________________
શરૂ થઈ શકે છે. મન-વચન-કાયાના ચંગેનું પ્રયત્નપૂર્વક પ્રશસ્ત પ્રવર્તન છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવશ્યક છે. ત્યાર પછી બારમા સુધીનાં ગુણસ્થાનકેન કાળ અંતમુહૂર્તથી અધિક નથી. તેરમા ગુણસ્થાનકને કાળ દેશનપૂર્વકેટિ છે, પરંતુ ત્યાં ત્રણ પ્રકારનાં ધ્યાનમાંથી એક પણ પ્રકારનું ધ્યાન નથી. તે કાળને ધ્યાનતરિયા કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકે પણ ચિત્તનિરોધરૂપ
ધ્યાન નથી પણ યોગનિરોધરૂપ ધ્યાન છે. એ દષ્ટિએ વિચારતાં જિનશાસનમાં યોગનિરોધરૂપ એ જ સૌથી મહત્ત્વનું અને સૌથી ચડી આતું ધ્યાન માનેલું છે. તેનાં સાધનરૂપ જે કઈ કિયા તે પછી નિરોધરૂપ છે કે નિરવદ્ય વ્યાપારરૂપ છે, તે પણ ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય, તે ઉભયથી સધાય છે.
જેઓ ચિત્તવૃત્તિના નિરોધને જ કેવળ ધ્યાન કહે છે, તેઓ ધ્યાન શબ્દના અમને સમજ્યા નથી, કારણ કે ચિત્તવૃત્તિના નિષેધવાળું ધ્યાન તે સ્નાન, પાન, અર્થ, કામ આદિ સંસારવર્ધક અને કમબંધક ક્રિયાઓમાં પણ સંભવે છે, પરંતુ તે ધ્યાન આરૌદ્રસ્વરૂપ છે, ધર્મસાધક નથી. તેને પણ જે સાધક માનીએ તે માછલાં પકડવા માટે બગલાનું કે ઉંદર પકડવા માટે બિલાડીનું ધ્યાન પણ ઈષ્ટસાધક માનવું જોઈએ. પણ તેમ કઈ માનતું નથી. તેથી કેવળ ચિત્તવૃત્તિને નિરોધ ધ્યાનસ્વરૂપ બનતું નથી. કિંતુ, સંકિલષ્ટ ચિત્તવૃત્તિઓને નિરોધ એ વાસ્તવિક ધમસાધક ધ્યાન છે અને તે પણ એક પ્રકારના પ્રશસ્ત મને વ્યાપાર રૂપ છે. તેથી જ્યાં સુધી આત્માને પ્રમાદદોષ પ્રત્યે નથી, ત્યાં સુધી પ્રમાદ તરફ ધસી રહેલા મન-વચન-કાયાના વ્યાપારને રોકવારૂપ જે કઈ પ્રશસ્ત વ્યાપાર તે વાસ્તવિક ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય અને સંપૂર્ણ કર્મક્ષયને સાધક એવી જે શિલેશ અવસ્થા-ચતુર્દશ (ચૌદમું) ગુણસ્થાનક, તે તેનાથી ક્રમશઃ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org