________________
ય શાસ્ત્રોમાં ચૌદ પ્રકારનાં ગુણસ્થાને વર્ણવ્યાં છે, તે અનુસાર
જ્યાં સુધી જીવ મિથ્યાત્વદોષને પરવશ છે, ત્યાં સુધી તે પહેલા ગુણસ્થાનથી ઉપર જઈ શકતું નથી. જ્યાં સુધી અવિરતિના દેષને પરવશ છે, ત્યાં સુધી ચેથા ગુણસ્થાનથી ઉપર ચઢી શકતે નથી અને જ્યાં સુધી પ્રમાદષને વશ છે, ત્યાં સુધી તે છઠ્ઠા ગુણસ્થાનની આગળ વધી શકતું નથી. વર્તમાનમાં કાળ અને ક્ષેત્ર તથા જીવની વૃતિ અને સંઘયણના દે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનથી ઉપરનાં ગુણસ્થાન માન્યાં નથી. સાતમ ગુણસ્થાનને સઘળે કાળ એકત્ર કરવામાં આવે તો પણ તે એક અંતમુહૂર્તથી અધિક થઈ શકતું નથી. જીવને વધુમાં વધુ કાળ પ્રમત્ત નામના છઠ્ઠા અને તેથી પણ નીચેનાં ગુણસ્થાને એ જ પસાર થાય છે, એ સ્થિતિમાં એનું રક્ષણ કરનાર કોઈ પણ હોય, તે તે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેયની પ્રતિપક્ષી ક્રિયાઓ જ છે.
મિથ્યાત્વથી પ્રતિપક્ષભૂત સભ્યત્વ છે. તે ચતુર્થ ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. તેનું રક્ષણ કરનાર ક્રિયા દેવ-ગુરુસંઘની ભક્તિ અને શાસનેન્નતિની ક્રિયા છે. અવિરતિની પ્રતિપક્ષી વિરતિ છે, તે બે પ્રકારની છે અંશથી અને સવથી. અંશથી વિરતિને દેશવિરતિ કહેવાય છે, સર્વથી વિરતિને સર્વવિરતિ કહેવાય છે. દેશવિરતિનું રક્ષણ કરનાર ગૃહસ્થના ષકર્મ અને બાર વ્રત વગેરેનું પાલન છે. સર્વવિરતિનું રક્ષણ કરનાર સાધુની પ્રતિદિનસામાચારી અને પ્રતિકમણાદિ ક્રિયા છે. એ ક્રિયાઓના અવલંબન
* देवपूजा गुरुपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने ॥ १॥
(गुणस्थानक्रमारोह टीका)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org