SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય મર્યાદિત હોવાના કારણે ન કહી શકાયા છે અને બીજા પ્રજ્ઞાપનીય એટલે જે કહી શકાય તે.) તેમાં અનભિલાષ્યના અનંતમા ભાગે અભિલાખ છે, અભિલાષ્યના અનંતમા ભાગે પ્રજ્ઞાપનીય છે, અને પ્રજ્ઞાપનીયના અનંતમા ભાગે સૂત્રોમાં ગૂંથાયેલ છે. પ્રજ્ઞાપનીય પદાર્થોને કહેવા તે પ્રભુને વાગ્યેાગ છે, શ્રોતાઓના ભાવમૃતનું કારણ છે; તેથી તે દ્રવ્યશ્રત પણ કહેવાય છે. (પ્રજ્ઞાપનીય પદાર્થોને જણાવવા માટે બેલાતા શબ્દોનો સમૂહ તે પ્રભુનો લાગ છે.) તે શ્રતજ્ઞાનને અરિહંતે કઈ વિધિથી કહે છે? તેનું વર્ણન કરતાં તે મહાપુરુષ ફરમાવે છે કે – તપ, નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા અપરિમિત જ્ઞાની કેવળી ભગવંત ભવ્ય જીને બંધ કરવા માટે વચનરૂપી પુષ્પને વરસાદ વરસાવે છે. તેને ગણધર ભગવંત બુદ્ધિમય પટવડે ગ્રહણ કરીને સૂત્રરૂપે ગૂંથે છે. જિનેશ્વરનાં વચને સુખપૂર્વક ગ્રહણ અને ધારણ થઈ શકે તથા સુખપૂર્વક આપી અને લઈ શકાય તે કારણે પોતાનો કપ સમજીને ગણધરો તેને સૂત્રરૂપે રચે છે. કહ્યું છે કે – અરિહંત અર્થને કહે છે, શાસનના હિતને માટે ગણધર તેને નિપુણ રીતે સૂત્રમાં ગૂંથે છે, અને તેથી શ્રુત પ્રવર્તે છે.* - કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અરિહતેઓ સ્વમુખે કહેલું તથા નિપુણ બુદ્ધિના ધારક ગણધરેએ ભાવિશાસનના હિતને માટે સ્વયમેવ રચેલું શ્રુત શું છે? તેને ખુલાસો કરતાં કહ્યું છે કે – * अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तह ॥ –– મા. નિ. માથા ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy