાષા સર્વશ્રેષ્ઠ છે, અથ ઘણું ગંભીર છે, રચના સર્વમંત્રમય છે, એ જાતિનું જ્ઞાન અને રચયિતા સર્વશ્રેષ્ઠ ચારિત્રસંપન્ન, સર્વોત્તમ બુદ્ધિના નિધાન, અને કેત્તર કરુણાના ભંડાર છે. એ જાતિની શ્રદ્ધા થયા પછી આવશ્યક સૂત્રોના અભ્યાસમાં તથા શાસ્ત્રોકત વિધિ અનુસાર નિત્ય પ્રતિક્રમણની ક્રિયામાં રસ ઉત્પન્ન ન થાય, તે બનવાજોગ નથી. બલકે બીજા બધા અભ્યાસે અને બીજી બધી ક્રિયાઓના રસ કરતાં તેને રસ ચઢી જાય તે છે, એ અનુભવ અવશ્ય થાય છે. તત્ત્વજ્ઞાનના ગ્રંથને અભ્યાસ પ્રથમ કેમ નહિ? આવશ્યક સૂત્રને અભ્યાસ કેવળ ક્રિયા કરનારાઓને ઉપયોગી છે. પણ જ્ઞાનની ઝંખનાવાળાને તેમાંથી કાંઈ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એવી પણ એક ફરિયાદ કરવામાં આવે છે. તેને ઉત્તર નિયંતિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામી પોતે જ નિર્યુક્તિની ગાથાઓમાં સચોટ રીતે આપે છે. સઘળાએ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને સઘળાયે ચારિત્રનો સાર મેક્ષ છે. એ જિનશાસનને મુદ્રાલેખ છે. જે જ્ઞાનની પાછળ ચારિત્રને Page #12 -------------------------------------------------------------------------- ________________ હેતુ નથી, તે જ્ઞાન નહિ પણ એક પ્રકારનું અજ્ઞાન છે; પ્રકાશ નહિ પણ એક પ્રકારને અંધકાર છે. જે ચારિત્રની પાછળ મેક્ષનું સાધ્ય નથી, તે ચારિત્ર નહિ પણ એક પ્રકારનું કાયકષ્ટ છે, ગુણ નહિ પણ ગુણભાસ છે. મેક્ષ એજ સર્વ પ્રજનનું પ્રજન છે, સર્વસાધ્યનું સાધ્ય છે. મેક્ષનું સાધન છે, માટે જ ચારિત્ર આદરણીય છે. મેક્ષના સાધનનું સાધન છે, માટે જ જ્ઞાન આદરણીય છે. જ્ઞાન એ ચારિત્રનું સાધન બને નહિ, અને ચારિત્ર એ મેક્ષનું સાધન બને નહિ, તે શાસ્ત્રકારોની દષ્ટિએ એ બને નિષ્ફળ છે, નિરર્થક છે, હાનિકર છે. એ દૃષ્ટિને ખ્યાલમાં રાખીને જ્ઞાનને અને ક્રિયાને વિચાર કરવાનું છે. પ્રતિક્રમણની ક્રિયા અને તે માટેનું જ્ઞાન, તત્વજ્ઞાનના અર્થને નિરર્થક લાગતું હોય તે તે તત્વજ્ઞાનને સાચે અથ જ નથી, પરંતુ તત્વજ્ઞાનના નામે કઈ જુદું જ જ્ઞાન મેળવવાને પિપાસુ છે, જે જ્ઞાન શાસ્ત્રકારની દષ્ટિએ કેવળ બેજારૂપ, પ્રમાદને પષવારૂપ કે અહંકારાદિની વૃદ્ધિરૂપ બનવાનો માટે સંભવ છે, અથવા તે તેનાથી તેને કઈ પણ આત્મિક પ્રયજન સિદ્ધ થાય તેમ નથી. શ્રી જિનશાસનમાં કિયા માટે જ જ્ઞાન છે. જ્યાં કિયાની જરૂર નથી ત્યાં જ્ઞાનની જરૂર નથી. અથવા દયા માટે જ્ઞાન છે, તેથી જ્યાં દયાની જરૂર નથી ત્યાં જ્ઞાનવૃદ્ધિની જરૂર નથી. દયાની રૂચિથી વિહીનને જ્ઞાન અધિક નિર્દય બનાવે છે, તેમ કિયાની રૂચિથી વિહીનને જ્ઞાન અધિક નિષ્ક્રિય (પ્રમાદી) કે અધિક અસલ્કિય (પાપપરાયણ) બનાવે છે. પામ ના તો પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા. એ શાસ્ત્રવચનને મર્મ દયા કે અહિંસાને પાછળ રાખવા માટે નથી, પણ અધિક પુષ્ટ કરવા માટે છે. દયા એ સાધ્ય છે અને જ્ઞાન તેનું સાધન છે. સાધ્યની સિદ્ધિ માટે સાધનની જરૂર છે, સાધ્યને ભૂલી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ જવા માટે નહિં. સાધ્યને ભૂલી ગયા પછી સાધન એ સાધન જ રહેતું નથી. દયાને પુષ્ટ બનાવવા માટે જ્ઞાનને ભા. અહિંસાને દૃઢ બનાવવા માટે જ્ઞાનને આદર આપેા. એ અહીં તાત્પ છે. દયાના આદર્શ રાખીને જ્ઞાનને ભણવાનું છે. યાને છેડીને જ્ઞાન ભણવાના ઉપદેશ નથી. અહીં દયા એ ચારિત્રનું ઉપ લક્ષણ છે. એ જ વાત ક્રિયા માટે છે. ક્રિયાને ટકાવવા માટે જ્ઞાન ભણા. ક્રિયા વિના કે ચારિત્ર વિના માક્ષ નથી, માટે એવું જ્ઞાન ખૂબ ભણા કે—જેથી ચારિત્ર અને ક્રિયા સુદઢ થાય, પ્રતિક્રમણની ક્રિયા પણ ચારિત્રની શુદ્ધિ માટે છે. જેમ ચારિત્ર વિના મેાક્ષ નથી, તેમ પ્રમાદગ્રસ્ત અને દાષાથી ભરેલા જીવાને, એ દાષાની વારંવાર શુદ્ધિરૂપ પ્રતિક્રમણ કર્યા વિના ચારિત્ર પણ નથી. જૈન શાસ્ત્રકારાના એ ભારપૂર્વક ઉપદેશ છે કે કેવલ ભાવનાથી કે કેવળ તત્ત્વજ્ઞાનના બળથી કાઈ જીવાના મેાક્ષ થયા નથી, થતા નથી, કે થવાના નથી. સદ્ગતિ કે મોક્ષના મુખ્ય આધાર એકલું જ્ઞાન નહિ પણ જ્ઞાનયુક્ત ક્રિયા છે. જ્ઞાન તા કેવળ ક્રિયાને ઉત્તેજક તથા શુદ્ધ કરનાર છે. જે જ્ઞાનથી તે કાર્યં ન થઈ શકે તે જ્ઞાન વાંઝિયું છે, નિષ્ફળ છે. શૂન્યવત્ છે. જ્ઞાનસ્ય વિરતિઃ પ્ર. ૬, ૧૧, ૭૨ | નિયુક્તિકાર શ્રીભગવાન ભહુસ્વામી ફરમાવે છે કેઃ— શ્રુતજ્ઞાનમાં થતા જીવ જો તપ અને સયમમય ચેાગેને કરવાને અસમર્થ હોય તે તે મેસને પામતા નથી. આગળ ચાલતાં તેઓશ્રી ક્માવે છે કે:— જ્ઞાનરૂપી નિર્યામક પ્રાપ્ત કરવા છતાં જીવરૂપી પાત ( નાવ ), તપસંયમરૂપી પવન વિના, સ`સારસમુદ્રના પારને–મુક્તિસ્થાનને પામી શકતા નથી. સ'સારસાગરને વિષે મનુષ્યભવ આદિ સામગ્રી પામીને, કાંઈક ઊંચા આવ્યા પછી, અને ઘણું જાણવા છતાં જો ચારિત્રગુણથી હીન રહ્યો, તે। કી મૂડી જઈશ. ચારિત્રગુણથી Page #14 -------------------------------------------------------------------------- ________________ હીનને ઘણું પણ જ્ઞાન આંધળાની આગળ લાખો અને ક્રો દીપકની જેમ શું ફળ આપશે? ચારિત્રયુક્તને મળેલું ઘેટું પણ શ્રુત ચક્ષુસહિતને એકાદ પણ દીપકની જેમ પ્રકાશ કરનારું થાય છે. ચંદનના ભારને વહન કરનાર ગર્દભ ભારને ભાગી થાય છે, પણ ચંદનની સુગંધને ભાગી થતું નથી, તેમ ચારિત્રથી હીન એ જ્ઞાની જ્ઞાનને (એટલે જ્ઞાન ભણવાથી ઉત્પન્ન થયેલા કલેશને) ભાગી થાય છે, પણ સુગતિને ભાગી થતું નથી, જ્ઞાન સાથે ક્રિયાને સંગ થવાથી મોક્ષ થાય છે, પણ એકલા જ્ઞાનથી નહિ. જેમ એક ચકવડે રથ ચાલતું નથી પણ બે ચક્રવડે ચાલે છે, અથવા જેમ આંધળે અને પાંગળે સાથે મળીને ઈષ્ટ સ્થાને પહોંચે છે, તેમ જ્ઞાન અને ક્રિયા સાથે મળીને જ મોક્ષને સાધે છે, એકાકીપણે નહિ જ, જેમ ઘરની શુદ્ધિ કરવી હોય તે દીપકને પ્રકાશ જોઈએ, જૂના કચરાને કાઢવો જોઈએ અને નવા આવતા કચરાને કો જોઈએ. તેમ જીવની શુદ્ધિમાં જ્ઞાન એ દીપકની જેમ પ્રકાશ કરનારું છે, અને ક્રિયા કે જે તપસંયમ ઉભય સ્વરૂપ છે, તે અનુક્રમે કમરૂપી કચરાને કાઢનાર છે તથા નવાં આવતાં કમરૂપી કચરાને રેકનાર છે. આ રીતે મોક્ષમાર્ગમાં કિયા એ મુખ્ય ઉપકારક છે અને જ્ઞાન એ તેનું એક સાધનમાત્ર છે. તેથી તપ-સંયમરૂપી ક્રિયાને પુષ્ટ અને શુદ્ધ કરનાર પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયા અને તેને લગતાં સૂત્રોનું અધ્યયન-અધ્યાપન એ મોક્ષમાર્ગનું અનિવાર્ય અંગ છે. પહેલું તત્ત્વાર્થાધિગમસૂત્ર કે પહેલું પ્રતિકમણુસૂત્ર? મુકિતમાર્ગે પ્રયાણ કરવા ઈચ્છનાર મુમુક્ષુ આત્માને સૌથી પ્રથમ અધ્યયન તત્ત્વજ્ઞાનના ગ્રંથનું કરાવવું? કે ક્રિયાપ્રધાન Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩ સૂત્રાનું કરાવવુ? એ પ્રશ્ન ઘણા વિચારણીય છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રથમ અધ્યયન મુખ્યત્વે ક્રિયાપ્રધાન સૂત્રાનું કરાવવામાં આવે છે. તેથી વિરુદ્ધ દિગમ્બર સંપ્રદાયમાં (તત્ત્વાર્થસૂત્ર જેમાં મુખ્ય છે એવા) તત્ત્વજ્ઞાનપ્રધાન ગ્રંથોનું કરાવવામાં આવે છે. મુતિમામાં બન્ને ય વસ્તુ ઈષ્ટ હાવા છતાં, એકાકીપણે અન્ને નિષ્ફળ છે, એ વાત આપણે ઉપર જોઈ આવ્યા છીએ. હવે જ્યારે ક્રમના જ વિચાર કરવા છે, ત્યારે સૌથી પ્રથમ જ્ઞાનને મુખ્યતા આપવી કે ક્રિયાને ? એ પ્રશ્ન આવીને ઊભે રહે છે. સર્વજ્ઞ, ભવભીરુ અને ગીતા શ્વેતામ્બર મર્ષિએ પાસે પંચાંગીસમેત સમસ્ત શ્રુતજ્ઞાનના વારસો હાવાથી તેના મન્થનસ્વરૂપ તેઓએ ક્રિયાપ્રધાન સૂત્રાનાં અધ્યયનના જ ક્રમ પસંદ કર્યાં છે, અને પોતાના અનુયાયીઓનું જીવન તદ્દનુસાર ઘડવાને માટે જ મુખ્ય પ્રયાસ કર્યાં છે. એનું પિરણામ આજે પ્રત્યક્ષ રીતે એ જોવા મળે છે કે શ્વેતામ્બર સંપ્રદાયમાં દોષની શુદ્ધિ માટેની પ્રતિક્રમણુરૂપી આવસ્યક ક્રિયા પ્રતિદિન ચાલુ છે. પ્રતિદિન નહિ કરી શકનાર પ્રતિપક્ષ, પ્રતિચાતુર્માસ અને છેવટે પ્રતિવષ એક વાર તે અવશ્ય કરે જ છે, તેથી સંધવ્યવસ્થા જળવાઈ રહે છે; પાપથી પાછા હઠવારૂપી કર્તવ્યના અમલ કરવા માટેની સમગ્ર સંઘની ધર્મભાવના ટકી રહે છે; સમાન સૂત્રો વડે સૌ કોઇને તે ક્રિયા કરવાની હાવાથી સકલ સોંઘ ( પછી તે દ્રવ્યની અપેક્ષાએ સાધુ–સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ હા, અથવા ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ દેશમાં વસનારા હા, અથવા નયની અપેક્ષાએ માળ, વૃદ્ધ, યુવાન કે પ્રૌઢ વયે પહોંચેલા હા, અથવા ભાવની અપેક્ષાએ બહુગુણી, અલ્પશુણી, મધ્યમગુણી કે સામાન્યગુણી હા–સૌ કાઇ) પોતાને લાગેલા દાષાની શુદ્ધિ કરવારૂપ ક્રિયાના આરાધક મનીને યુતિને સાધવા માટે શક્તિમાન થાય છે. ક્રિયાપ્રધાનતાના આ મહાન લાભ છે, એવા Page #16 -------------------------------------------------------------------------- ________________ १४ ક્રિયાપ્રધાન સંઘમાં જેટલું જ્ઞાન વધતું જાય તેટલું લાભદાયી છે, શણગારરૂપ છે, શોભારૂપ છે, કુગતિના માર્ગને કાપનારું છે. એથી વિરૂદ્ધ જ્યાં કિયા મુખ્ય નથી મનાઈ અને જ્ઞાન જ મુખ્ય મનાયું છે, ત્યાં જ્ઞાન વધવા છતાં મેટે ભાગે અહંકારની વૃદ્ધિ, કિયાની ઉપેક્ષા, પ્રમાદની પુષ્ટિ અને આલસ્યનો આદર થતું જાય છે. પરિણામે આત્માની અધોગતિ અને સ્વેચ્છાચારની પરંપરા વધે છે. અનાદિ કાળથી જીવને સ્વેચ્છાચારે વિહરવાની અને સ્વછંદાચારે ચાલવાની કુટેવ છે. તે કુટેવથી ટેવાયેલા જીવને જ્ઞાનની વાત મીઠી લાગે છે અને કિયાની વાત કડવી લાગે છે. પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓની દષ્ટિએ તેવા પુરુષની દશા– જેસે પાગ કેઉ શિર બાંધે, પહિરન નહિ લગેટી; સગુરુ પાસ કિયા બિનુ સીખે, આગમ બાત હું બેટી (– ઉપા. શ્રીયશવિજયજી. ગુ. સા. સં. ભા. ૧ લે, પૃ.૧૬ર, ગા. ૬) તેના જેવી થાય છે. નીચેનું અંગ ઢાંકવા માટે જેની પાસે એક નાની લટી પણ નથી, તે મસ્તક ઉપર મોટી પાઘડી બાંધી બજારમાં થઈને નીકળે તે હાસ્યાસ્પદ જ બને. તેની જેમ લાગેલાં પાપનું શુદ્ધિકરણ કરવા જેટલી સ્વ૯૫ કિયા પણ જેણે રાખી નથી, તે જ્ઞાનની અને શાસ્ત્રની મોટી મોટી વાત કરે તે તે વાત કરવા માત્રથી તેની શુદ્ધિ કે સદ્ગતિ થઈ શકતી નથી. જેઓ પ્રતિકમણની ક્રિયાને આ દૃષ્ટિએ વિચારી શકે છે, તેઓને એ ક્રિયા માટેનાં અલ્પ પણ અત્યંત જરૂરી એવાં સૂત્રો ભણવા માટે અરુચિ કે કંટાળો થવાને લેશ પણ સંભવ નથી. ઊલટું, આટલાં અ૫ સૂત્રોમાં આવી મહાન કિયાને ચતુવિધ સંઘના હિત માટે ઉતારી આપનાર, અપૂર્વ રચનાશક્તિ ધારણ કરનારા ગણધરભગવંતના જ્ઞાન અને કરુણા ઉપર અત્યંત Page #17 -------------------------------------------------------------------------- ________________ પ હુમાન થવાને સંભવ છે, અને એ સૂત્રોનાં અધ્યયન અને એના આધારે થતી વિધિયુક્ત પ્રતિક્રમણની ક્રિયાનાં વિધાનેાને આજપર્યંન્ત આપણા સુધી પહોંચાડનાર શ્રદ્ધાસ’પન્ન ચતુવિધ સંઘની અવિચ્છિન્ન પર પરાના ઉપકાર આપણા લક્ષ્યમાં આવવાની સંભાવના છે. આથી ફલિત થાય છે કે, તત્ત્વજ્ઞાનનાં સૂત્રોનું અધ્યયન કરાવતાં પહેલાં ક્રિયાપ્રધાન સૂત્રોનું અધ્યયન થાય તે મેાક્ષમાગ માં અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પ્રમાદ છે, ત્યાં સુધી પ્રતિક્રમણની જરૂર છે, પ્રતિક્રમણના અર્થ સ્પષ્ટ કરવાના પ્રસ ંગે શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કેઃ— પ્રમાદના વશથી પેાતાનુ સ્થાન છેડીને પરસ્થાનને પામેલે જીવ પાછે સ્વસ્થાને આવે, તેને પ્રતિક્રમણ કહે છે, પેાતાનું સ્થાન એટલે પોતે પ્રાપ્ત કરેલ ધર્મસ્થાન અથવા ગુણસ્થાન, પ્રાપ્ત ધર્મસ્થાનથી કે ગુણસ્થાનથી જીવને ભ્રષ્ટ થવાનું કોઈ પણ કારણ હોય તેા પ્રમાદદેષની આધીનતા છે. જીવન એ પ્રમાદર્દોષ સાતમા અને તેના ઉપરના ગુણસ્થાને પ્રાપ્ત થયા પહેલાં સર્વથા ટળતા નથી. ગુણસ્થાનાનું આ સ્વરૂપ જેએ જાણતા નથી, તે આત્મજ્ઞાનના નામે, બ્રહ્મવિદ્યાના નામે કે સ્વરૂપરમણતાના નામે એક પ્રકારની ભયંકર ભ્રમણાના ભાગ થઈ પડે છે, કે જે મુક્તિમાર્ગમાં એક મેટામાં મેટુ ભયસ્થાન છે. આ વિષયમાં શ્વેતામ્બર દિગમ્બર ઉભય શાસ્ત્રકારોએ એકસરખી ચેતવણી આપી છે. જીવની ઉત્ક્રાન્તિમાર્ગના સાપાન તરીકે અને * स्वस्थानाद् यत्परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥ १ ॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ ય શાસ્ત્રોમાં ચૌદ પ્રકારનાં ગુણસ્થાને વર્ણવ્યાં છે, તે અનુસાર જ્યાં સુધી જીવ મિથ્યાત્વદોષને પરવશ છે, ત્યાં સુધી તે પહેલા ગુણસ્થાનથી ઉપર જઈ શકતું નથી. જ્યાં સુધી અવિરતિના દેષને પરવશ છે, ત્યાં સુધી ચેથા ગુણસ્થાનથી ઉપર ચઢી શકતે નથી અને જ્યાં સુધી પ્રમાદષને વશ છે, ત્યાં સુધી તે છઠ્ઠા ગુણસ્થાનની આગળ વધી શકતું નથી. વર્તમાનમાં કાળ અને ક્ષેત્ર તથા જીવની વૃતિ અને સંઘયણના દે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનથી ઉપરનાં ગુણસ્થાન માન્યાં નથી. સાતમ ગુણસ્થાનને સઘળે કાળ એકત્ર કરવામાં આવે તો પણ તે એક અંતમુહૂર્તથી અધિક થઈ શકતું નથી. જીવને વધુમાં વધુ કાળ પ્રમત્ત નામના છઠ્ઠા અને તેથી પણ નીચેનાં ગુણસ્થાને એ જ પસાર થાય છે, એ સ્થિતિમાં એનું રક્ષણ કરનાર કોઈ પણ હોય, તે તે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેયની પ્રતિપક્ષી ક્રિયાઓ જ છે. મિથ્યાત્વથી પ્રતિપક્ષભૂત સભ્યત્વ છે. તે ચતુર્થ ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. તેનું રક્ષણ કરનાર ક્રિયા દેવ-ગુરુસંઘની ભક્તિ અને શાસનેન્નતિની ક્રિયા છે. અવિરતિની પ્રતિપક્ષી વિરતિ છે, તે બે પ્રકારની છે અંશથી અને સવથી. અંશથી વિરતિને દેશવિરતિ કહેવાય છે, સર્વથી વિરતિને સર્વવિરતિ કહેવાય છે. દેશવિરતિનું રક્ષણ કરનાર ગૃહસ્થના ષકર્મ અને બાર વ્રત વગેરેનું પાલન છે. સર્વવિરતિનું રક્ષણ કરનાર સાધુની પ્રતિદિનસામાચારી અને પ્રતિકમણાદિ ક્રિયા છે. એ ક્રિયાઓના અવલંબન * देवपूजा गुरुपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥ १॥ (गुणस्थानक्रमारोह टीका) Page #19 -------------------------------------------------------------------------- ________________ १७ વિના તે તે ગુણસ્થાન ટકી શકતાં નથી. પ્રમત્ત ગુણસ્થાન પર્યાન્ત ક્રિયા વિના કેવળ ભાવથી, કેવળ ધ્યાનથી જ જેએ મેાક્ષને ઈચ્છે છે, તેઓ મિથ્યાત્ત્વમેાડુથી માહિત થયેલા છે, એમ જૈન શાસ્ત્રકારો દૃઢતાપૂર્વક માને છે. ધ્યાનમાં કે જ્ઞાનમાં તેએ ગમે તેટલા આગળ વધેલા (પેાતાને માનતા) હોય, તે પણ ભૂમિકાને ચિત એવી ક્રિયાથી વંચિત હાય, તે તેઓ પ્રથમ ગુણસ્થાનથી એક ડગલુ પણ આગળ વધ્યા નથી એમ માનવુ જોઇએ, કારણુ કે દોષની પ્રતિપક્ષી એવી ક્રિયાએ જ તે દોષોના નિગ્રહ કરી શકે છે. જૈનદર્શન આ કાળે અને આ ક્ષેત્રે કેવળજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિને નિષેધ કરે છે. એવા નિષેધ ઈતર દનામાં નથી, તેનુ કારણું આ ગુણુસ્થાનના ક્રમનું અજ્ઞાન છે. વાસનાક્ષય કે મનેાનાશ જીવન્મુક્તિ કે વિદેહમુક્તિ કયા ક્રમથી પ્રાપ્ત થઈ શકે છે, એનુ સ્ર`ગીન જ્ઞાન, યુક્તિયુક્ત જ્ઞાન, પ્રમાણભૂત જ્ઞાન આજે પણ જો કોઈ પણ ધર્માં શાસ્ત્રમાં પ્રાપ્ત થઈ શકતુ હોય તેા તે જૈનશાસ્ત્રામાં પ્રાપ્ત થઈ શકે છે. વાસના (મેાહ )ના સમૂલ નાશ ખારમા ગુણુસ્થાનક સિવાય થઈ શકતા નથી. દસમા ગુણસ્થાનક સુધી લાભના અંશ રહી જાય છે. અગિયારમા ગુણસ્થાનકે પણ તેની સત્તા છે. મનેાનાશ કેવળ તેરમા ગુણસ્થાનકે થઈ શકે છે અને તે જ જીવન્મુક્ત દશા છે. વિદેહમુક્તિ તે તેથી પણ આગળ વધ્યા પછી ચૌદમા ગુરુસ્થાનકના અંતે થાય છે. તે પહેલાં તેની કલ્પના કરવી અને કેવળ માનસિક આવેગે (મેન્ટલ કન્સેપ્શન્સ)ને જ મુક્તિ કે કૈવલ્ય કલ્પી લેવાં, એ ગભીર ગેરસમજ છે. એવા - આત્માઓના પ્રશમ અથવા ધારણા, ધ્યાન કે સમાધિ, એ શાસ્ત્ર કારોની દષ્ટિએ એક પ્રકારની માહુની મૂર્છા છે. ગુણસ્થાનકાની અપેક્ષાએ તેઓ પ્રથમ ગુણસ્થાનકથી સહેજ પણ આગળ વધ્યા નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૮ ભાવના એ જુદી વસ્તુ છે અને વસ્તુસ્થિતિ એ અલગ વાત છે. વસ્તુસ્થિતિની દૃષ્ટિએ સંસારી આત્મા એ કેવળ ચૈતન્ય એટલે ભાવનાનું પૂતળું નથી કે કેવળ જડકમ એટલે પુદૂગલની રચના નથી. કિંતુ જડકમ અને ચૈતન્યભાવનું સંમિશ્રણ છે. એ સંમિશ્રણ પણ કેવળ સયાગસંબંધરૂપ નથી, પણ કથ'ચિત્ તાદાત્મ્ય (અભેદ ) સંબંધરૂપ છે. એ સમધને જણાવવા માટે શાસ્ત્રોએ ક્ષીરનીર અને લેહાગ્નિન્યાય આગળ ધર્યાં છે. ક્ષીર અને નીર તથા લાડુ અને અગ્નિ પરસ્પર અલગ હેાવા છતાં જેમ એકબીજા સાથે પરસ્પર અનુવિદ્ધ થઈને મળી જાય છે, તેમ જીવ અને કર્માં પણ પરસ્પર અનુવિદ્ધ થઈને મળેલાં છે, એ મેળાપ જ્યાં સુધી અલગ ન થાય ત્યાં સુધી અન્ને ય પરસ્પરની અસરથી મુક્ત થઈ શકતાં નથી. જીવ ઉપર ની અસર છે અને ક ઉપર જીવની અસર છે. જીવની અસરથી પ્રભાવિત થઈને કના પુદ્ગલમાં જીવને સુખ-દુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને કુની અસર તળે આવીને જીવ વિવિધ પ્રકારનાં સુખદુ:ખ, અજ્ઞાન અને મેાડુના વિપાકા અનુભવે છે. આ વસ્તુસ્થિતિ જેએ જાણતા નથી અથવા વિપરીત રીતિએ જાણે છે, તે એકલી ભાવનાના બળથી કે કેવળ એકલી ક્રિયાના બળથી મુક્તિ મેળવવાના અશૂન્ય પ્રયાસ કરે છે. અધ્યાત્મ કે મેાક્ષના નામે વિવિધ પ્રકારના મતેાની ઉત્પત્તિ પણ આ વસ્તુસ્થિતિના અજ્ઞાનનું જ ફળ છે. કેટલાક કને વાસનારૂપ માને છે, કેટલાક અવિદ્યારૂપ માને છે, અને કેટલાક તેને કેવળ ભ્રમરૂપ માને છે. તેથી તેનુ નિવારણ કરવાના ઉપાય પણ તેવા જ પ્રકારના કુપે છે અને કેવળ માનસિક ઉપાયાથી તેના ક્ષય માને છે, પણ ક` કેવળ વાસના કે માનસિક ભ્રમણારૂપ નથી; પરંતુ એ ભ્રમણા પણ જેમાંથી જન્મે છે, તેવા પૌલિક Page #21 -------------------------------------------------------------------------- ________________ હ પદા અને તેની અસરરૂપ છે. તેથી તેનેા ક્ષય કેવળ માનસિક વિચારણા, કે કેવળ માનસિક ક્રિયાએથી થતા નથી, પણ જે જે દ્વારાથી તે પૌદગલિક મેાં આવે છે, તે તે દ્વારા બંધ કરી, આવતાં નવાં કર્યાં રેકી દેવાં અને પ્રથમનાં કર્માંને ક્ષય કરવા માટેના ઉદ્યમ પણ આવશ્યક છે. એ ઉદ્યમ જ્ઞાન અને ક્રિયા ઉભયના સ્વીકાર વડે થાય છે. સમ્યજ્ઞાનથી મિથ્યા ભ્રમ ટળે અને સમ્યક ક્રિયાથી પૌદ્ગલિક કમના અંધ શિથિલ થાય છે. પાપ ક્રિયાથી જેમ કર્મોના બંધ થાય છે, તેમ સવર અને નિરાસાધક ક્રિયાથી ક્રર્માના બંધ અટકે છે અને જૂનાં ક નષ્ટ થાય છે તથા અંતિમ કક્ષય પણ યાગનિરોધરૂપ ક્રિયાથી થાય છે. જ્ઞાનયિામ્યાં મોક્ષ:। એ સૂત્રનુ આ તાત્પ છે, જ્ઞાનાભ્યાસ વડે જીવ અને કમને યથાસ્થિત સુખ'ધ સમજાય છે અને તપ અને સંયમરૂપ ક્રિયાભ્યાસ વડે પૂર્વકમ ખપે છે, તથા આવતાં નવીન કમ રોકાય છે. કમને પૌગલિક માનવા છતાં જેએ તેને સંબંધ સક ચુકવત્ (સર્પની ઉપરની કાંચળીની જેવા ) કે ચન્દ્રાબ્રવત્ (ચંદ્રના ઉપર વાદળાની જેવા માને છે) અથવા કઈ એ પરદ્રવ્ય છે, તેથી જીવને કાંઈ કરી શકે જ નહિ એવા એકાંતવાદ અંગીકાર કરે છે, તેઓ જૈનમતના એક અશ માનવા છતાં અન્ય અ’શના અપલાપ કરે છે, તેથી જૈન નહિ પણ જૈનાભાસ અની જાય છે. ક્રર્માં ક્ષય કરવા માટે જે જાતિને ઉદ્યમ થવા જોઇએ, તે જાતિના ઉદ્યમ તેઓથી થઈ શકતા નથી. વસ્તુતઃ ક જીવને કેવળ અડીને રહેલાં નથી, પરંતુ પરસ્પર અનુવેધને પામેલાં છે. તેથી પુદગલની અસર તળે આવેલે જીવ કથ`ચિત્ જડસ્વરૂપ અનેલા છે. એની એ જડતા કેવળ અજ્ઞાનસ્વરૂપ છે એમ નથી પણ પ્રમાદરૂપ પણ છે. પ્રમાદ Page #22 -------------------------------------------------------------------------- ________________ અને અજ્ઞાન એ બને ય દોષ જીવ ઉપર એવી રીતે ચડી બેઠેલા છે કે જાણે આત્મા તસ્વરૂપ બની ગયા છે. તેમાં અજ્ઞાનદોષ કરતાં પણ પ્રમાદષનું જોર વધારે છે. તેથી જ અજ્ઞાનથી મુક્ત થયેલા એવા જ્ઞાની પુરૂષે પણ પ્રમાદને આધીન થઈ ક્ષણવારમાં નિગદમાં ચાલ્યા જાય છે, ગુણસ્થાનકના ક્રમ મુજબ અજ્ઞાનદોષ ચોથા ગુણસ્થાનકે ચાલ્યા જાય છે, જ્યારે પ્રમાદેદેષની સત્તા છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત રહેલી છે. જ્યાં સુધી એ પ્રમાદેદેષ રહેલે છે, ત્યાં સુધી વિરતિધર મુનિએ પણ એ પ્રમાદેદેષને દૂર કરનાર કિયાઓને આશ્રય ન લે અને માત્ર જ્ઞાનથી કે માત્ર ધ્યાનથી મુક્તિ મળી જશે એમ માની લે, તે તેઓ પણ સંસારમાં રૂલી જાય, એમ જૈન શાસ્ત્રો ફરમાવે છે. ગુણસ્થાનકકમારોહમાં છઠ્ઠા ગુણસ્થાનકની દશાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે જ્યાં સુધી જીવ પ્રમાદયુક્ત છે ત્યાં સુધી તેને નિરાલંબન ધ્યાન ટકી શકતું નથી, એમ જિનેશ્વર ભગવંતે કહે છે. [નિરાલંબન ધ્યાન એટલે ક્રિયાદિના આલંબન વિનાનું ધ્યાન.] પ્રમાદેદેષ ટળ્યા વગરને મુનિ આવશ્યક ક્રિયાને તજી કેવળ નિશ્ચલ ધ્યાનને આશ્રય લે, તે તે જૈન-આગમ જાતે જ નથી, અને મિથ્યાત્વથી મેહિત છે.+ [ નિશ્ચલ ધ્યાન એટલે ધ્યાન સિવાયની બીજી બધી ક્રિયાઓને ત્યાગ.]. * यावत्प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति । धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ॥ + प्रमाद्यावश्यकत्यागान्निश्चलं ध्यानमाश्रयेत् । ..योऽसौ नैवागमें जैन, वेत्ति मिथ्यात्वमोहितः॥ (જી. શ. માયા-૨૬-૨૦). Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ તે કારણે જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનાને ચેાગ્ય એવા ઉત્કૃષ્ટ ધર્મધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયા વડે પ્રાપ્ત દોષનુ નિકૃન્તન—દ્રીકરણ કરવું જોઈએ. પ્રમત્તને ક્રિયા એ જ ધ્યાન. શ્રીજિનમતમાં–ધ્યાન શબ્દના જુદા જુદા ત્રણ અર્થા કરવામાં આવ્યા છે. થૈ વિસ્તાયામ્। એ વ્યુત્પત્તિથી એકાગ્રે ચિત્તવૃત્તિના નિરોધ એ પણ ધ્યાન છે. તથા એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેગોના સુદૃઢ ઉત્કૃષ્ટ પ્રયત્ન અને તેના પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન છે. તે માટે શ્રીવિશેષાવશ્યક—મહાભાષ્યમાં ફરમાવ્યુ` છે કે— કેવળ ચિત્તવિરોધ માત્ર એ જ ધ્યાન નથી પણ ચેગાને સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન એવા મન-વચનકાયાના ચેાગાના નિરોધ એ પણ ધ્યાન જ છે.+ ધાતુના અનેક અર્થ થાય છે, એ કારણે ધ્યાન શબ્દ ચિત્તનિરોધ અર્થમાં જેમ વપરાય છે, તેમ ચેાનિરોધ એટલે મન— વચન-કાયા એ ત્રણેની દેષરહિત નિર્માળ પ્રવૃત્તિ, અને સર્વથા અપ્રવૃત્તિ, એ અર્થમાં પણ વપરાય છે. તેમાં સર્વથા ચેગિનરાધ ચૌદમા ગુણસ્થાને હાય છે. ચિત્તનિધ પ્રથમ ગુણસ્થાનકથી * તસ્માવાવ કુર્યાત્, પ્રાતો નિન્તનમ્। यावन्नाप्नोति सद्ध्यानमप्रमत्तगुणाश्रितम् ॥ (ગુ. . ગાથા—૩૬) + सुदढप्पयत्तवावारणं, णिरोहो व विजमाणाणं । झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तागं ॥ ३०७१ ॥ Page #24 -------------------------------------------------------------------------- ________________ શરૂ થઈ શકે છે. મન-વચન-કાયાના ચંગેનું પ્રયત્નપૂર્વક પ્રશસ્ત પ્રવર્તન છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવશ્યક છે. ત્યાર પછી બારમા સુધીનાં ગુણસ્થાનકેન કાળ અંતમુહૂર્તથી અધિક નથી. તેરમા ગુણસ્થાનકને કાળ દેશનપૂર્વકેટિ છે, પરંતુ ત્યાં ત્રણ પ્રકારનાં ધ્યાનમાંથી એક પણ પ્રકારનું ધ્યાન નથી. તે કાળને ધ્યાનતરિયા કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકે પણ ચિત્તનિરોધરૂપ ધ્યાન નથી પણ યોગનિરોધરૂપ ધ્યાન છે. એ દષ્ટિએ વિચારતાં જિનશાસનમાં યોગનિરોધરૂપ એ જ સૌથી મહત્ત્વનું અને સૌથી ચડી આતું ધ્યાન માનેલું છે. તેનાં સાધનરૂપ જે કઈ કિયા તે પછી નિરોધરૂપ છે કે નિરવદ્ય વ્યાપારરૂપ છે, તે પણ ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય, તે ઉભયથી સધાય છે. જેઓ ચિત્તવૃત્તિના નિરોધને જ કેવળ ધ્યાન કહે છે, તેઓ ધ્યાન શબ્દના અમને સમજ્યા નથી, કારણ કે ચિત્તવૃત્તિના નિષેધવાળું ધ્યાન તે સ્નાન, પાન, અર્થ, કામ આદિ સંસારવર્ધક અને કમબંધક ક્રિયાઓમાં પણ સંભવે છે, પરંતુ તે ધ્યાન આરૌદ્રસ્વરૂપ છે, ધર્મસાધક નથી. તેને પણ જે સાધક માનીએ તે માછલાં પકડવા માટે બગલાનું કે ઉંદર પકડવા માટે બિલાડીનું ધ્યાન પણ ઈષ્ટસાધક માનવું જોઈએ. પણ તેમ કઈ માનતું નથી. તેથી કેવળ ચિત્તવૃત્તિને નિરોધ ધ્યાનસ્વરૂપ બનતું નથી. કિંતુ, સંકિલષ્ટ ચિત્તવૃત્તિઓને નિરોધ એ વાસ્તવિક ધમસાધક ધ્યાન છે અને તે પણ એક પ્રકારના પ્રશસ્ત મને વ્યાપાર રૂપ છે. તેથી જ્યાં સુધી આત્માને પ્રમાદદોષ પ્રત્યે નથી, ત્યાં સુધી પ્રમાદ તરફ ધસી રહેલા મન-વચન-કાયાના વ્યાપારને રોકવારૂપ જે કઈ પ્રશસ્ત વ્યાપાર તે વાસ્તવિક ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય અને સંપૂર્ણ કર્મક્ષયને સાધક એવી જે શિલેશ અવસ્થા-ચતુર્દશ (ચૌદમું) ગુણસ્થાનક, તે તેનાથી ક્રમશઃ સિદ્ધ થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શકે શાહરુખ પૂ. ઉપાધ્યાય શ્રીયવિજયજી મહારાજ ફરમાવે છે કે – નિશ્ચય ધર્મ ને તેણે જાણ્ય, જે શેલેશી અંત વખાણે. ધમ અધમ તણે ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણુને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણે, કારજ-કારણ એક પ્રમાણે –સવાસે ગાથાનું સ્તવન. ઢાળ ૧૦ મી. ગાથા ૨-૩ ચિત્તનિરોધરૂપ કે નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિરૂપ ધ્યાન એ જ નિશ્ચયધર્મ છે અને તે જ એક કર્મક્ષય અને મોક્ષનું સાધન છે. એ એકાંતવાદ ધારણ કરનારને પૂ. ઉપાધ્યાયજી મહારાજ ઉત્તર આપે છે કે–મેક્ષનું અનંતર સાધન જે નિશ્ચયધમ તે તે શિલેશીને અંતે કહ્યો છે અને તે ધર્મ પુણ્ય-પાપ–ઉભયને ક્ષય કરી મોક્ષસુખને આપે છે. તેનાં સાધનરૂપ જે જે ધર્મો પિતપિતાના ગુણસ્થાનકને ઉચિત છે, તે પણ નિશ્ચયધમના કારણરૂપ હેવાથી ધર્મ છે. કાર્ય અને કારણ વચ્ચે કથંચિત્ એકતા હેવાથી બનેય પ્રમાણરૂપ છે. કાર્યની ઉત્પત્તિ તેના કારણથી થાય છે; તેથી નિશ્ચયધમકાર્યની ઉત્પત્તિમાં કારણરૂપ વ્યવહારધર્મ છે, કે જે પ્રશસ્ત પ્રવૃત્તિ સ્વરૂપ છે, તેને પણ ધમ તરીકે માને. શુભ વ્યાપારથી દ્રવ્યઆશ્રવ થાય છે, તે પણ તેથી નિજપરિણતિરૂપ ધર્મને બાધ પહોંચતું નથી. જ્યાં સુધી ગકિયાને સંપૂર્ણ નિધ થયે નથી, ત્યાં સુધી જીવ ગારંભી છે. એ દશામાં મલિન આરંભનો ત્યાગ કરાવનાર અને શુભ આરંભમાં જોડનાર તથા આલસ્યદેાષ અને તજજનિત સદ્વ્યવહારના વિરોધને ઉપજાવનાર મિથ્યા ભ્રમ તેને ટાળનાર પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન જ છે, અને એ પરમ ધર્મરૂપ છે, અનન્ય આધારરૂપ છે. - શ્રી જિનમતમાં ક્રિયાને છોડીને બીજું ધ્યાન નથી, એમ જે કહેવાય છે, તેનું આ રહસ્ય છે. ધ્યાન વિના કર્મને ક્ષય નથી, ઉચિત વચ્ચે કરવાથી કે Page #26 -------------------------------------------------------------------------- ________________ એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત એ છે કે–પ્રમત્ત અવસ્થા ટળી નથી, ત્યાં સુધી ઉપયોગયુક્ત કિયાને છોડીને બીજું ધ્યાન પણ નથી. શ્રીજિનમતમાં વિહિત આવશ્યક આદિ ક્રિયાઓને છેડીને જેઓ ચિત્તનિરોધમાત્ર સ્વરૂપ ધ્યાનનું અવલંબન લે છે, તેઓનું ધ્યાન અને તેઓને પ્રશમ અંતનિલીન (ગુપ્ત) વિષમ જ્વરની જેમ ધ્યાન સિવાયના કાળે મિથ્યાત્વરૂપી પ્રકોપને પામ્યા સિવાય રહેતું નથી. જીવન્મુક્તિ અને વિદેહમુક્તિની વાતે અને તે માટે ચિત્તનિરોધરૂપ ધ્યાનને દીર્ઘકાલ પર્યન્ત અભ્યાસ કરવા છતાં આજે કેઈની પણ સાચી મુક્તિ થઈ દેખાતી નથી. તેવી જ રીતે જ્ઞાયકભાવ અને દ્રવ્યદૃષ્ટિની વાત અને તેનું આલંબન લેવા છતાં અને એ કેવળજ્ઞાન અને મોક્ષનું સાધન છે. એમ કહેવા છતાં મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદમાંથી એક પણ દેષ વાસ્તવિક રીતે હો હેવાનું જોવા મળતું નથી. એ વસ્તુ એમ સાબિત કરે છે કે—કેવળ ચિત્તનિરોધરૂપ ધ્યાન મુકિતનું સાધન બની શકતું નથી. પણ મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને હઠાવનાર મનવચન-કાયાના પ્રશસ્ત વ્યાપાર, એ જ કમે ક્રમે પ્રાપ્ત દેને દૂર કરી, અંતે એક અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન અને મેક્ષને અપાવે તેવા અપ્રમત્તાદિ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવે છે. આ કાળમાં અને આ ક્ષેત્રમાં ધૃતિ, સંઘયણ આદિના અભાવે જે કેવળજ્ઞાન અને મુક્તિ નથી જ, અને તેનાં કારણરૂપ અપ્રમત્ત ઉપરનાં ગુણસ્થાનકેની હયાતી પણ નથી જ, તે પિતાની ભૂમિકાને ઉચિત એવી આરાધનામાં જ મગ્ન રહેવું–મક્કમ રહેવું અને તેનાથી ચલિત ન થવું, એ જ ખરો મુકિતને માર્ગ છે. ભગવાન મહાવીરના શાસનમાં સપ્રતિકમણુધર્મ. છદ્મસ્થને પ્રમત્ત અવસ્થાથી ઉપરની અવસ્થા જ્ઞાનીઓએ અંતમુહૂતથી અધિક કાળ ટકે તેવી જોઈ નથી, અને તેથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રમત્ત અવસ્થાને ઉચિત એવી ધમધ્યાનપષક ક્રિયાઓ એ ધમને પ્રાણ છે, એમ ઉપદેશ્ય છે. વળી ભગવાન મહાવીરના શાસનમાં ઉત્પન્ન થયેલા અને સ્વભાવ પણ જ્ઞાનીઓએ વક અને જડ જે છે, અને તેવો કહ્યો છે. શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-પ્રથમ તીર્થપતિના શાસનના સાધુઓ જુ–જડ, બાવીસ જિનેશ્વરના શાસનના સાધુઓ ત્રાજુ–પ્રાણ અને ચરમ તીર્થપતિના શાસનના સાધુઓ વક અને જડ છે. સાધુઓના આ જુદા જુદા સ્વભાવનું પૃથક્કરણ પણ પ્રતિક્રમણધમની ઉપગિતા સમજાવે છે. જ્યાં જડતા છે, ત્યાં ભૂલેને અવશ્ય સંભવ છે. જ્યાં ભૂલેનો સંભવ છે, ત્યાં ભૂલના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. પહેલા અને છેલ્લા તીર્થપતિના શાસનના સાધુઓ જડતામાં સમાન હોવાથી તેમને માટે સપ્રતિકમણધર્મ ઉપદે છે. વચલા જિનપતિના શાસનના સાધુઓ જુ અને પ્રાણ હોવાથી તેમને ભૂલ થવાનો સંભવ ઘણે ઓછે છે, તેથી તેમને માટે પ્રતિક્રમણ નિયત નહિ કહેતાં અનિયત કહ્યું છે. તેઓ જ્યારે જ્યારે દેષ લાગે ત્યારે ત્યારે પ્રાજ્ઞ હોવાથી સમજી જતા અને બાજુ હોવાથી તેને સ્વીકાર કરી પ્રતિકમણ દ્વારા દોષની શુદ્ધિ કરી લેતા. ભગવાન મહાવીરના શાસનના સાધુઓ જડ અને વક બનેય હોવાથી તેમના માટે દોષને સંભવ પણ અધિક છે, અને દેષને સ્વીકાર પણ દુષ્કર છે. તેથી તેમને માટે પ્રતિકમણધમ નિયત છે. ત્રણ વૈદ્યનું દૃષ્ટાંત આપીને તે વાત શ્રીકલ્પસૂત્રની વૃત્તિમાં ભારપૂર્વક સમજાવી છે, તે આ રીતે એક રાજાએ આગામી કાળે પણ પુત્રના શરીરે વ્યાધિ ન થાય તે ખાતર ત્રણ વૈદ્યોને લાવ્યા. પહેલા વૈદ્ય કહ્યું કે –મારું ઔષધ વિદ્યમાન વ્યાધિને હણશે અને વ્યાધિ નહિ હોય તે વ્યાધિને ઉત્પન્ન કરશે. રાજાએ કહ્યું કે–સૂતેલા સાપને જગાડવા તુલ્ય તારા ઔષધથી સર્યું. બીજા વૈદ્ય કહ્યું કે–મારું ઔષધ અને તેને ત્રણ વાર છે, તે Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ હશે તે દૂર કરશે અને વ્યાધિ નહિ હોય તે ગુણ પણ નહિ કરે અને દોષ પણ નહિ કરે. રાજાએ કહ્યું કે ભસ્મમાં ઘી નાખવા સમાન તારા ઔષધથી સર્યું. ત્રીજા વૈદ્ય કહ્યું કે—મારું ઔષધ વિદ્યમાન દોષને શમાવશે અને દોષ નહિ હેય તે રસાયનરૂપ બનશે અને કાંતિ, તેજ, બળ અને રૂ૫ ઈત્યાદિને વધારશે. રાજાએ તેનું સન્માન કર્યું અને તેના ઔષધવડે પિતાના પુત્રને કાયમ માટે નીરોગી તથા તુષ્ટિ-પુષ્ટિવાળે બનાવ્યું. વક અને જડ એવા વીર ભગવંતના સાધુઓ માટે પ્રતિકમણધમ એ ત્રીજા વૈદ્યના ઔષધતુલ્ય છે. તે દોષ હોય તે દૂર કરે છે, ન હોય તે કાંતિ, તુષ્ટિ અને પુષ્ટિની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ જીવના ગુણેની વૃદ્ધિ કરે છે. દોષ અટકાવવા માટે પ્રતિક્રમણ સિવાય બીજો ઉપાય નથી, - લેકમાં કહેવાય છે કે –મનુષ્યમાત્ર ભૂલને પાત્ર (ટુ એર ઈઝ હ્યુમન) છે. એ જ વાત શાસ્ત્રકારે બીજા શબ્દોમાં કહે છે કે–છમસ્થમાત્ર ભૂલને પાત્ર છે. છદ્મ એટલે આવરણ. કર્મના આવરણ નીચે રહેલા આત્માથી ભૂલ ન થાય એ આશ્ચર્ય છે, ભૂલ થાય તેમાં આશ્ચર્ય નથી. ચાર જ્ઞાનના ધારક, અનંતલબ્ધિનિધાન, અંતમુહૂતમાં દ્વાદશાંગીના રચયિતા ભગવાન મહાવીરના આદ્ય શિષ્ય ગુરુ ગૌતમસ્વામીને પણ આનંદ શ્રાવકના પ્રશ્નને ઉત્તર આપવામાં ખલના થઈ હતી, એમ શાસ્ત્ર સાક્ષી પૂરે છે. ભૂલ એ મનુષ્યમાત્રને કે છદ્મસ્થમાત્રને સ્વભાવ છે, તો તે ભૂલને પ્રતિકાર પણ છદ્મસ્થમાત્રને અનિવાર્ય છે. ભૂલરૂપી વિષનો પ્રતિકાર અમૃતથી જ થઈ શકે. વિષને પણ વિધિપૂર્વક મારીને અમૃત બનાવી શકાય છે. ભૂલરૂપી વિષને માવા વિધિ ? અને એને મારવાથી ઉત્પન્ન થતું અમૃત Page #29 -------------------------------------------------------------------------- ________________ ર૭ કયું? એ બન્નેય વાતને ઉત્તર આપણને પ્રતિક્રમણ શબ્દમાં મળી આવે છે. પ્રતિક્રમણકિયા ભૂલરૂપી વિષને વધતું અટકાવે છે, તેમજ તેને મારીને શુભભાવરૂપી અમૃતને ઉત્પન્ન કરે છે અને તે દ્વારા કરેગને મૂળમાંથી ઉછેદ કરી જીવને અજરામર બનાવે છે. જે એ ક્રિયાને અમલ કરવામાં ન આવે તે એ વિષ મરવાને બદલે વધતું જાય છે અને એ વધેલું વિષ ભૂલ કરતી વખતના દોષ અને તેના વિપાક કરતાં શત–સહસ્ત્રકેટિગણું અધિક ષ અને વિપાક આપનારું થાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે ભૂલ થવાને કાળે જે દોષ લાગે છે તે દોષ–તે ભૂલને કબૂલ કરવામાં ન આવે (તે ભૂલથી પાછા ફરવામાં ન આવે), તે પરિણામે અનંતગુણા દારુણ વિપાકને આપનાર થાય છે. તેટલા માટે ભૂલ થવાની સાથે તેને સ્વીકાર કરી લેવું અને તેનાથી પાછા ફરી જવું એ ધમમાત્રની ફરજ થઈ પડે છે. અનાય સંસ્કૃતિ પણ સુધરેલા મનુષ્ય કે ઉત્તમ સગ્રહ (સીવીલાઈઝડ મેન) તરીકે ગણાવાનો અધિકાર તેને જ આપે છે, કે—જેઓ પોતાની ભૂલ થતાંની સાથે જ “વેરી સેરી.” એકસકયુઝ મી,” “પરટેન પ્લીઝ,”—દિલગીર છું, ક્ષમા કરે, મહેરબાની કરીને માફી આપે....એ શબ્દો કહીને ભૂલથી પાછા ફરે છે. આ સંસ્કૃતિને પામેલા અને જીવનમાં ધર્મને સર્વસ્વ * तथा स्खलितप्रतिपत्तिरिति । स्खलितकाले दोषात् अनन्तगुत्वेन दारुणपरिणामत्वात्तदप्रतिपत्तेः । धर्मबिन्दु अ. ५, सूत्र २१ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ માનનારા ભૂલથી પાછા ફરવારૂપ પોતાના આ ધર્મને ન બજાવે, એ મને જ કેમ ? તેમાં યે જૈનદર્શન તે પેાતાના અનુયાયીઓને મુક્તિપ'થે ચઢાવી શાશ્વત સુખના ભક્તા મનાવવા માગે છે; તેથી જ્યાં સુધી ભૂલના સભવ છે, ત્યાં સુધી તેને માટે પ્રતિક્રમણ અતાવે એ સહજ છે. પ્રતિદિન ઉભય સધ્યાએ પ્રતિક્રમણની ક્રિયા ચતુર્વિધસંઘના જીવન સાથે વણી દેનાર અને વિદ આવનયંમિ, ઉન્નુત્તો દોક્ વિસં। છ પ્રકારના આવસ્યકને વિષે પ્રતિદિવસ ઉદ્યુત રહે, એવા પ્રકારની આજ્ઞા ફરમાવનાર શ્રીજૈનશાસન પેાતાના અનુયાયીઓને મુક્તિમાની સાથે સીધે સંબંધ જોડી આપે છે, અને દુર્ગતિગમનના હેતુઓને મૂળમાંથી જ છેદી નાંખે છે. જેઓ પોતાના અનુયાયીઓને શુષ્ક અધ્યાત્મના નામે દેષા અને ભૂલેથી નિરંતર પાછા ફરવાના માર્ગો નથી ખતાવતા કે તે માટે કેાઈ પણ વ્યવસ્થિત ચેાજના અથવા વિધાન નથી રચતા, તેઓ તત્ત્વજ્ઞાન કે આત્મધ્યાનના નામે બીજી ગમે તેટલી સાધનાઓ, ક્રિયાઓ કે પ્રક્રિયાઓ બતાવે, તે પણ મૂળ વિનાના વૃક્ષ જેવી કે પાયા વિનાના મહેલ જેવી સમજવી. જૈન શાસનમાં પ્રતિક્રમણ માટે મુખ્ય અને પ્રસિદ્ધ શબ્દમિચ્છા મિ દુક્કર છે. તેથી કોઈ પણ કાઈ ભૂલ થતાંની સાથે જ તેને પ્રયાગ કરવામાં આવે છે. તેમાં મને ક્ષમા કરો કે (વેરી સેરી )—હું દિલગીર છું, વગેરે શબ્દપ્રયાગ કરતાં ઘણા માટે અર્થભાવ રહેલો છે. નિયુક્તિકાર ભગવાન તેનું પદભજન કરતાં કહે છેઃ મનથી અને કાયાથી નમ્ર બનીને દાષાને દૂર કરવા માટે મારાથી થયેલ દુષ્કૃતને હું' પશ્ચાત્તાપ સહિત ખાળી નાખુ છું, અર્થાત્ મારી ભૂલથી, હું કી તેવી ભૂલ નહિ કરવાના Page #31 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયપૂર્વક પાછા ફરું છું. પ્રતિક્રમણ માટેનું આ સૂત્ર અને તેનું ઉચ્ચારણ તથા તેની અર્થગંભીરતા જૈન શાસનના પ્રણેતા પુરુષની પરમ જ્ઞાનસંપન્નતા, પરમ શીલસંપન્નતા. પરમ કારુણ્યશીલતા તથા સર્વોત્કૃષ્ટ શાસનસ્થાપકતા સૂચવે છે. ચારિત્રને પ્રાણ પ્રતિક્રમણ શ્રી જિનશાસનમાં સર્વનયસિદ્ધ આત્મવિકાસને સાર ચારિત્ર છે, જ્ઞાન ભણવાનું પણ ચારિત્રવિકાસ માટે છે, અને શ્રદ્ધા સ્થિર કરવાની પણ ચારિત્રને દઢ કરવા માટે છે. જ્ઞાનથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધાથી ચારિત્ર ઘડાય છે, અને ચારિત્રથી મેક્ષ મળે છે. જે જ્ઞાન શ્રદ્ધાને વધારનાર નથી પણ બગાડનાર છે, તે જ્ઞાન ઉપાદેય નહિ પણ હેય છે. જે શ્રદ્ધા ચારિત્રને વધારનાર નથી પણ ચુકાવનાર છે, તે શ્રદ્ધા આદરણય નહિ પણ ત્યાજ્ય છે. શ્રદ્ધા, જ્ઞાન કે ચારિત્ર એ આત્માના મૂળ ગુણ છે. પ્રત્યેક જીવાત્મામાં તે ત્રણે હોય છે, પરંતુ દરેક વખતે મોક્ષના સાધક હેય એમ બનતું નથી. સમ્યક શ્રુતજ્ઞાનની ભાવપૂર્વક પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે મેટે ભાગે મોક્ષના સાધક નહિ પણ બાધક જ હોય છે. મોક્ષસાધક ચારિત્ર ઉપર જેને શ્રદ્ધા નથી, તેને તેથી વિરુદ્ધ પ્રકારના વતન ઉપર શ્રદ્ધા હોય છે, કેમકે પ્રત્યેક વર્તનની પાછળ શ્રદ્ધા અને પ્રત્યેક શ્રદ્ધાની પાછળ જ્ઞાન આવશ્યક હોય છે. મેક્ષ સાધી આપનારું વતન એ ચારિત્ર છે, તેથી તે પણ શ્રદ્ધા અને જ્ઞાનની અપેક્ષા રાખે છે. મેફસાધક ચારિત્રને પુષ્ટ કરનારી શ્રદ્ધા અને એ શ્રદ્ધાને પુષ્ટ કરનારું જ્ઞાન, અનુક્રમે સભ્યશ્રદ્ધા અને સમ્યગજ્ઞાન કહેવાય છે. એક પણ પદ કે એક પણ વાકય મોક્ષને સાધક ચારિત્રગુણની પુષ્ટિ કરનાર તે તે શ્રી જિનાગમને અંશ છે, કારણ કે–શ્રી જિનાગમ ચારિત્રગુણની પુષ્ટિ અને ચારિત્રગુણની વૃદ્ધિ દ્વારા મેક્ષ માટે નિર્મિત થયેલું છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ તીથંકરના તીમાં કોઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરીને શ્રુતજ્ઞાનના પારગામી થયા એમ જણાવવું હાય, ત્યારે શાસ્ત્રકારા નીચેના શબ્દોના ઉલ્લેખ કરે છેઃ— सामाइयमाइयाई एक्कारस अंगाई अहिजइ । सामाइयाई चोहसपुब्वाई अहिज्जइ । સામાયિક આદિ અગિયાર અગાને ભણે છે અથવા સામાયિકાદિ ચૌદ પૂર્વાં–ખાર અગેાને ભણે છે. અહીં શાસ્ત્રકારો સામાયિકથી માંડીને અગિયાર અ`ગ કે ખાર અગનું અધ્યયન જણાવે છે. તેમાં પ્રથમ સામાયિક જ શા માટે ? શ્રીજિનમતમાં સામાયિક એ સાવદ્યયેાગની નિવૃત્તિરૂપ અને નિરવદ્યયેાગની પ્રવૃત્તિરૂપ છે. સાવદ્યયેાગથી વિરામ પામવું અને નિરવદ્યયેાગેામાં પ્રવૃત્ત થવું અને પરિણામે સ્વસ્વરૂપમાં સ્થિર થવું, એ ચારિત્રગુણનું લક્ષણ છે. ચારિત્રગુણના આ મને નહિ સમજનારા કેટલાક ચારિત્રના નામે સત્પ્રવૃત્તિઓના વિરાધ કરે છે. વળી કેટલાક મનઃકલ્પિત અસત્પ્રવૃત્તિઓને ચારિત્રગુણનુ ઉપનામ આપે છે. પહેલા વર્ગ શુષ્ક અઘ્યાત્મીઓને છે, બીજો વગ પરલાકની શ્રદ્ધાથી શૂન્ય અને શાસ્ત્રઅધ્યયનથી નિરપેક્ષ વના છે. શુષ્ક અધ્યાત્મીઓ સ્વરૂપરમણુતા કે આત્મગુણમાં સ્થિરતાને જ એક ચારિત્ર માને છે. પર ંતુ તે કાને ? અને કયા ગુરુસ્થાનકે હાય ? તેને વિવેક નહિ હાવાના કારણે, નથી સ્વરૂપરમણુતા પામી શકતા કે નથી સાવદ્યયેાગની નિતિ કરી શકતાઃ ઉભયથી ભ્રષ્ટ થાય છે. સંપૂર્ણ સ્વરૂપરમજીતા કે આત્મગુણુસ્થિરતા સિદ્ધના જીવા સિવાય બીજાને હાઈ શકતી નથી. કેવળજ્ઞાનીઓને પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ અસિદ્ધવરૂપ ઔદયિકભાવ શાસ્ત્રકારોએ માનેલે છે, અને તેટલું સ્વરૂપરમણ તેમને પણ ઓછું છે. એ સ્થિતિમાં સ્વરૂપ રમણતાને જ ચારિત્રનું એક લક્ષણ માનવું, એ અજ્ઞાન અથવા મોહને વિલાસ છે. એ જ રીતે કેટલાક ચારિત્રને અર્થ સભ્યતા કરે છે અને સભ્યતા એટલે મનુષ્ય મનુષ્યની સાથે યંગ્ય વ્યવહાર રાખ, નીતિ પાળવી, સત્ય બોલવું, કેઈની સાથે ઠગાઈ કરવી નહિ, પાડેશને ચાહવું, વગેરે વગેરે માને છે, પરંતુ આ ચારિત્ર નથી, પણ નીતિ છે, કેમકે તેની પાછળ મેટા ભાગે ઈહિલૌકિક સ્વાર્થભાવના રહેલી હોય છે. નીતિ જે મોક્ષના આદર્શને અનુસરવાવાળી હેય તે તે જરૂરી છે, પરંતુ તેનાથી નિરપેક્ષ માત્ર દુન્યવી હેતુ પૂરતી હોય તે તેનું વિશેષ મહત્વ નથી. ચારિત્રગુણ એથી ઘણે ઊંચે છે. તેની પાછળ આ લેકના સ્વાર્થને સાધવાનો જરા પણ ભાવ નથી. તે કેવળ મનુષ્યજાતિની ચિંતા કરીને અન્ય સકલ સૃષ્ટિના જીવો પ્રત્યે ઉપેક્ષા કે નિર્દયતા બતાવનાર સંકુચિત મનોદશા નથી. તેની પાછળ પિતાના કે બીજાના ઐહિક કે દૈહિક ઉપદ્રવને જ સ્વલ્પ કાળ માટે અંત આણવાની મને વૃત્તિ નથી, કિંતુ સ્વપર ઉભયના સાર્વત્રિક અને સાવદિક શારીરિક-માનસિક–સર્વ પ્રકારનાં દુઃખને અંત આણવાની સર્વોત્કૃષ્ટ ભાવના છે, અને એ ભાવનાની સિદ્ધિ સાવદ્યયેગના વિરામથી અને નિરવઘગના આસેવનથી જ થઈ શકે છે. સાવદ્યા એટલે પાપવાળે વ્યાપાર, પાપ અઢાર પ્રકારનાં છે. તેમાંથી એક પણ પાપ મન-વચન-કાયાથી સેવવું, સેવરાવવું કે સેવતાંને સારું માનવું નહિ, એ જાતની જીવનપર્યત કે નિયત કાળ માટેની પ્રતિજ્ઞા એ સામાયિક છે અને એ જ વાસ્તવિક ચારિત્ર છે. એ ચારિત્રનું પાલન એ દ્વાદશાંગીને સાર છે અને Page #34 -------------------------------------------------------------------------- ________________ કર તેનાથી મુક્તિ નિકટ આવે છે. આવા ચારિત્રગુણને અભ્યાસ એ જીવની સદ્ગતિનું મૂળ છે અને તે માત્ર મનુષ્યસૃષ્ટિ જ નહિ પણ સચરાચર વિશ્વના તમામ જીવોની પીડા હરનારું અનુપમ સાધન છે. સ્વરૂપરમાણુતા કે આત્મગુણોમાં સ્થિરતા સુધી પહોંચવા માટે આ ચારિત્ર એ પરમદ્વાર છે અને એ જ પરમ કટી છે. જેઓ એ કસોટીમાંથી પસાર થવા માટે આનાકાની કરે છે કે અણગમે બતાવે છે, તેઓ ચારિત્રગુણથી હજારે કેશ દૂર છે, એટલું જ નહિ પણ ચારિત્રગુણના પાલનને પરિણામે મળનારી સુગતિના ભાગી થવા માટે સર્વથા બેનસીબ છે. સાવદ્ય વ્યાપારનું પ્રત્યાખ્યાન અને નિરવ વ્યાપારનું આસેવન એ જ એક ચારિત્રનું લક્ષણ હોય તો તે ચારિત્રને ટકાવનાર કે વધારનાર, જન્માવનાર કે સુધારનાર સલ્કિયા સિવાય બીજું કઈ નથી, એ વાત આપોઆપ સિદ્ધ થાય છે. એટલા માટે શાસ્ત્રકારોએ ચારિત્રનું બીજું લક્ષણ સમિતિગુપ્તિથી પવિત્રિત ચરિત્ર પણ કહ્યું છે. કાયાની સમ્યક પ્રવૃત્તિ, એ સમિતિઓ છે, અને કાયા, વચન અને મન એ ત્રણને સમ્યગ (પ્રવતનનિવર્તનરૂપ) નિગ્રહ, એ ગુપ્તિઓ છે. તેની સંખ્યા અનુક્રમે પાંચ અને ત્રણ મળીને આઠ છે. એ આઠ પ્રકારની ક્રિયાઓને પ્રવચનની માતા અને દ્વાદશાંગરૂપ જૈન શાસનની જનેતા તરીકે શાસ્ત્રકારોએ જણાવી છે. કિલ્લે સમારકામથી જ ટકે, તેમ ક્રિયારૂપી કિલ્લે પ્રતિક્રમણરૂપી સમારકામથી જ ટકે. પ્રતિક્રમણ એ ક્રિયારૂપી કિલ્લામાં * तस्माजगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीर-मानसानेकदुःखनाशस्य मोक्षस्य ॥ – શ્રી હરિભદ્રસૂરીશ્વર Page #35 -------------------------------------------------------------------------- ________________ ३३ પડેલાં છિદ્રો કે ગાબડાઓનું સમારકામ છે. એ રીતે ચારિત્રને પ્રાણ ક્રિયા છે અને ક્રિયાના પ્રાણ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણની ક્રિયાને અંગે કેટલીક શંકાઓ અને તેનાં સમાધાન શકા ૧ઃ પ્રતિક્રમણ એ છ આવસ્યક્રમય છે અને તેમાં પહેલું સામાયિક છે. સામાયિક લેતી વખતે મન-વચન-કાયાથી સાવદ્ય વ્યાપાર કરવા નહિં, કરાવવા નહિ કે અનુમાઢવા નહિ એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે, છતાં મન તેા વશ રહેતું નથી, તેા પ્રતિજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? સમાધાન : જૈન શાસનમાં સામાયિક આદિ પ્રત્યેક વ્રતની પ્રતિજ્ઞાના ૧૪૭ વિકલ્પેશ માનવામાં આવ્યા છે. તે આ રીતેઃ— (૧) મનથી, વચનથી અને કાયાથી. ( એક ત્રિસ’ચેગી) (ર) મનથી, વચનથી. (૩) મનથી, ઢાયાથી. (૪) વચનથી, કાયાથી. (ત્રણ ડ્રિંકસ ચેગી ) (૫) મનથી. (૬) વચનથી. (ત્રણ અસ યાગી ) (૭) કાયાથી. એ રીતે ( એક ) ત્રિકસ યાગી, (ત્રણ) દ્વિસ ચાગી અને (ત્રણ ) અસ યાગી, એ કુલ સાત વિક`, ત્રણ કરણના અને એ જ રીતે કુલ સાત વિકìા (કરવું, કરાવવું અને અનુમેવુ.) એ ત્રણ ચેાગના, એ એના ગુણાકાર કરતાં ૭૪૭=૪૯ અને એને ત્રણ કાળે ગુણતાં ૪૯૨૩=૧૪૭ વિકલા થાય છે. એમાં લીધેલા કેટલાક વિકલ્પેાનુ પાલન થાય અને અન્ય વિકલ્પેનું પાલન ન થાય તે પણ પ્રતિજ્ઞાનેા સર્જાશે ભંગ થયે ગણાય નહિ. એમાં જે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ માનસિક ભંગ થાય છે, તેને અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર માનેલ છે, પણ અનાચાર કહેલ નથી, અતિક્રમાદિ દોષાનુ નિંદા, ગાઁ, આલેચના અને પ્રતિક્રમણ વડે શુદ્ધિકરણ થઈ શકે છે અને એ રીતે પ્રતિજ્ઞાનુ` નિહુણ થઈ શકે છે. દોષવાળું કરવા કરતાં ન કરવુ' સારું' એ વચનને જૈન શાસનમાં ઉત્સૂત્ર વચન તરીકે સએધવામાં આવ્યુ છે. કરવુ તેા શુદ્ધ જ કરવું, અન્યથા કરવું જ નહિ. એ વચન શાસ્ત્રકારોને માન્ય નથી, કારણ કે કેાઈ પણ ક્રિયા વિધિના રાગ અને અવિધિના પશ્ચાત્તાપપૂર્ણાંકના અભ્યાસથી જ શુદ્ધ થાય છે. અભ્યાસના પ્રારંભકાળમાં ભૂલ ન જ થાય એમ અજ્ઞાની જ માને, ભૂલવાળાં અનુષ્કાના કરતાં કરતાં જ ભૂલ વિનાનાં અનુષ્ઠાના થાય છે. સાતિચાર ધમ જ નિરતિચાર ધર્મનું કારણ અને છે. જેટલા જીવો આજ સુધી મેક્ષે ગયા છે, તે એ રીતે સાતિચાર ધર્મનું આરાધન કરીને નિરતિચાર ધમ પાળનારા થયા છે. દુન્યવી કળાઓના અભ્યાસમાં પણ એ જ નિયમ છે. ધકળાના અભ્યાસ એમાં અપવાદ બની શકે નહિ. શકા ૨: પાપનું પ્રતિક્રમણ કરીને ક્રી તે પાપનુ સેવન કરવું, એ માયાચાર નથી ? સમાધાન : પાપનું પ્રતિક્રમણુ કરીને ફરી તે પાપનુ સેવન કરવું તેટલા માત્રથી એ માયાચાર નથી, પર`તુ ફરી તે પાપનુ તે ભાવે સેવન કરવું એ માયાચાર છે. પ્રતિક્રમણ કરનાર વ * તે ભાવે એટલે ફરી કરવાના ભાવે અથવા ફરી પાપ કરીશું અને કરી મિથ્યા દુષ્કૃત દઇશું એવા ભાવે, તે માટે કહ્યું છે કે— મિથ્યા દુક્કડ દેષ્ઠ પાતિક, તે ભાવે જે સેવે રે; આવશ્યક સાખે તે પરગટ, માયામાસને સેવે રે. ઉ. શ્રી યશોવિજયજીકૃત સાડા ત્રણસા ગાથાનું સ્તવન ઢાળ બીજી, ગા. ૧૭ -- Page #37 -------------------------------------------------------------------------- ________________ રૂપ પાપથી છૂટવા માટે પ્રતિક્રમણ કરે છે. તેથી તેના ભાવ ફ્રી વાર પાપ નહિ કરવાના છે. ફ્રી વાર પાપ નિહ કરવાને ભાવ હોવા છતાં કી વાર પાપ થાય છે, તેનું કરી વાર પ્રતિક્રમણ કરે છે. એ રીતે વારંવાર પ્રતિક્રમણ કરવાથી તેને અનુઅધ પાપ કરવાના નહિં પણુ પાપ નહિ કરવાના પડે છે. પાપ નહિ કરવાના અનુઅધ જ તેને એક વખતે સર્વથા પાપ નહિ કરવાની કક્ષાએ પહોંચાડે છે. તેથી શ્રી જિનશાસનમાં જ્યાં સુધી જીવ પાપથી રઢુિત ન અને, ત્યાં સુધી તેને પાપનું પ્રતિક્રમણ અવશ્ય કત્તવ્ય તરીકે ઉપદેશ્યુ' છે, એ માટે કહ્યું છે કેઃ મૂલપદે પડિક્કમણું ભાખ્યું, પાપતણું અણુકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. ૩૫૦ ગાથાનું સ્તવન—ઢાળ ૨ જી—ગાથા ૧૮ મી. પાપને નહિ કરવારૂપ મુખ્ય પ્રતિક્રમણ શક્તિમુજબ અને ભાવમુજબ અભ્યાસ કરતાં કરતાં સિદ્ધ થાય છે. અથવા કહ્યું છે કે :— પડિક્કમણું મૂલપદે કહ્યું, અણુકરવું પાપનું જેહ મેરે લાલ; અપવાદે તેહવુ હેતુ એ, અનુખ'ધ તે શમ–રસ-મેહ મેરે લાલ, પ્રતિક્રમણ ગર્ભાહેતુ સ્વાધ્યાય—ઢાળ ૯ મી—ગાથા ૩ જી. મુખ્યપણે પાપ ન કરવું તે જ પ્રતિક્રમણ છે. અપવાદે પાપ નહિ કરવાના અનુબંધ પાડનાર પ્રતિક્રમણ પણુ મુખ્ય પ્રતિક્રમણના હેતુ છે. કારણ કે—( પાપ નહિ કરવાના ) અનુબંધ એ જ અહીં સમતારૂપી રસને વરસાવનાર મેઘ છે. શ'કા ૩ : પ્રતિક્રમણ ભૂતકાળનાં પાપનું જ હાઈ શકે, પરંતુ વર્તમાન કાળ અને અનાગત કાળના પાપનું કેવી રીતે હાઈ શકે ? Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : સમાધાન ઃ પ્રતિક્રમણના હેતુ અશુભ યેાગથી નિવૃત્તિના છે. તેથી જેમ અતીતકાલના દોષનું પ્રતિક્રમણ નિંદદ્વારા—થાય છે. તેમ વર્તમાન કાળના દોષનું પ્રતિક્રમણ સ’વરદ્વારા અને અનાગત કાળના કોષનુ પ્રતિક્રમણ પચ્ચક્ખાણદ્વારા થઈ શકે છે, કારણ કે સંવર અને પચ્ચક્ખાણ ઉભયમાં અશુભયોગની નિવૃત્તિ પ્રધાન છે. શંકા ૪ઃ પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શું જરૂર છે ? સમાધાન : શાસ્ત્રમાં સામાયિક ચાર પ્રકારનાં કહ્યાં છેઃ સમ્યક્ત્વ-સામાયિક, શ્રુત–સામાયિક, દેશવિરતિ–સામાયિક અને સર્વવિરતિ-સામાયિક. પ્રતિક્રમણ કરનારમાં સમ્યક્ત્વ-સામાયિક અને શ્રુત–સામાયિક સંભવે છે, સમ્યક્ત્વ-સામાયિક એટલે મિથ્યાત્વ-મલને પગમ અને તેથી ઊપજતી જિનવચનમાં શ્રદ્ધા. શ્રુત–સામાયિક એટલે જિનાક્તતત્ત્વોનું સક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન અને તેથી ઊપજતા અવિપરીત એધ, દેશિવરિત સામાયિક એટલે પાપની આંશિક નિવૃત્તિરૂપ પ્રયત્ન. સર્વવિરતિસામાયિક એટલે પાપથી સર્વાશ નિવૃત્તિ કરવારૂપ પ્રયત્ન. એ ચારે ય પ્રકારના સામાયિકથી વ્યુત થવુ તે ઔયિકભાવ છે. એ દિયક ભાવમાંથી અર્થાત્ પરભાવમાંથી ખસીને, ફ્રી પાજી, સામાયિકરૂપી ક્ષાયે પશમક ભાવ અર્થાત્ આત્મભાવમાં જવું તે પ્રતિક્રમણ છે. આ ઉપરથી પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની જરૂર શા માટે છે? તે સ્પષ્ટ થાય છે. સામાયિક એ સાધ્ય છે અને પ્રતિક્રમણ એ સાધન છે. તેથી સામાયિકરૂપી સાધ્યને લક્ષમાં રાખવાપૂર્વક જ પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઇએ, એવુ શાસ્ત્રકારાનુ વિધાન છે. શકા પઃ જેને અતિચાર લાગે તે જ પ્રતિક્રમણ કરે, ખીજાને પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ? Page #39 -------------------------------------------------------------------------- ________________ સમાધાનઃ પ્રતિક્રમણ સમ્યગદર્શનમાં લાગેલા અતિચાર, દેશવિરતિધર્મમાં લાગેલા અતિચાર અને સર્વવિરતિ ધર્મમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે જાયેલું છે, તથા સમ્યગદર્શન આદિ ગુણોની પ્રાપ્તિના અધિકારી એવા બીજા જીને પણ પિતાના ગુણસ્થાનને એગ્ય વર્તન નહિ કરવાના કારણે લાગેલા અતિચારની શુદ્ધિ કરવા માટે છે. તેથી દેષની શુદ્ધિને ઈચ્છનાર સર્વ કેઈ આત્માઓએ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. આવશ્યકનિયુક્તિમાં પ્રતિકમણ કરવામાં ખાસ પ્રજને બતાવતાં કહ્યું છે કે – (પ્રસંગે) નિષિદ્ધનું આચરણ કરવાથી, વિહિતનું આચરણ ન કરવાથી, જે વસ્તુ જે રીતે શ્રદ્ધય હોય, તે વિષે અશ્રદ્ધા કરવાથી, તથા માર્ગથી વિરુદ્ધ પ્રરુપણ કરવાથી જે દોષ લાગ્યા હેય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. આ ચારે ય વસ્તુઓ ઉન્નતિના અથ મનુષ્યમાત્રને લાગુ પડે છે. તેથી એ ચારે દેનું જેમાં પ્રતિક્રમણ કરવામાં આવે છે, તે પ્રતિકમણ સે કોઈ આત્માર્થી જીવને ઉપકારક છે. સુવિહિતશિરોમણિ આચાર્યપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વર ફરમાવે છે કે – નિષિદ્ધનું સેવન આદિ, જે કારણ માટે પ્રતિક્રમણના વિષયરૂપ કહેલ છે, તે કારણ માટે આ પ્રતિક્રમણ ભાવશુદ્ધિનું * पडिसिद्धाणं करणे किवाणमकरणे परिकमणं । Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 'તઃકરણની નિળતાનું પરમ-પ્રકૃષ્ટ કારણ છે.× કારણ કેએમાંના એક એક દોષ પણ તે તેમાંથી પાછું કરવામાં ન આવે તે અનંતગુણુ પર્યન્ત દારુણુ વિપાક આપનારા થાય છે. શંકા ૬ઃ પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંખી અને કંટાળાભરેલી હાય છે. તેનાં સૂત્રોના અર્થ જે જાણતા હાતા નથી તેઓની આગળ એ સૂત્રોને ખેલી જવાથી કેાઈ પણ પ્રકારના ભાવ જાગતા નથી, કે કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રયેાજન સધાતું નથી, તે તેના બદલે સામાયિક કે સ્વાધ્યાય આદિ કરે તે થ્રુ ખાટુ ? સમાધાન : પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળાભરેલી છે એમ કહેનાર કાં તા ધમ માટે ક્રિયાની ભાવશ્યકતા બિલકુલ માનતા નહાય અથવા માત્ર વાતો કરવાથી જ ધ સિદ્ધ થઇ શકે છે, એવી ખેાટી શ્રદ્ધા ધારણ કરતા હાય પર તુ એ ઉભય પ્રકારની માન્યતા યેાગ્ય નથી, ધર્મના પ્રાણ ક્રિયા છે, અને ક્રિયા વિના કદી મન, વચન કે કાયા સ્થિર થઈ શકતાં નથી, એવું જેને જ્ઞાન છે, તેને મન પ્રતિક્રમણની ક્રિયા તન ટૂંકી અને અતિ રસમય છે. વળી ઉભય સંધ્યાએ તે કર્ત્તવ્ય હાવાથી, તથા તે સમયે લૌકિક કાર્યો (લેાકુસ્વભાવથી જ), કરાતાં નહિ હાવાથી નિરક જતા કાળ સાર્થક કરી લેવાના પણ તે અપૂર્વ ઉપાય છે. તેમ જ જ્ઞાનાભ્યાસ માટે પણ તે કાળ અસ્વાધ્યાયના છે તથા x निषिद्धासेवनादि यद्विषयोऽस्य प्रकीर्तितः । तदेतद्भावसंशुद्धेः कारणं परमं मतम् ॥ योगबिन्दु गाथा- ४०० Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અકાળે જ્ઞાનાભ્યાસ કરવાથી ઊલટે અનર્થ થાય છે. તેથી પ્રમાદમાં જતા તે કાળને જ્ઞાન-દશનચારિત્રની વૃદ્ધિ થાય તેવી રીતે પસાર કરવાની અપૂર્વ ચાવી પણ તેમાં રહેલી છે. પ્રતિક્રમણ જેવી ટુંકી અને સંધ્યા વખતની બે ઘડીમાં પૂરી થતી ક્રિયાને લાંબી કે કંટાળાભરેલી કહેવી, તે જીવના પ્રમાદરૂપી કટ્ટર શત્રુને પુષ્ટિ આપનારું અજ્ઞાન-કથન છે. પ્રતિક્રમણનાં સૂત્રો ઘણું કાં છે, તેને શબ્દાર્થ કે ભાવાર્થ નહિ જાણનારા પણ તેને ઔદંપર્યા ન સમજી શકે તેમ નથી. પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણને ઔદંપર્યાર્થ છે. પાપમાં પ્રવૃત્તિ સાને? “અનાદિ અભ્યાસથી” અનુભવસિદ્ધ છે. તે પાપ અને તેના અનુબંધથી પાછા ફરવાની ક્રિયા, તે પ્રતિક્રમણ એ રહસ્યાર્થ સૈ કેઈને ખ્યાલમાં આવી શકે તેવું છે. એ અર્થને ખ્યાલમાં રાખીને જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરે છે તેઓ, સૂત્રના શબ્દો અને તેના અર્થને ન જાણતા હોય તે પણ તેને જાણ નારના મુખે સાંભળવાથી અથવા તેને જાણનારના જ્ઞાન ઉપર શ્રદ્ધા ધારણ કરીને સ્વમુખે બેલવાથી પણ અવશ્ય શુભભાવ પામી શકે છે. એ વાતની સાક્ષી અધ્યાત્મકલ્પદ્રુમના રચયિતા સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દરસૂરિજી નીચેના શબ્દોમાં પૂરે છે– તે પુરુષને ધન્ય છે કે જેઓ સ્વયં જ્ઞાની નથી શ્રદ્ધાથી શુદ્ધ અંત:કરણવાળા પરના ઉપદેશને લેશ (અંશ) પામીને, કષ્ટસાધ્ય એવા અનુષાનેને વિષે આદરબદ્ધ રહે છે. કેટલાક આગમના પાઠી હોવા છતાં અને આગમનાં પુસ્તકને, તેના અર્થને પોતાની પાસે ધારણ કરવા છતાં, આ લેક અને પરલેકમાં હિતકર કમેને Page #42 -------------------------------------------------------------------------- ________________ વિષે કેવળ આળસુ હૈાય છે. પરલીકને હણનાર એવા તેનુ ભાવિ કેવુ' થશે ? અહીં, ખીજાના ઉપદેશથી પણ સત્ક્રમ કરનારા અને સ્વયં અભણુ હેાવાથી તેના વિશેષ અથ નહિ જાણનારા પુરુષાને પણ શ્રી મુનિસુન્દરસૂરિજી મહારાજ ધન્ય કહે છે અને ભણેલા પણુ માળસુને પરલેાકનું હિત હણનારા કહે છે, કારણ કે ક્રિયા એ સુગતિના હેતુ છે, માત્ર જ્ઞાન નહિ, એમ તેઓ ગીતા ષ્ટિએ જાણે છે. ક્રિયામાં જેટલું જ્ઞાન ભળે તેટલુ દૂધમાં સાકર ભળ્યા જેવુ' છે, પરતુ સાકરના અભાવે દૂધને પણ દૂધ માનીને ન પીવું, એવું વચન લેાકમાં કાઈ ખેાલતુ નથી, તે લેાકેાન્તર શાસનમાં સૂત્રના અર્થ નહિ જાવામાત્રથી સૂત્રાનુસારી ક્રિયાને વિષે અપ્રમત્ત રહેનારનુ કાઈ પ્રયેાજન સિદ્ધ થતું નથી, એમ કાણુ કહે? તેઓ જ કહે, કે જેએ સૂત્રની મત્રમયતાને અને તેના રચિયતાઓની પરમ આપ્તતાને સદ્ભુતા ન હેાય. આપ્ત પુરુષાનાં રચેલાં સૂત્રો મ`ત્રમય હોય છે અને તેથી મિથ્યાત્વમેાહનીય આદિ પાપકર્મની દુષ્ટ પ્રકૃતિનુ વિષે સમૂલ નાશ પામે છે. એમ જાણુનાર અને માનનાર પ્રતિક્રમણની ક્રિયાનાં સૂત્રોનું વિધિપૂર્વક ઉચ્ચારણુ અને શ્રવણુ (તથાવિધ અર્થ ન જાણવા છતાં) એકાંત કલ્યાણ કરનારુ' છે, એવી શ્રદ્ધામાંથી કદી પણ ચલિત થતા નથી. * धन्याः केऽप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । केचित्त्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा, अश्रामुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः ॥ ... अध्यात्मकल्पद्रुम अधिकार ८ - श्लोक ७ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧ શકા ૭ : પ્રતિક્રમણની ક્રિયામાં ચતુર્વિં શતિ–સ્તવ, ગુરુવંદન, કાયાત્સગ અને પચ્ચક્ખાણુની શી આવશ્યકતા છે? સમાધાનઃ—પ્રતિક્રમણ જેમ સામાયિકનું અંગ છે, તેમ ચતુર્વિશતિ–સ્તવ આદિ પણ સામાયિકનાં અગે છે સામાયિકરૂપી સાધ્યની સિદ્ધિ માટે જેટલી આવશ્યકતા પ્રતિક્રમણરૂપી સાધનની છે, તેટલી જ ચતુર્વિશનિસ્તવ આદિની છે. બીજી રીતે કહીએ તે ચતુર્વિશતિસ્તવ આદિ સામાયિકના જ ભેદે છે, તેથી સામાયિકથી જુદા નથી. એટલે પરસ્પર સાધ્ય—સાધનભાવરૂપે રહેલાં છે. જેમ સામાયિકનું સાધન ચતુર્વિં શતિ-સ્તવ આદિ છે, તેમ ચતુર્વિં શતિ–સ્તવ આદિનું સાધન સામાયિક છે, અથવા ગુરુવંદન છે, અથવા પ્રતિક્રમણ છે. અથવા કાયાત્સગ છે. અથવા પચ્ચક્ખાણુ છે. પચ્ચક્ખાણુથી જેમ સમભાવલક્ષણ સામાયિક વધે છે, તેમ સામાયિકથી પણ આશ્રવનિરોધરૂપ કે તૃષ્ણાછેદરૂપ પચ્ચક્ ખાણુ-ગુણુ વૃદ્ધિ પામે છે. અથવા સામાયિકથી જેમ કાયાત્સગ એટલે કાયા ઉપરથી મમતા છૂટીને સમતા પ્રાપ્ત થાય છે, તેમ કાર્યોત્સર્ગ-કાયા ઉપરના મમત્વના ત્યાગ, એ પણ સમભાવરૂપ સામાયિકની જ પુષ્ટિ કરે છે. એ જ રીતે, ત્રિકાલવિષયક સાવદ્યચેાગની નિવૃત્તિરૂપ પ્રતિક્રમણ જેમ સામાયિકથી સિદ્ધ થાય છે, તેમ સાક્ષાત્ સાવદ્યયેાગની નિવૃત્તિના પચ્ચક્ખાણુરૂપ સામાયિકથી પ્રતિક્રમણની પુષ્ટિ થાય છે. સમભાવલક્ષણ સામાયિક જેમ સમભાવપ્રાપ્ત સુગુરૂની આજ્ઞાના પાલનરૂપ ભક્તિનું પ્રયાજક . છે. તેમ સમભાવપ્રાપ્ત સુગુરુના વદનરૂપ વિનય પશુ સમભાવરૂપ સામાયિક ગુણુને વિકસાવનાર છે. એ રીતે છએ આવશ્યક પરસ્પર એકબીજાના સાધક છે. તેથી તે છએ એકઠા મળીને ચારિત્રગુણની પુષ્ટિ કરે છે. અથવા ચારિત્ર એક જેને વિભાગ છે, એવા ( પંચાચારમય ) પચવિધ મુક્તિમાર્ગનુ તેથી મારાધન થાય છે. શ્રીજિનેશ્ત્રવે ક્માવેલા મુક્તિમાગ એ . Page #44 -------------------------------------------------------------------------- ________________ પંચાચારના પાલન સ્વરૂપ છે, કારણ કે આત્માના મુખ્ય ગુણ પાંચ છે. એ પાંચેયને વિકસાવનાર આચારના પરિપૂર્ણ પાલન વિના આત્મગુણોના સંપૂર્ણ લાલરૂપ મુક્તિરૂપી કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ આદિ છએ આવશ્યકેથી આત્મગુણોને વિકાસ કરનાર પાંચે આચારની શુદ્ધિ કેવી રીતે થાય છે? તેને વર્ણવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે, કે – સાવદ્ય વેગનું વજન અને નિરવદ્ય ગેનું સેવન, એ સ્વરૂપ-સામાયિક વડે અહીં ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. * જિનેશ્વરના અદૂભુત ગુણેના ઉત્કીર્વાનસ્વરૂપ ચતુર્વિશતિસ્તવવડે દશનાચારની વિશુદ્ધિ થાય છે. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા ગુરુઓને વિધિપૂર્વક વંદન કરવાથી જ્ઞાનાચાર આદિ આચારોની શુદ્ધિ થાય છે. જ્ઞાનાદિક ગુણેમાં થયેલી અલનાઓની વિધિપૂર્વક નિંદા આદિ કરવારૂપ પ્રતિક્રમણવડે જ્ઞાનાદિ તે તે આચારોની શુદ્ધિ થાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એવા ચારિત્રાદિના અતિચારેની ઘણુચિકિત્સાસ્વરૂપ કાત્સગવડે શુદ્ધિ થાય છે અને તેથી ચારિત્રાદિ આચાની શુદ્ધિ થાય છે. મૂલ-ઉત્તરગુણેને ધારણ કરવારૂપ પચ્ચખાણવડે તપાચારની શુદ્ધિ થાય છે. * चारित्तस्स विसोही कीरह सामाइएण किल इहयं । सावज्जेयरजोगाण वजणा सेवणतणओ॥ ઇત્યાદિ ચતુર શરણ–પ્રકીર્ણક ગાથા ૨ થી ૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ ડ તથા સામાથિ આદિ સવ આવશ્યકેાવડે વીર્માંચારની વિશુદ્ધિ થાય છે. આ રીતે છ આવશ્યક પાંચે પ્રકારના આચારની વિશુદ્ધિ કરે છે. પંચાચારનુ પાલન એ જ ખરું' મુકિતમાર્ગનું આરાધન છે. પ્રતિક્રમણની ક્રિયાને તૃતીય વૈદ્યના ઔષધરૂપ (અર્થાત્ દાષ હાય તે તેને દૂર કરે, અને ન હેાય તે ઉપરથી ગુણ કરે) ઉપમા શાસ્ત્રકારોએ આપી છે, તે આથી સાક થાય છે. પ્રતિક્રમણવડે ચારિત્રાદિ આચારામાં લાગેલા દેષા દૂર થાય છે અને આત્માના જ્ઞાન, દર્શીન, વીય આદિ ગુણાની પુષ્ટિ થાય છે. પ્રતિક્રમણુરૂપી વ્યાયામ આત્મગુણાની પુષ્ટિ કરવારૂપ કાર્યની સિદ્ધિના અનન્ય અને અનુપમ ઉપાય હાવાથી પ્રત્યેક તીપતિના શાસનમાં તે વિહિત થયેલું છે, એ વાત પ્રત્યેક તીર્થંપતિઓના મુનિઓના વર્ગુનામાં શાસ્ત્રકારોએ વર્ણવી છે. તેવાં એ ચાર વના અહીં આપવાથી તે વિષયની પ્રતીતિ દૃઢ થશે. (૧) શ્રી મહાવીર ભગવાનને જીવ નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા પછી ત્રીજા ભવે શ્રી ઋષભદેવસ્વામીના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ તરીકે ઉત્પન્ન થયા. તેણે શ્રી ઋપભદેવસ્વામી પાસે દીક્ષા લીધી અને સામાયિક આદિ ૧૧ અગાના અભ્યાસ કર્યાં, તે વાત જણાવવાને પ્રસંગે નિયુક્તિઢાર ભગવાન શ્રીભદ્રમાહુસ્વામીજી આવશ્યકસૂત્રની નિયુŚતિમાં ક્રમાવે છે, કે— मरिई वि सामिपासे विहरद्द तवसंजमसमग्गो । सामाइयमाईयं इङ्कारसमाउ जाव अंगाउ | उज्जुतो भक्तिगओ अहिजिओ सो गुरुलगासे ॥ આ. નિ. નાયા ૩૬-૨૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ તપ અને સંયમથી સહિત એવા મરીચિ, સ્વામીની સાથે વિચરે છે. ઉદ્યમી અને ભક્તિમાન એવા તે ગુરુ પાસે સામાયિકથી માંડીને અગિયાર અંગપર્યન્ત ભણ્યા. (૨) જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં નીચેના ઉલ્લેખ છે શૈલજ્ઞાત નામે પાંચમા અધ્યયનમાં કહ્યું છે, કે– () ત્યારબાદ તે થાવસ્ત્રાપુત્ર શ્રી નેમિનાથ સ્વામીના તથાપ્રકારના ગુણવિશિષ્ટ સ્થવિરે પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વેને અભ્યાસ કરે છે. (a) XXX તે પછી મુંડ થઈને દીક્ષા અંગીકાર કર્યા બાદ શુક નામના મહર્ષિ સામાયિકથી માંડીને ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે. () શિક્ષક નામના રાજા પy શુક નામના મહષિ પાસે ધર્મનું શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરે છે તથા સામાયિક આદિ અગિયાર અંગેને અભ્યાસ કરે છે. (૫) તેતલી જ્ઞાત નામના ચદમાં અધ્યયનમાં નીચેને ઉલ્લેખ છે – તે વારે તેતલિપુત્ર નામના મંત્રીશ્વરને શુભ પરિણામના યેગે જાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણજ્ઞાનવડે પિતાને પૂર્વભવ જાણી સ્વયમેવ દીક્ષા અંગીકાર કરી. (પછી) પ્રમદવન નામના ઉદ્યાનમાં સુખપૂર્વક બેસીને ચિંતવન કરતાં કરતાં પૂવે ભણેલાં સામાયિક આદિ ચૌદે પૂર્વે સ્વયમેવ સ્મૃતિપથમાં આવ્યાં. (૪) નંદીફળ શાત નામના પંદરમા અધ્યયનમાં નીચેને ઉલ્લેખ છે – Page #47 -------------------------------------------------------------------------- ________________ કપ ધન સાર્થવાહે ધર્મનું શ્રવણ કરી પિતાના મોટા પુત્રને કુટુંબને ભાર શેંપી પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને સામાયિક આદિ અગિયાર અંગેનો અભ્યાસ કર્યો. () અમરકંકા જ્ઞાત નામના સેળમાં અધ્યયનમાં નીચેને ઉલ્લેખ છે – તે વારે યુધિષ્ઠિર પ્રમુખ પાંચે અણગારેએ સામાયિક આદિ ચૌદ પૂર્વેને અભ્યાસ કર્યો xxx તે વાર પછી દ્રૌપદી નામની આર્યા, સુવ્રતા નામની આર્યા પાસે, સામાયિક આદિ અગિયાર અગેનું અધ્યયન કરે છે. (૪) જ્ઞાતાધર્મના બીજા શ્રુતસ્કંધમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીના સમયને નીચે ઉલ્લેખ છે– તે વાર પછી શ્રીકાલી નામની આ શ્રીમતી પૂષચૂલા નામની આર્યા પાસે સામાયિક આદિ ૧૧ અગેનું અધ્યયન (૩) ભગવતીસૂત્રમાં શ્રી મહાબલ નામના રાજકુમારને નીચે મુજબ અધિકાર છે-તેરમા જિનપતિ શ્રી વિમલનાથસ્વામીના શાસનમાં તે થયા છે.) તે વાર પછી શ્રીમહાબલ શ્રીધર્મ છેષ નામના અણગારની પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વે ભણે છે. (૪) ભગવતીસૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં શ્રી સ્કંદચરિતનું વર્ણન નીચે મુજબ છે – તે સ્કંદ નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરે પાસે સામાયિકાદિ અગિયાર અંગેનું અધ્યયન Page #48 -------------------------------------------------------------------------- ________________ આ રીતે, શ્રીષભદેવસ્વામીથી આરંભીને શ્રવધમાનસ્વામી પર્યન્ત બધા તીર્થપતિઓના સાધુઓ, સામાયિક જેની આદિમાં છે, એવાં અગિયાર અંગે અને ચૌદ પૂને, નિયમિત અભ્યાસ કરે છે. તે એમ સૂચવે છે, કે દરેક મુનિઓને સામાયિક આદિ આવશ્યકેનું અધ્યયન નિયત છે. કારણ કે–પંચાચારની શુદ્ધિનું તે અનન્ય સાધન છે. જ્ઞાન-દશનચારિત્ર આદિ આત્માના ગુણે શાશ્વત છે, અને તેને મલિન કરનાર કર્મનું આવરણ અનાદિકાળનું છે. તે આવરણ હઠાવનાર અને મલિનતા દૂર કરનાર ઉપાય પણ શાશ્વત જોઈએ, તેથી પ્રત્યેક તીર્થકરના શાસનમાં તે અવશ્ય હાય જ. એ રીતે આવશ્યક અને પ્રતિક્રમણ કિયાની ઉપગિતા તીર્થકરદેએ સ્થાપિત કરેલી છે અને ચતુર્વિધ સંઘે પ્રતિદિનની સામાચારીમાં તેને માન્ય કરેલી છે. કુદરતનો પણ તે જ ક્રમ છે. મુમુક્ષુ આત્માઓને શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરવા માટે તે પ્રતિદિનને વ્યાયામ છે. શારીરિક વ્યાયામ જેમ શરીરને તંદુરસ્તી બક્ષે છે, તેમ આ આત્મિક વ્યાયામ આત્માને ભાવતંદુરસ્તી આપે છે. કહ્યું છે કે–સમ્ય દશનને ઉત્પન્ન કરવાને સમથળ જે શુભ કિયા ગુદિજ સમક્ષ કરાય છે તે સમ્યગ વ્યાયામ છે. શંકા ૮ઃ એક પ્રતિક્રમણને બદલે પાંચ પ્રતિકમણ કેમ? સમાધાનઃ પ્રતિકમણ એ દોષશુદ્ધિ અને ગુણપુષ્ટિની ક્રિયા છે. દોષ એટલે કચરે. આત્મારૂપી ઘરની અંદર કમના સંબંધથી દેષરૂપી કચરે નિરંતર એકઠે થાય છે. તેને દર પખવાડિયે, દર ચાતુર્માસીએ અને દર સંવત્સરીએ વધારે પ્રયત્નપૂર્વક સાફ * गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादनशक्ता सा सम्यग् व्यायामः। તસ્વાર્થ સિદ્ધસેનીય ટીકા-પૃષ્ઠ ૫૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ કરવાથી જ દૂર થઈ શકે છે. તેથી શાસ્ત્રકારોએ દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ ફરમાવ્યાં છે, તેમાં પ્રથમ દૈવાસિક પ્રતિક્રમણ ફરમાવવાનું કારણ એ છે, કે–તીર્થની સ્થાપના દિવસે થાય છે અને તીથની સ્થાપનાના પ્રારંભથી જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. કહ્યું છે, કે– અહીં, તીર્થ દિવસપ્રધાન છે, અર્થાત્ તીર્થની ઉત્પત્તિ થાય છે, માટે પ્રથમ પ્રતિકમણ પણ દૈવસિક જ હોય છે.* તીર્થસ્થાપના થાય, તે દિવસથી જ શ્રી ગણધર ભગવંતે પણ નિયમિત પ્રતિક્રમણ કરે છે. એ રીતે જે દિવસે શાસન સ્થપાય, તે દિવસથી જ પ્રતિકમણની આવશ્યકતા પડે છે. તેથી એ વાત પણ સિદ્ધ થાય છે, કે આવશ્યક સૂત્ર ખુદ ગણધરરચિત છે, પણ અન્યરચિત નથી, શંકા ૯ઃ પ્રતિક્રમણ તો ક્રિયારૂપ છે, તેથી તેના વડે અધ્યાત્મની સિદ્ધિ શી રીતે થાય? સમાધાન : અધ્યાત્મનું ઉપરચેટિયું જ સ્વરૂપ સમજનારને આ શંકા થાય છે. અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ સમજનારને તે પ્રતિકમણની સમગ્ર ક્રિયા અધ્યાત્મસ્વરૂપ જ ભાસે છે. અધ્યાત્મ શબ્દને વ્યુત્પત્યર્થ અને રૂલ્યર્થ સમજાવતાં ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ ફરમાવે છે, કે – * इह यस्मादिवसादि तीर्थ दिवसप्रधानं च तस्मादेवसिकमादाविति । મ. નિ. Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્માને ઉદ્દેશીને પ'ચાચારનુ' જે પાલન થાય તે અધ્યાત્મ છે. ખીજી વ્યાખ્યા મુજમ બાહ્ય વ્યવહારથી ઉપમૃદ્ધિત મળ્યાર્ત્તિયુક્ત ચિત્ત તે અધ્યાત્મ છે. આ બન્ને વ્યાખ્યામાં જ્ઞાન અને ક્રિયા ઉભયને અધ્યાત્મ માનેલું છે. એકલી ક્રિયા જેમ અધ્યાત્મ નથી, તેમ એકલ જ્ઞાન પણ અધ્યાત્મ નથી. એ જ વાત સ્પષ્ટ કરી પોતે કહે છે, કે મેહુના અધિકાર રહિત આત્માઓની આત્માને ઉદ્દેશીને શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વરા અધ્યાત્મ કહે છે.+ આગળ ચાલતાં તેઓ ફરમાવે છે કે—જેમ પાંચે પ્રકારના ચારિત્રામાં સામાયિક-ચારિત્ર રહેલુ છે, તેમ સર્વ પ્રકારના માક્ષસાધક વ્યાપારમાં અધ્યાત્મ અનુગત છે. છેલ્લે છેલ્લે તેઓ સ્પષ્ટ કરે છે, કે— એ કારણે જ્ઞાનક્રિયા ઉભયરૂપ અધ્યાત્મ છે, અને તે નિર્દેઈમ્સ આચારવાળા પુરુષોને જ વૃદ્ધિ પામે છે. × * આત્માનધિત્વ ધાર્, ય: પદ્માવાાતિમા । शब्दयोगार्थनिपुणास्तदध्यात्मं प्रचक्षते || रूदद्यर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्र्यादिवासितम् । अध्यात्मं निर्मलं बाह्य-व्यवहारोपबृंहितम् ॥ अध्यात्मोपनिषत् प्रकरणम् – श्लोक - २-३ + गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा, तदध्यात्मं जगुर्जिनाः ॥ अध्यात्मसार अधिकार २, श्लोक-२ x अतो शानक्रियारूपमध्यात्मं व्यवतिष्ठते । एतत्प्रवर्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ॥ १ ॥ अध्यात्मसार अधि. श्लोक-२९ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ક્રિયાને કેવળ કાયાની ચેષ્ટા કહીને જેઓ જ્ઞાનને જ અધ્યાત્મ માને છે, તેઓનું જીવન નિમ્પ બનવું સંભવિત નથી, કારણ કે છદ્મસ્થ અવસ્થામાં મન ભળ્યા વિના કેવળ કાયાથી જાણપણે કિયા થઈ શકતી નથી. સશરીરી અવસ્થામાં જેમ માનસિક યિા કેવળ આત્માથી થઈ શકતી નથી. તેમ કાયાની કે વાણીની કિયા કેવળ કાયા કે કેવળ વાણીથી થઈ શકતી નથી. વાણીને વ્યાપાર કાયાની અપેક્ષા રાખે છે, અને મનને વ્યાપાર પણ કાયાની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે મનને વ્યાપાર જેમ આત્માની અપેક્ષા રાખે છે, તેમ વાણી અને કાયાને વ્યાપાર પણ આત્માની અપેક્ષા રાખે છે, આત્મપ્રદેશનું કંપન થયા વિના મન, વચન કે કાયા, ત્રણમાંથી એકે ય ગ પિતાની પ્રવૃત્તિ કરી શકતું નથી. તેથી, ત્રણે ય વડે થતી શુભ કે અશુભ ક્રિયા આત્મા જ કરે છે, પણ આત્માને છેડીને કેવળ પુદ્ગલ કરતું નથી, એમ માનનારા જ નિદર્ભી રહી શકે છે. જૈનમતમાં અધ્યાત્મના નામે થડે પણ દમ્ભ નભી ન શક્તો હોય, તો તેનું કારણ આ જ છે. છતાં જેઓ વેદાન્ત કે સાંખ્યમતની જેમ આત્મા કે જીવને સશરીરી અવસ્થામાં પણ સર્વથા નિત્ય કે પુષ્કરપત્રવત્ નિલેપ માને છે, તેઓના જીવનમાં વહેલા કે મેડા દમ્મને પ્રવેશ થવાને માટે સંભવ છે. શુદ્ધ અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા ઉભયના સમન્વયમાં છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાણી અને તેના રસની માફક કે દૂધ અને તેની મીઠાશની માફક જ્ઞાન અને ક્રિયા ઓતપ્રેત મળી ગયેલાં છે, તેથી તે નિર્દોષ અધ્યાત્મ છે. શકા ૧૦ઃ પ્રતિકમણની ક્રિયામાં વેગ ક્યાં છે? સમાધાનઃ સાચો વેગ મસાધક જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ગોવિંશિકા નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે, કે – Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ मुक्खेण जोयणाओ जोगो सम्वो धम्मवावारो। અથવા-ઉપાધ્યાય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે તેમ– मोक्षेण योजनाद्योगः सर्वोऽप्याचार इण्यते । જીવને પરમ સુખસ્વરૂપ મેક્ષની સાથે જોડનાર-સંબંધ કરાવી આપનાર–સવ પ્રકારને ધમવ્યાપાર-સર્વ પ્રકારનું ધર્મા ચરણ, એ યોગ છે. બીજા શબ્દોમાં મેક્ષકારણભૂત આત્મવ્યાપાર એ જ ખરેખર યોગ છે. અથવા ઘીથાપરત્વમેવ યોગવિમા ધર્મવ્યાપારપણું એ જ યેગનું ખરેખરું લક્ષણ છે. એ લક્ષણ પ્રતિકમણની ક્રિયામાં સવશે લાગુ પડે છે, તેથી પ્રતિકમણની કિયા એ સાચી ગસાધના છે. તે સિવાય કેવળ આસન, કેવળ પ્રાણાયામ કે કેવળ ધ્યાન, ધારણું કે સમાધિની કિયા એ મોક્ષસાધક પેગસ્વરૂપ બને એ નિયમ નથી. મોક્ષના ધ્યેયથી થતી અષ્ટાંગયેગની પ્રવૃત્તિને જૈનાચાર્યોએ માન્ય રાખેલી છે, તે પણ તેમાં જે દોષ અને ભયસ્થાને રહેલાં છે, તે પણ સાથે જ બતાવ્યાં છે. * જૈન સિદ્ધાંત કહે છે કે કોઈ પણ આસન, કઈ પણ સ્થાન કે કોઈ પણ મુદ્રાએ, કઈ પણ કાળે અને કઈ પણ ક્ષેત્રે તથા કઈ પણ (બેઠી, ઊભી કે સૂતી) અવસ્થાએ મુનિએ કેવળજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. તે સંબંધી કઈ પણ એક * न च प्राणायामादिहठयोगाभ्यासश्चित्तनिरोधे परमेन्द्रियजये च निश्चित उपायोऽपि ऊसासं न निरंभइ (आ. नि. गा. १५१०) इत्याद्यागमेन योगसमाधानविघ्नत्वेन बहुलं तस्य निषिद्धत्वात् । पातञ्जलयोगदर्शन पाद-२, सू-५५ श्रीमद्यशोविजयवाचकवरविहिता टीका Page #53 -------------------------------------------------------------------------- ________________ પ૧ ચક્કસ નિયમ નથી. નિયમ એકમાત્ર પરિણામની શુદ્ધિને અને ગની સુસ્થાને છે. પરિણામની શુદ્ધિ કે યેગની સુસ્થતા જે રીતે થાય તે રીતે વર્તવું, એ કમક્ષય કે મેક્ષલાભને અસાધારણ ઉપાય છે અને તે જ વાસ્તવિક ગ છે. પ્રતિકમણની કિયા એ પરિણામની શુદ્ધિ અને ગની સુસ્થતાને અનુપમ ઉપાય છે, તેથી તે પણ એક પ્રકારને ચેગ છે અને મેક્ષનો હેતુ છે. શંકા ૧૧ઃ પ્રતિકમણની ક્રિયાના જે લાભ બતાવવામાં આવે છે, તે સત્ય જ હોય તે ક્રિયા કરનાર વર્ગમાં તે દેખાતા કેમ નથી? સમાધાનઃ દેખનાર (તપાસનાર) જે દૃષ્ટિથી જુએ, તે દષ્ટિ મુજબ તેને ગુણ કે દેષ મળી આવે છે. પ્રતિકમણની કિયા તપાસનારે કઈ દૃષ્ટિથી તેને જેવી જોઈએ, એને નિર્ણય પ્રથમ કરે જોઈએ. આપણે જોઈ આવ્યા, કે–પ્રતિકમણની ક્રિયા જિનેશ્વર ભગવંતોએ મુમુક્ષુ આત્માઓ માટે અવશ્ય કક્તવ્ય તરીકે નિયુક્ત કરેલી છે, અને એ ક્રિયા કરવા માટેનાં સૂત્રો ખુદ ગણધર ભગવંતોએ તીર્થની સ્થાપનાના પ્રથમ દિવસે જ રચેલાં છે તથા તેની વિધિયુક્ત આરાધના પણ તે જ દિવસથી ચતુર્વિધ સંઘ પિતાપિતાના અધિકાર મુજબ નિરપવાદપણે કરે છે. શાસ્ત્રદષ્ટિએ મોટામાં મોટો લાભ તે સૌથી પ્રથમ આ પ્રભુ–આજ્ઞાન પાલનનો છે. સહ વિનાના–જિનેશ્વરોની આજ્ઞાને માને. જો વાઘ પરિવા–ધમ આજ્ઞાથી બંધાયેલ છે. ૩rors ધો–આજ્ઞાથી જ ધર્મ છે. પ્રતિકમણની ક્રિયામાંથી જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવાને અધ્યવસાય એ જ મોટામાં મેટો લાભ છે, એ જ મોટામાં મેટી ભાવશુદ્ધિ છે. આજ્ઞાપાલનના અધ્યવસાયપૂર્વક જેઓ પ્રતિકમણની કિયા તે શું પણ જિનમતનું એક નાનામાં નાનું ધર્માનુષ્ઠાન આચરે છે, તેઓને થતા લાભની કઈ સીમા નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ પર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે, કે— આ જિનાકત છે, આપ્તપ્રણીત છે, એવા પ્રકારની ભક્તિ અને બહુમાન પૂર્ણાંક દ્રવ્યથી (અર્થાત્ અંતરના ભાવ વિના ) પણુ ગ્રહણ કરાતું પ્રત્યાખ્યાન ભાવપ્રત્યાખ્યાન(અર્થાત્ શુદ્ધપ્રત્યાખ્યાન)નું કારણ અને છે. કારણ કે આ જિનેશ્વરાએ કહેલ છે, એવા પ્રકારના બહુમાનના આશય દ્રવ્યપ્રત્યાખ્યાનના હેતુભૂત અવધિ, પરિણામ, અહિઁકલેાભ, મ દેત્સાહ આદિ દ્વેષને દૂર કરી દે છે. પ્રતિક્રમણની ક્રિયા જિનપ્રણીત છે, આમાગમમાં કહેલી છે તથા તે કર્માંના ક્ષયના હેતુ છે. એવા પ્રશ્નારની શ્રદ્ધાપૂર્વક જેએ તે ક્રિયા કરે છે, તેઓની ક્રિયામાં અવિધિ આદિ દોષ રહેલા હાય, તે પણ તે કાલક્રમે નાશ પામે છે. જિનાજ્ઞારાધનરૂપી આ મહાન લાભ પ્રતિક્રમણની ક્રિયા કરનારાઓને મળે છે. માત્ર તે જોવાની દૃષ્ટિ નહિ હેાવાના કારણે જ તે દેખાતા નથી. હવે તે ક્રિયાના લાભ જોવાની બીજી એક દષ્ટિ છે, તે એ કે પ્રતિક્રમણની ક્રિયા દોષની શુદ્ધિ અને ગુણની વૃદ્ધિ માટે છે, તે તે કરનારના દોષ કેટલા ટળ્યા ? અને ગુણુ કેટલા વધ્યા ? પરંતુ ક્રિયાના આ લાભ જોવાની દૃષ્ટિ ઘણી જોખમી છે, કારણ કે શુ અને દોષ એ આંતિરક વસ્તુ છે. બીજાના આંતરિક ભાવાને જોવાનું સામર્થ્ય છદ્મસ્થમાં છે નહિ, તેમ કરવા જતાં વ્યવહારને વિલાપ થાય છે. વ્યવહારના વિલાપથી તીર્થના વિલેાપ થાય છે. શાસ્ત્રકાર મ િએ કમાવ્યું છે, કે— * जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद्भावप्रत्याख्यानस्य कारणम् ॥ श्री हरिभद्र सूरिकृत अष्टक ८, श्लोक -८ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જો જિનમતને અંગીકાર કરવા ચાહતા હૈા તે વ્યવહાર અને નિશ્ચય એમાંથી એકેયને છેડશે નહિ, કારણ કે-વ્યવહારના વિલાપથી તીના વિચ્છેદ થાય છે અને નિશ્ચયના વિલાપથી સત્યના વિચ્છેદ થાય છે. વ્યવહાર ક્રિયાપ્રધાન છે. નિશ્ચય ભાવપ્રધાન છે. સાધુની ક્રિયામાં રહેલા સાધુ, સાધુ તરીકે માનવાયેાગ્ય છે; પછી ભાવથી તે સાધુ તરીકેના ભાવમાં હેાય કે ન હેાય, કારણ કે ભાવ તે અસ્થિર અને અતીન્દ્રિય છે, ક્ષક્ષણવારમાં પલટા લે છે. ભાવના પલટવા માત્રથી સાધુનું સાધુપણું સર્વથા મટી જતું નથી, કારણ કે તે ક્રિયામાં સુસ્થિત છે. જેમ કે પ્રસન્નચન્દ્ગ રાજર્ષિ ભાવથી સાતમી નારકીના દળિયાં એકત્ર કરતા હતા, પણ ક્રિયાથી સાધુલિંગમાં અને સાધુના આચારમાં હતા, તે તે શ્રેણિક આદિને વંદનીય હતા. ભાવ પલટાતાની સાથે ક્ષણવારમાં સર્વાર્થસિદ્ધ વિમાનને અને ક્ષણવારમાં કેવળજ્ઞાનને યાગ્ય બન્યા. તેથી આંતરિક ભાવા ઉપરથી જ ખીજાની ક્રિયાના લાભ-અલાભનું માપ કાઢવું કે તેને જ એક માપકયંત્ર બનાવવુ તે દોષદ્ધિ છે, દ્વેષદિષ્ટ છે અથવા અજ્ઞાનદિષ્ટ છે. તે ષ્ટિને ત્યાગ કરીને પ્રતિક્રમણની ક્રિયા જોવામાં આવે તે તે કરનારા પ્રભુ-આજ્ઞાના આરાધક બનતા દેખાશે, અને પ્રભુ-આજ્ઞાની આરાધનાના પરિણામે મુક્તિમાર્ગના સાધક લાગશે. હવે ત્રીજી દષ્ટિ ક્રિયાવડે પોતાના આત્માને લાભ થયે કે ગેરલાભ થયા ? તેને જોવું તે છે, એ દૃષ્ટિ શાસ્ત્રવિહિત છે. * जई जिणमयं पवज्जह, ता मा बवहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अन्नेण उ तचं ॥ -भगवती टीका Page #56 -------------------------------------------------------------------------- ________________ બીજાના આંતરિક ભાવેને નિર્ણય કર દુષ્કર છે, પણ પિતાના ભાવને નિર્ણય કર સર્વથા દુકર નથી. તે પણ જોવા માટે કાળજી ધારણ કરવામાં ન આવે તે તીર્થ ટકાવવા જતાં સત્યને જ નાશ થાય. અહીં સત્ય એટલે અશઠભાવે તીર્થના આરાધનથી થતે આત્મિક ફાયદે સમજવાને છે. તે માટે પિતાના ભાવોનું નિરીક્ષણ અવશ્ય કરવું જોઈએ. ક્રિયા કરવા છતાં પિતાના ભાવ સુધરતા ન હોય, તે તે ક્રિયાને દ્રવ્યકિયા, સ્વકાર્ય કરવાને અસમર્થ એવી તુચ્છક્રિયા માનવી જોઈએ. તે ક્રિયા કાં તે વિષયિા હેવી જોઈએ, ગરલક્રિયા હોવી જોઈએ કે સમૂર્હિમ કિયા હેવી જોઈએ. આ લેકના પૌગલિક ફલની આકાંક્ષાથી થતી કિયા વિષક્રિયા છે. પરલકના પૌગલિક ફલની આકાંક્ષાથી થતી તે જ કિયા ગરલક્રિયા છે, અને આ લેક કે પરલેકના ફલની આકાંક્ષા ન હોય તે પણ શૂન્યચિત્તે, અમનસ્કપણે કે અનાભેગથી થતી ક્રિયા, એ સંમૂહૈિમ ક્રિયા છે. ક્રિયાના તે દોષ દૂર કરી, ઉપયોગયુક્ત બની, નિરાશસભાવે, કેવળ મુક્તિ અને કર્મક્ષયના ઈરાદે ક્રિયા કરવી જોઈએ અથવા શ્રી જિનેશ્વર ભગવંતની ભવચ્છેદક, ત્રિભુવનજનમાન્ય પરમ પ્રકૃષ્ટ આજ્ઞાના પાલનની ખાતર ક્રિયા કરવી જોઈએ. તેથી ભાવ સુધરે છે, ગુણ વિકસે છે અને દેષ ટળે છે, એટલા માટે શ્રી હરિભદ્રસૂરિ આદિ સૂરિપુંગવાએ સર્વધર્મવ્યાપારને મોક્ષનું કારણ કહેવા સાથે તેની જેડે પરિશુદ્ધ એવું વિશેષણ લગાડેલું છે. પરિશુદ્ધ એ ધર્મવ્યાપાર મેક્ષનું કારણ છે. પરિશુદ્ધ એટલે આશયની વિશુદ્ધિવાળે. કિલ્લાના પાંચ પ્રકારના આશય પિડશક આદિ ગ્રંથમાં બતાવ્યા છે. તેમાં પ્રથમ પ્રણિધાન છે. પ્રણિધાન એટલે કdવ્યતાને ઉપગ, આ મારું કર્તવ્ય છે Page #57 -------------------------------------------------------------------------- ________________ પપ એવી બુદ્ધિ. એ બુદ્ધિ શાસા ઉપરના બહુમાનથી ઉત્પન્ન થાય છે, કારણ કે શાસ્ત્રના આદિકર્તા અરિહંતદેવ છે. તેથી પ્રત્યેક ક્રિયા કરતી વખતે આ ક્રિયા બતાવનાર શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રના આદિ પ્રકાશક–આદ્ય પુરસ્કર્તા શ્રી અરિહંત પરમાત્મા છે, એ જાતિનું પ્રણિધાન રહેવાથી કર્તવ્યભાવના સતેજ રહે છે. બીજી બાજુ અરિહંત પરમાત્માનું ધ્યાન પણ ચાલુ રહે છે. તે માટે કહ્યું છે, કે – શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વીતરાગને આગળ કરવાથી સર્વસિદ્ધિઓ નિયમ પ્રાપ્ત થાય છે. જ જૈનદર્શનના મતે આ જ સાચું ઈશ્વરપ્રણિધાન છે. કેવળ ઈશ્વરનું નામ લેવાથી કે સ્તવન કરવાથી જ કલ્યાણ થઈ જશે, અથવા કેવળ વિવિધ પ્રકારનાં અનુષ્ઠાન કરવામાત્રથી જ કલ્યાણ થઈ જશે, એમ જૈન શાસન એકાંતથી કહેતું નથી. જૈન શાસન તે એમ કહે છે, કે-શાસ્ત્રને આગળ કરીને ચાલે. શાસ્ત્રને આગળ કરવાથી શાસ્ત્રના પુરસ્કર્તા તરીકે એક બાજુ વીતરાગનું સ્મરણ, ધ્યાન તથા બહુમાન થાય છે. બીજી બાજુ પિતાની ભૂમિકાને ગ્ય શાસ્ત્રનિર્દિષ્ટ કવ્યકમમાં રત રહેવા માટે જરૂરી શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થાય છે. વીતરાગનું નામસ્મરણ, સ્તવન- કીન કે અર્ચનપૂજન પણ શ્રી જિનમતમાં વીતરાગની આજ્ઞાનું પાલન તરીકે કરવાનું ફરમાવ્યું છે, કારણ કે તે આજ્ઞાપાલનને પરિણામ જ જીવને સિદ્ધિનું સાચું કારણ બને છે. * शास्त्रे पुरस्कृते वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्नियमात् सर्वसिद्धयः ॥ १॥ ज्ञानसार शास्त्राष्टक श्लोक-४ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ક્રિયાના બીજો આશય પ્રવૃત્તિ છે. અહીં પ્રવૃત્તિ એટલે પ્રયત્નને અતિશય, પેાતાતાને ઉચિત એવા ધર્મસ્થાનને વિષે (ઉપાયવિષયક નૈપુણ્યયુક્ત અને ક્રિયાની શીઘ્ર સમાપ્તિની ઇચ્છારૂપ ઔત્સુયદેોષથી રહિત) પ્રયત્નને અતિશય તે પ્રવૃત્તિ છે. ત્રીજો આશય વિજ્ઞજય છે. ધમમાં આવતાં વિઘ્ને અંતરાયાને દૂર કરવાના પરિણામ, તે વિઘ્નજય કહેવાય છે. ધર્મીના અંતરાય ત્રણ પ્રકારના છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અને ક’ટકકલ્પ, વરકલ્પ, અને દિગ્મેહકલ્પ કહ્યા છે. શીતેાદિ પરીષહે એ ક‘ટકકલ્પ વિઘ્ન છે અને તેને તિતિક્ષાભાવના વડે દૂર કરી શકાય છે. તિતિક્ષા એટલે શીતાદિ દ્વન્દ્વો સમભાવે સહન કરવાની વૃત્તિ. શારીરિક રેગેા એ જવરકલ્પ છે. તેને હિતાાર–મિતાહાર વડે દૂર કરી શકાય છે, અથવા આ રેગે મારા શરીરની સ્થિતિને ખાધક છે પણ આત્માના સ્વરૂપને નહિ, એ જાતિના વિચાર કરવાથી જીતી શકાય છે. મિથ્યાત્વાદિજનિત મનેાવિભ્રમ એ દિગ્ગહુકલ્પ નામનું તૃતીય વિઘ્ન છે. તેને મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ ભાવનાએ વડે અને ગુરુઆજ્ઞાના પારતંત્ર્યવડે જીતી શકાય છે. એ રીતે ત્રણેય પ્રકારના વિઘ્ના દૂર કરવાથી ધર્મસ્થાનનુ' નિર'તરાય– નિવિઘ્ન આરાધન થઈ શકે છે. સિદ્ધિ એ ચેાથે અને વિનિયોગ એ પાંચમા આશય છે. પ્રથમ ત્રણ આશયથી સામટા સેવનથી ધર્મની સિદ્ધિ થાય છે અને સિદ્ધિ થયા પછી યથાયેાગ્ય ઉપાય વડે બીજાને તેની પ્રાપ્તિ કરાવી શકાય છે. એ વિનિયેાગ નામના પાંચમે આશય છે. આ પાંચે ય પ્રકારના આશયથી શુદ્ધ એવા ધર્મવ્યાપાર મેાક્ષનું કારણુ અની શકે છે, પણ કેવળ ધર્મવ્યાપાર નહિ, કારણ કે વાસ્તવિક ધર્મ' એ પુષ્ટિ અને શુદ્ધિવાળુ ચિત્ત છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પચ્ચેપચય એ ચિત્તની પુષ્ટિ છે અને ઘાતકમના ક્ષયથી ઉત્પન્ન થનારી આંશિક નિમળતા એ ચિત્તની શુદ્ધિ છે. પ્રણિધાનાદિ આશયથી ચિત્તના એ બનને ય ધર્મો અનુક્રમે વધતા જાય છે અને તેની પુષ્ટિ અને શુદ્ધિને પ્રકષ મેક્ષમાં પરિણમે છે. આ આશયથી શૂન્ય અનુષ્ઠાન અનુબંધવાળું બનતું નથી. તેથી તેને કરવા છતાં શુદ્ધિને પ્રર્ષ થવાને બદલે વિદ્યમાન અશુદ્ધિ કાયમ રહે છે. એ રીતે ક્રિયાની પાછળ આશય ભળે છે, ત્યારે તે બનેય મળીને મેક્ષનો હેતુ બને છે. આશયશુદ્ધિપૂર્વકની પ્રતિકમણની ક્રિયા વિશેષ કરીને મોક્ષને હેતુ બને છે, કારણ કે તેમાં સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન એ પાંચે પ્રકારના ગેની વિશિષ્ટ આરાધના રહેલી છે. ૧ સ્થાન–કાયેત્સર્ગાદિ આસનવિશેષ. ૨ વર્ણ–ક્રિયામાં ઉચ્ચારાતા સૂત્રના અક્ષરો. ૩ અર્થ—અક્ષરેમાં રહેલા અર્થવિશેષને નિર્ણય. ૪ આલંબન–બાહ્ય પ્રતિમા, અક્ષ–સ્થાપના આદિ વિષયક ધ્યાન. ૫ અનાલંબન–બાહ્ય રૂપી દ્રવ્યના આલંબન રહિત કેવળ નિવિકલ્પ ચિત્માત્ર સમાધિ. યેગશાસ્ત્રમાં પ્રતિપાદિત આ પાંચ પ્રકારને વિશિષ્ટ યોગ પ્રતિકમણની ક્રિયામાં સધાય છે. તેમાં સ્થાન અને વર્ણ, એ બે કિયાગ છે, કારણ કે સ્થાન એ શારીરિક અને વર્ણએ વાચિક ક્રિયારૂપ છે, અને અથ, આલંબન તથા અનાલંબન એ ત્રણ જ્ઞાનગ છે, કારણ કે તે માનસિક વ્યાપારરૂપ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ એ રીતે, આશયશુતિપૂર્વક કરાતી આ ક્રિયા તીર્થના રક્ષણ સાથે મેક્ષની પણ પ્રાપ્તિના હેતુભૂત થાય છે. હાથકંકણને આરસીની જરૂર નથી. ક્રિયા કરીને તેને લાભ પ્રત્યક્ષ અનુભવ, એ જ તેને સમજવાને રાજમાર્ગ છે. શંકા ૧૨ઃ પ્રતિક્રમણ સૂત્ર ઉપર અનેક પુસ્તકે બહાર પડ્યાં છે, તે નવું પુસ્તક પ્રકટ કરવાની જરૂર શી છે? સમાધાનઃ આમ તે પ્રતિકમણુસૂત્ર ઉપર કઈ પણ પુસ્તક બહાર પાડવાની જરૂર જ નથી, કારણ કે સૂત્રો અલ્પ છે, અને તે પુસ્તક વિના પણ મુખપાઠ કરાવી શકાય એમ છે. ૨૫–૫૦ વર્ષ પહેલાના સમયમાં એ રીતે જ થતું હતું. તથા તેને અર્થ– ભાવાર્થ-દંપર્યા વગેરે વિસ્તૃત રૂપમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરેમાં લખાયેલ મેજૂદ છે. તથા તેને ભણનારા, ભણાવનારા અને સમજાવનારા સાધુ-સાધ્વીઓ વગેરે પણ મળી આવે છે. પરંતુ પ્રજાના દુર્ભાગ્યની વાત છે, કે છેલ્લા દોઢસબસે વર્ષથી પરદેશી રાજ્ય અને તેના સંસગ અને શિક્ષણથી તેની જડવાદી સંસ્કૃતિની અસર દેશભરમાં વ્યાપી ગયેલી છે. જે ભાષામાં સૂત્રો અને તેની ટીકા વગેરે રચાયેલાં છે, તે ભાષા ભુલાઈ ગઈ છે. તેની જગ્યાએ નવી જ ભાષા લેકોના મે અને નવા જ વિચારે લોકોના મગજે ચઢી ગયા છે. તેથી આ સંસ્કૃતિ, આર્ય ધમ, આય ક્રિયાઓ અને આય આચારે લુપ્તપ્રાય બનતા જાય છે, અને તેની સામે બહારની અસરથી અનેક જાતના ઊલટા વિચારે લેકમાં પ્રવેશ પામતા જાય છે. તે જ એક કારણે પ્રતિકમણ જેવી મહત્ત્વની ક્રિયા પ્રત્યે અને તેના મંત્રમય અર્થગર્ભિત મહાન સૂત્રો અને તેને અભ્યાસ પર પણ એક પ્રકારની બેદરકારી કે બેદિલી ફેલાતી જાય છે. તેનાથી થતાં અનિષ્ટ અટકાવવા માટે આજ સુધી પ્રતિક્રમણનાં સૂત્રો અને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તેના અર્થો સમજાવવા અનેક પ્રકારનાં જુદાં જુદાં પુસ્તક દ્વારા પ્રયત્ન થાય છે અને તેથી તેના ઉપર થોડી ઘણી શ્રદ્ધા અને તેનું શેડું ઘણું જ્ઞાન ટકી રહ્યું છે. - આ પુસ્તક પણ એક આવા જ પ્રકારને પ્રયત્ન છે. તેમાં સૂત્રો અને અર્થોની શુદ્ધિ માટે શક્ય તેટલે પ્રયાસ કરવામાં આવ્યું છે. પ્રતિક્રમણત્રોની ગંભીરતા તથા અર્થવિશાળતા બતાવવા માટે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને ટીકાઓને સાક્ષાત આધાર લેવામાં આવ્યું છે તથા તેમાં અશાસ્ત્રીય કઈ પણ વિચાર પ્રવેશ પામી ન જાય તે માટે શક્ય તેટલે મુનિઓને સાથ લેવામાં આવ્યું છે. તેમ છતાં તેમાં અનેક ત્રુટિઓ અને ખલનાએ રહી જવાને સંભવ છે, કારણ કે સૂત્રકાર અને અર્થકારની અગાધ બુદ્ધિની આગળ સંપાદક, લેખક કે સંશોધકે આદિની બુદ્ધિ અતિશય અલ્પ છે. તે બધી ત્રુટિઓ ધ્યાનમાં હોવા છતાં નવા સંસ્કારમાં ઊછરતી વર્તમાન અને ભાવિ પ્રજાનું હિત લક્ષ્યમાં રાખીને શકય તેટલે વિસ્તાર કરી આ પુસ્તક ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં આ પ્રથમ ભાગ છે અને તેમાં માત્ર સામાયિક અને ચૈત્યવંદન સુધીનાં સૂત્રો જ આવી શક્યાં છે. - ચતુર્વિધ સંઘને આ ક્રિયા નિત્ય ઉપયોગી હોવાથી અને શાસ્ત્રીય વિચારેના ગૂઢાર્થ–રહસ્ય સરળ ભાષામાં શ્રદ્ધા સાથે સમજવા જરૂરી હોવાથી આ પુસ્તક આ રીતે પ્રસિદ્ધ થવું આવશ્યક હતું. શાસ્ત્રમાં કહ્યું છે કે અજ્ઞાત વસ્તુ કરતાં જ્ઞાત વસ્તુ ઉપર અનંતગુણ શ્રદ્ધા પેદા થાય છે. * રત્ન સ્વભાવથી જ સુંદર * शाते वस्तुनि अशाताद्वस्तुनः सकाशादनंतगुणिता श्रद्धा प्रवर्धते । उपदेशरहस्य टीका गा. ११० Page #62 -------------------------------------------------------------------------- ________________ છે, છતાં તેના મૂલ્યનું વાસ્તવિક જ્ઞાન થયા પછી તેના ઉપર જે શ્રદ્ધા થાય છે, તે દૃઢ અને અનેકગુણથી અધિક હોય છે. પ્રતિકમણનાં સૂત્રો સાચાં રત્નની જેમ સ્વભાવથી જ સુંદર છે. તે પણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેના અર્થ અને રહસ્યોનું, પ્રભાવ અને માહાસ્યનું યથાસ્થિત જ્ઞાન મેળવવાની જરૂર છે. આ પુસ્તકમાં તે જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણ–સૂત્રના શાસ્ત્રીય શબ્દો અને સત્યો બને તેટલી સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. એ વાંચવાથી, ભણવાથી પ્રતિકમણુ–સૂત્રો સંબંધી ફેલાયેલી અજ્ઞાનતા તથા પ્રતિકમણની ક્રિયા પ્રત્યે આવેલી કે આવતી બેદિલી દૂર થશે અને હવે પછી પ્રગટ કરવાના વિભાગે તથા આજ પૂર્વે પ્રગટ થયેલાં પુસ્તકે વાંચવા તથા ભણવા માટે અંતરની ઝંખના વધશે તથા આ સૂત્રો અને તેના અર્થો રચનારા તથા પ્રકાશનારા અને આજ સુધી તેને સુરક્ષિત રાખીને આપણું પર્યન્ત સક્રિયરૂપે લઈ આવનારા પરમ ઉપકારી પૂવ મહર્ષિએ ઉપર આંતરિક બહુમાનને ભાવ પ્રગટ થશે. આ પુસ્તકના લેખક અને યોજક મહાનુભાવો આ કાર્ય માટે જે આ વિષયના જાણકાર ગીતાર્થ મહાપુરુષ પ્રત્યે સમર્પિત ભાવને ધારણ કરવાની મનોવૃત્તિવાળા બન્યા ન હતા તે આ પુસ્તક જે રીતે પ્રસિદ્ધ થવા પામ્યું છે, તે રીતે કદાચ પ્રસિદ્ધ થવા પામત નહિ. જૈન શાસ્ત્રના કેઈ પણ વિષય ઉપર કલમ ઉપાડવી હોય તેણે સૈથી પ્રથમ ગીતાર્થ પારતંત્ર્ય પ્રાપ્ત કરવું જ પડશે, અન્યથા લાભ થવાને બદલે તેનાથી મેટે અનર્થ થવાનો સંભવ છે. ભૂતકાળમાં આમ બન્યું છે. તત્વાર્થભાષ્ય પરથી આવશ્યકને અંગબાહ્ય તરીકે સ્થવિરકૃત માની ગણધરકૃત નથી એવું સ્થાપિત Page #63 -------------------------------------------------------------------------- ________________ કરાયું છે, પણ તે ખોટું છે; કેમકે ઠણંગસૂત્રમાં અંગબાહ્યશ્રતના આવશ્યક અને આવશ્યક-વ્યતિરિક્ત એવા બે ભેદ પાડી આવશ્યકને ગણધરકૃત અને આવશ્યક-વ્યતિરિક્તને (ઉત્તરધ્યયનાદિને) સ્થવિરકૃત જણાવ્યું છે. એ જ વાત દ્રવ્ય લોકપ્રકાશ સગ ત્રીજ, ગા. ૮૭ થી ૯૮ માં છે. વિશેષાશ્યકભાષ્યમાં અંગબાહામૃતના ત્રણ અર્થે કરવામાં આવ્યા છે.+ તે આ રીતે : (૧) અંગબાહ્ય એટલે સ્થવિરકૃત તે ભદ્રબાહસ્વામીકૃત આવશ્યકનિક્તિ આદિ (૨) અંગબાહ્ય એટલે ત્રિપદીપ્રશ્નોત્તર સિવાય રચાયેલું આવશ્યકાદિ સાહિત્ય. (અહીં આવશ્યકને ગણધરકૃત અને આદિપદથી ઉત્તરાધ્યયન વગેરે શ્રતને સ્થવિરકૃત સમજવાનું છે, કારણ કે આવશ્યકાદિના કર્તા સ્થવિર છે એમ સૂચવ્યું નથી.) (૩) અંગબાહા એટલે અધુવકૃત અર્થાત્ સવ તીર્થંકરદેવેન તીર્થમાં નિયત નહિ તેવું. તે તંદુવેયાલિયપયન્ના પ્રમુખ જાણવું. આ પરથી એ સુસ્પષ્ટ છે કે મધ્યના બાવીસ તીર્થપતિના શાસનમાં આવશ્યક–રચના નિયત છે. ભલે, એને ઉપગ અતિચાર લાગવારૂપ કારણ ઉપસ્થિત થયે થતું હોય. ત્યાં ગણધરભગવંત અને તેમના શિષ્યોને અતિચારના કારણે પ્રતિકમણ કરવું જ પડે છે. તે માટે આવશ્યક आवस्सए चेव आवस्सय वइरित्ते चेव । ટાઇગર સ્થા. ૨. ૩. સા. ૨૨ + गणहरथेरकर्य वा, आएसा मुहवागरणओ वा । धुवचलविसेसओ वा, अंगाणंगेसु नाणत्तं ॥ વિ. મ. સા. ૨૦ વિશેષ માટે જુઓ. આ ગાથા ઉપમલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સૂત્રની રચના જરૂરી છે, તેથી પણ આવશ્યક ગણધરકૃત કરે છે. આ રીતે આગમ-પાઠાથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે, એ વાત નિશ્ચિત થતા તા ભાષ્યના સ્થવિરકૃત આવશ્યકના અ આવશ્યકનિયુક્તિ જ કરવા જોઇએ. આથી સમજાશે કે શાસ્ત્રીય વસ્તુના નિષ્ણુય શાસ્ત્રજ્ઞ ગીતા પુરુષોના આલખન વિના કરવામાં ઉત્સૂત્રભાષણાદિના ભય જન્મે છે. આ પુસ્તકમાં કરેલા અર્થાંના વાંચન, મનન અને અધ્યયનથી મૂલ આવશ્યક અને તેના ઉપર નિયુક્તિ આદિના રચનારા મહર્ષિએ ઉપર અંતરનાં બહુમાન જાગૃત થાય અને તે મૂળ ગ્રંથાને વાંચવાની તથા ભણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તથા પ્રતિક્રમણની આત્મવિશેાધક અમૂલ્ય ક્રિયાને નિત્ય આચરવાની સૌ કાને સુ ંદર બુદ્ધિ જાગે, તે લેખક, યાજક તથા અન્ય સ સહાયકોના પ્રયાસ સફળ થયેા લેખાશે. વિ. સં. ૨૦૦૭, વૈશાખ સુદિ ૫, શુક્રવાર. | પ', ભદ્રંકરવિજય ગણી ૫. કુરન્ધવિજય ગણી Page #65 -------------------------------------------------------------------------- ________________ * * જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને (જિક શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશી) * ૧. શ્રી પંચપ્રતિક્રમણ–સૂત્ર (પ્રધટીકાનુસાર) રૂા. ૨-૦૦ * ૨. શ્રી પ્રતિકમણની પવિત્રતા (બીજી આવૃત્તિ) રૂા. ૦–૩૭ * ૩ સચિત્ર સાથે સામાયિક-ચૈત્યવંદન રૂા. ૦-૫૦ ૪. શ્રી પ્રતિક્રમણ–સૂત્ર પ્રધટીકા, ભાગ પહેલે (બીજી આવૃત્તિ) રૂા. પ-૦૦ * પ. શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રધટીકા, ભાગ બીજે રૂા. પ-૦૦ ૬. શ્રી પ્રતિક્રમણ–સૂત્ર પ્રબોધટીકા, ભાગ ત્રીજે રૂા. ૫-૦૦ * ૭. વેગ પ્રદીપ રૂા. ૧–૫૦ * ૯. નમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) રૂ. ૨૦-૦૦ ૧૦. નમસ્કાર સ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ) રૂા. ૧૫-૦૦ * ૧૧. સર્વાનુશાસન (ગુજરાતી અનુવાદ સાથે) રૂા. ૧-૦૦ ૧૨. ઋષિમંડલસ્તવ મંત્રાલેખન (ગુજરાતી અનુવાદ તથા યંત્ર સાથે) રૂા. ૩૦૦ ૧૩. રાષિમંડલ યંત્ર (ત્રિરંગી, આઈપેપર કેટે) રૂા. ૧-૦૦ * ૧.૪ સવ સિદ્ધાંત પ્રવેશક (સંસ્કૃત) રૂ. ૧૦૦ * ૧૫. ધ્યાનવિચાર (ગુજરાતી અનુવાદ સાથે) અમૂલ્ય * ૧૬. નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગના ચિત્રોનું આલ્બમ રૂા. ૫-૦૦ ૧૭. જિનસ્નાત્ર વિધિ અને અહંત અભિષેક વિધિ રૂ. ૧-૦૦ ૧૯. ગસાર (ગુજરાતી અનુવાદ સાથે) રૂા. ૨-૦૦ ૨૦. રોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ રૂ. ૧૫૦૦ * ૨૧. ઉવસગ્ગહરં સ્તુત્ર સ્વાધ્યાય (સચિત્ર-સયંત્ર) રૂ. ૧૦-૦૦ ૨૨. સૂરિમંત્રકલ્પ સમુચ્ચય, ભાગ પહેલે રૂા. ૨૦-૦૦ ૨૩. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા (ગુજરાતી) રૂા. ૧૦-૦૦ * આ પુસ્તકે સ્ટોકમાં નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ રૂા. ૨-૦૦ રૂા. ૭-૦૦ ૨૫ સાચાતક તથા સમતારશતક (ગુજરાતી અનુવાદ સાથે) * ૨૬. લેગસ્સસૂત્ર સ્વાધ્યાય છે. ર૭. શ્રી પંચપ્રતિકમણ સૂત્ર હિન્દી (પ્રબોધટીકાનુસારી) ૨૮. સમતા એગ (હિન્દી) રૂા. ૨-૦૦ રૂા. ૧-૦૦ ઈગ્લીશ વિભાગ ૮. એ કમ્પલીટ સ્ટડી ઓફ ધી જૈન થીયરીઝ એક રીયાલીટી એન્ડ નોલેજ રૂ. ૧પ-૦૦ ૧૮. પ્રમાણ–ય-તત્વાકાલંકાર વીથ ઈંગ્લીશ ટ્રાન્સલેશન રૂા. ૨૦-૦૦ ૨૪. સિદ્ધસેન ન્યાયાવતાર એન્ડ અધર વર્કસ રૂા. ૧પ-૦૦ ૨૯, જૈન મેરલ ડેકટ્રીન રૂા. ૭-૦૦ મુદ્રણ થાય છે ૩૦. યેગશાસ્ત્ર-સ્વપજ્ઞવૃત્તિયુક્ત (પ્રત આકારે) ૨૧. સૂરિમંત્ર ઉપસમુચ્ચય, ભાગ બીજે ૨. પ્રતિક્રમણની પવિત્રતા ૪. શ્રાદ્ધ પ્રતિક્રમણસૂત્ર (પ્રબોધટીકા) ભાગ ૧ લે (ત્રીજી આવૃત્તિ) ૫. શ્રાદ્ધ પ્રતિકમણુસૂત્ર (પ્રબોધટીકા) - ભાગ ૨ જે (બીજી આવૃત્તિ) ૬. શ્રાદ્ધ પ્રતિકમણુસૂત્ર (પ્રબોધટીકા) ભાગ ૩ (બીજી આવૃત્તિ) આ પુસ્તક Forivate & Personal Use Page #67 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મુનિરાજ શ્રી ભુવન વિજયાતેવાસી આગમશાસ્ર નિપુણ મુનિરાજ શ્રી જવિજયજી સ’પાદિત, દુલભ, અતિપ્રાચીન અને ધણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે.... અમારાં એ નવીન પ્રકાશના ૧. યોગશાસ્ત્રમ્ (સ્વાપન્નવૃત્તિ સહિત બે પ્રકાશ) પ્રથમ ભાગ. શ્રી હેમચંદ્રસૂરિજી વિરચિત આ અપ્રાપ્ય ગ્રન્થને તેરમી સદીમાં તાડપત્ર પર લખાયેલી પ્રતિ ઉપરથી મુનિરાજ શ્રી જમ્રુવિજયજીએ લગભગ ૬૦ જેટલા શાસ્ત્રગન્થાની સહાય લને પાઠાંતરે તથા ટિપ્પણા સાથે અનેક વર્ષોના અથાક પરિશ્રમે તૈયાર કર્યાં છે. આગળના ભાગા પણ ક્રમે ક્રમે તૈયાર થઇ રહ્યા છે. યોગપ્રેમી અને અભ્યાસીઓને મહા ઉપયોગી આ ગ્રંથ ૪૨૪ પાનાઓમાં પ્રતાકારે તૈયાર થયેલા છે. મૂલ્ય રૂા. ૨૦-૦૦ (પોલ્ટેજ અલગ) ૨. સૂરિમ`ત્ર કલ્પેસમુચ્ચય ભાગ ખીજે, આને પ્રથમ ભાગ આઠ વર્ષ પહેલાં પ્રકાશિત કરવામાં આવ્યેા છે. અનેક શકિતના મહાસાગર જેવા, ગૂઢમંત્રા ગભિત અને અનેકકલ્પો, સ્તોત્રા અને આમ્નાયાથી યુકત આ સુોભિત ગ્રંથ ૧૨ પ્રતિના આધાર લઇને તૈયાર કરવામાં આવ્યા છે. ૩૦૦ પાનાઓમાં વહેંચાયેલા આ માહિતી પૂણુ' ગ્રંથમાં ૧૬ સુંદર યંત્રા તથા મંત્રપા આપવામાં આવ્યા છે. તેમાં સ્વસ્થ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનુ વિદ્વત્તાપૂર્ણ પ્રાકકથન અને ૭ પરિશિષ્ટો છે. તથા નયનરમ્ય જેકેટ અને સુંદર સુશેાભનાથી તે વિભૂષિત થયેલા છે. આચાય ભગવંતો અને શ્રમણ્ સધ માટે અનિવાય અને અદ્ભુત ગ્રંથ છે. મેળવવા માટે લખા. ・ કિંમત રૂા. ૩૦-૦૦ મ’ત્રીશ્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, એસ. વી. રેડ, વીલેપારલા (પશ્ચિમ), મુંબઇ-૫૬. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ સૂત્રના ગભીર ભાવોને રસમય અને સરળ ભાષામાં રજુ કરતી પ્ર બે ધ ટી કા પ્રત્યેક જૈને વાંચવી જ જોઈએ. ઘણા પરિશ્રમ વર્ષોની મહેનત પછી હજારો રૂપિયાના ખર્ચે ત્રણે ભાગના કુલ ર૦ 0 0 વધુ પાનાં, ગ્લેઝ કાગળ, બાડ પટ્ટીનું પુડું'. છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂપિયા સાઠ દરેકના રૂા. ર૦–૦ 0 પ્રાજક શેઠ અમૃતલાલ કાલીદાસ દોશી બી. એ. સંશોધક પંન્યાસ શ્રી ભદ્રકવિજ્યજી ગણી પંન્યાસ શ્રી ધુરંધરવિજયજી ગણી પંડિત લાલચંદ ભ. ગાંધી શ્રાદ્ધપ્રતિક્રમણ (પ્રબોધટીકા) ભા. 1, ત્રીજી આવૃત્તિ રૂા. 20-00 શ્રાદ્ધપ્રતિક્રમણ (પ્રબોધટીકા) ભા રજે, બીજી આવૃત્તિ રૂા. 20-00 શ્રાદ્ધપ્રતિક્રમણ (પ્રાધીકા) ભા. ૩જે, બીજી આવૃત્તિ રૂા. 20-00 ત્રણે ભાગ સાથે લેનારને રૂા. 55-00 માં આપવામાં આવશે. પ્રથમ ઓર્ડર આપનારને રૂા. 50-00 માં આપવામાં આવશે. આ પુસ્તકા ત્રણ માસમાં મળી જશે. આજે જ આપની નકલ મેળવવા લખા : જૈન સાહિત્ય વિકાસ મંડળ 112, એસ. વી. રોડ, ઇરલા, મુંબઈ–૫૬. - Jaim ienational