________________
१४ ક્રિયાપ્રધાન સંઘમાં જેટલું જ્ઞાન વધતું જાય તેટલું લાભદાયી છે, શણગારરૂપ છે, શોભારૂપ છે, કુગતિના માર્ગને કાપનારું છે. એથી વિરૂદ્ધ જ્યાં કિયા મુખ્ય નથી મનાઈ અને જ્ઞાન જ મુખ્ય મનાયું છે, ત્યાં જ્ઞાન વધવા છતાં મેટે ભાગે અહંકારની વૃદ્ધિ, કિયાની ઉપેક્ષા, પ્રમાદની પુષ્ટિ અને આલસ્યનો આદર થતું જાય છે. પરિણામે આત્માની અધોગતિ અને સ્વેચ્છાચારની પરંપરા વધે છે. અનાદિ કાળથી જીવને સ્વેચ્છાચારે વિહરવાની અને સ્વછંદાચારે ચાલવાની કુટેવ છે. તે કુટેવથી ટેવાયેલા જીવને જ્ઞાનની વાત મીઠી લાગે છે અને કિયાની વાત કડવી લાગે છે. પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓની દષ્ટિએ તેવા પુરુષની દશા–
જેસે પાગ કેઉ શિર બાંધે, પહિરન નહિ લગેટી;
સગુરુ પાસ કિયા બિનુ સીખે, આગમ બાત હું બેટી (– ઉપા. શ્રીયશવિજયજી. ગુ. સા. સં. ભા. ૧ લે, પૃ.૧૬ર, ગા. ૬) તેના જેવી થાય છે. નીચેનું અંગ ઢાંકવા માટે જેની પાસે એક નાની લટી પણ નથી, તે મસ્તક ઉપર મોટી પાઘડી બાંધી બજારમાં થઈને નીકળે તે હાસ્યાસ્પદ જ બને. તેની જેમ લાગેલાં પાપનું શુદ્ધિકરણ કરવા જેટલી સ્વ૯૫ કિયા પણ જેણે રાખી નથી, તે જ્ઞાનની અને શાસ્ત્રની મોટી મોટી વાત કરે તે તે વાત કરવા માત્રથી તેની શુદ્ધિ કે સદ્ગતિ થઈ શકતી નથી.
જેઓ પ્રતિકમણની ક્રિયાને આ દૃષ્ટિએ વિચારી શકે છે, તેઓને એ ક્રિયા માટેનાં અલ્પ પણ અત્યંત જરૂરી એવાં સૂત્રો ભણવા માટે અરુચિ કે કંટાળો થવાને લેશ પણ સંભવ નથી. ઊલટું, આટલાં અ૫ સૂત્રોમાં આવી મહાન કિયાને ચતુવિધ સંઘના હિત માટે ઉતારી આપનાર, અપૂર્વ રચનાશક્તિ ધારણ કરનારા ગણધરભગવંતના જ્ઞાન અને કરુણા ઉપર અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org