________________
કરવાથી જ દૂર થઈ શકે છે. તેથી શાસ્ત્રકારોએ દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ ફરમાવ્યાં છે, તેમાં પ્રથમ દૈવાસિક પ્રતિક્રમણ ફરમાવવાનું કારણ એ છે, કે–તીર્થની સ્થાપના દિવસે થાય છે અને તીથની સ્થાપનાના પ્રારંભથી જ પ્રતિક્રમણ કરવાનું હોય છે. કહ્યું છે, કે–
અહીં, તીર્થ દિવસપ્રધાન છે, અર્થાત્ તીર્થની ઉત્પત્તિ થાય છે, માટે પ્રથમ પ્રતિકમણ પણ દૈવસિક જ હોય છે.*
તીર્થસ્થાપના થાય, તે દિવસથી જ શ્રી ગણધર ભગવંતે પણ નિયમિત પ્રતિક્રમણ કરે છે. એ રીતે જે દિવસે શાસન સ્થપાય, તે દિવસથી જ પ્રતિકમણની આવશ્યકતા પડે છે. તેથી એ વાત પણ સિદ્ધ થાય છે, કે આવશ્યક સૂત્ર ખુદ ગણધરરચિત છે, પણ અન્યરચિત નથી,
શંકા ૯ઃ પ્રતિક્રમણ તો ક્રિયારૂપ છે, તેથી તેના વડે અધ્યાત્મની સિદ્ધિ શી રીતે થાય?
સમાધાન : અધ્યાત્મનું ઉપરચેટિયું જ સ્વરૂપ સમજનારને આ શંકા થાય છે. અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ સમજનારને તે પ્રતિકમણની સમગ્ર ક્રિયા અધ્યાત્મસ્વરૂપ જ ભાસે છે. અધ્યાત્મ શબ્દને વ્યુત્પત્યર્થ અને રૂલ્યર્થ સમજાવતાં ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ ફરમાવે છે, કે –
* इह यस्मादिवसादि तीर्थ दिवसप्रधानं च तस्मादेवसिकमादाविति ।
મ. નિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org