________________
૩
સૂત્રાનું કરાવવુ? એ પ્રશ્ન ઘણા વિચારણીય છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રથમ અધ્યયન મુખ્યત્વે ક્રિયાપ્રધાન સૂત્રાનું કરાવવામાં આવે છે. તેથી વિરુદ્ધ દિગમ્બર સંપ્રદાયમાં (તત્ત્વાર્થસૂત્ર જેમાં મુખ્ય છે એવા) તત્ત્વજ્ઞાનપ્રધાન ગ્રંથોનું કરાવવામાં આવે છે. મુતિમામાં બન્ને ય વસ્તુ ઈષ્ટ હાવા છતાં, એકાકીપણે અન્ને નિષ્ફળ છે, એ વાત આપણે ઉપર જોઈ આવ્યા છીએ. હવે જ્યારે ક્રમના જ વિચાર કરવા છે, ત્યારે સૌથી પ્રથમ જ્ઞાનને મુખ્યતા આપવી કે ક્રિયાને ? એ પ્રશ્ન આવીને ઊભે રહે છે. સર્વજ્ઞ, ભવભીરુ અને ગીતા શ્વેતામ્બર મર્ષિએ પાસે પંચાંગીસમેત સમસ્ત શ્રુતજ્ઞાનના વારસો હાવાથી તેના મન્થનસ્વરૂપ તેઓએ ક્રિયાપ્રધાન સૂત્રાનાં અધ્યયનના જ ક્રમ પસંદ કર્યાં છે, અને પોતાના અનુયાયીઓનું જીવન તદ્દનુસાર ઘડવાને માટે જ મુખ્ય પ્રયાસ કર્યાં છે. એનું પિરણામ આજે પ્રત્યક્ષ રીતે એ જોવા મળે છે કે શ્વેતામ્બર સંપ્રદાયમાં દોષની શુદ્ધિ માટેની પ્રતિક્રમણુરૂપી આવસ્યક ક્રિયા પ્રતિદિન ચાલુ છે. પ્રતિદિન નહિ કરી શકનાર પ્રતિપક્ષ, પ્રતિચાતુર્માસ અને છેવટે પ્રતિવષ એક વાર તે અવશ્ય કરે જ છે, તેથી સંધવ્યવસ્થા જળવાઈ રહે છે; પાપથી પાછા હઠવારૂપી કર્તવ્યના અમલ કરવા માટેની સમગ્ર સંઘની ધર્મભાવના ટકી રહે છે; સમાન સૂત્રો વડે સૌ કોઇને તે ક્રિયા કરવાની હાવાથી સકલ સોંઘ ( પછી તે દ્રવ્યની અપેક્ષાએ સાધુ–સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ હા, અથવા ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ દેશમાં વસનારા હા, અથવા નયની અપેક્ષાએ માળ, વૃદ્ધ, યુવાન કે પ્રૌઢ વયે પહોંચેલા હા, અથવા ભાવની અપેક્ષાએ બહુગુણી, અલ્પશુણી, મધ્યમગુણી કે સામાન્યગુણી હા–સૌ કાઇ) પોતાને લાગેલા દાષાની શુદ્ધિ કરવારૂપ ક્રિયાના આરાધક મનીને યુતિને સાધવા માટે શક્તિમાન થાય છે. ક્રિયાપ્રધાનતાના આ મહાન લાભ છે, એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org