________________
૫૩
જો જિનમતને અંગીકાર કરવા ચાહતા હૈા તે વ્યવહાર અને નિશ્ચય એમાંથી એકેયને છેડશે નહિ, કારણ કે-વ્યવહારના વિલાપથી તીના વિચ્છેદ થાય છે અને નિશ્ચયના વિલાપથી સત્યના વિચ્છેદ થાય છે.
વ્યવહાર ક્રિયાપ્રધાન છે. નિશ્ચય ભાવપ્રધાન છે. સાધુની ક્રિયામાં રહેલા સાધુ, સાધુ તરીકે માનવાયેાગ્ય છે; પછી ભાવથી તે સાધુ તરીકેના ભાવમાં હેાય કે ન હેાય, કારણ કે ભાવ તે અસ્થિર અને અતીન્દ્રિય છે, ક્ષક્ષણવારમાં પલટા લે છે. ભાવના પલટવા માત્રથી સાધુનું સાધુપણું સર્વથા મટી જતું નથી, કારણ કે તે ક્રિયામાં સુસ્થિત છે. જેમ કે પ્રસન્નચન્દ્ગ રાજર્ષિ ભાવથી સાતમી નારકીના દળિયાં એકત્ર કરતા હતા, પણ ક્રિયાથી સાધુલિંગમાં અને સાધુના આચારમાં હતા, તે તે શ્રેણિક આદિને વંદનીય હતા. ભાવ પલટાતાની સાથે ક્ષણવારમાં સર્વાર્થસિદ્ધ વિમાનને અને ક્ષણવારમાં કેવળજ્ઞાનને યાગ્ય બન્યા. તેથી આંતરિક ભાવા ઉપરથી જ ખીજાની ક્રિયાના લાભ-અલાભનું માપ કાઢવું કે તેને જ એક માપકયંત્ર બનાવવુ તે દોષદ્ધિ છે, દ્વેષદિષ્ટ છે અથવા અજ્ઞાનદિષ્ટ છે. તે ષ્ટિને ત્યાગ કરીને પ્રતિક્રમણની ક્રિયા જોવામાં આવે તે તે કરનારા પ્રભુ-આજ્ઞાના આરાધક બનતા દેખાશે, અને પ્રભુ-આજ્ઞાની આરાધનાના પરિણામે મુક્તિમાર્ગના સાધક લાગશે.
હવે ત્રીજી દષ્ટિ ક્રિયાવડે પોતાના આત્માને લાભ થયે કે ગેરલાભ થયા ? તેને જોવું તે છે, એ દૃષ્ટિ શાસ્ત્રવિહિત છે.
* जई जिणमयं पवज्जह, ता मा बवहारनिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अन्नेण उ तचं ॥
-भगवती टीका
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org