________________
એ રીતે, આશયશુતિપૂર્વક કરાતી આ ક્રિયા તીર્થના રક્ષણ સાથે મેક્ષની પણ પ્રાપ્તિના હેતુભૂત થાય છે. હાથકંકણને આરસીની જરૂર નથી. ક્રિયા કરીને તેને લાભ પ્રત્યક્ષ અનુભવ, એ જ તેને સમજવાને રાજમાર્ગ છે.
શંકા ૧૨ઃ પ્રતિક્રમણ સૂત્ર ઉપર અનેક પુસ્તકે બહાર પડ્યાં છે, તે નવું પુસ્તક પ્રકટ કરવાની જરૂર શી છે?
સમાધાનઃ આમ તે પ્રતિકમણુસૂત્ર ઉપર કઈ પણ પુસ્તક બહાર પાડવાની જરૂર જ નથી, કારણ કે સૂત્રો અલ્પ છે, અને તે પુસ્તક વિના પણ મુખપાઠ કરાવી શકાય એમ છે. ૨૫–૫૦ વર્ષ પહેલાના સમયમાં એ રીતે જ થતું હતું. તથા તેને અર્થ– ભાવાર્થ-દંપર્યા વગેરે વિસ્તૃત રૂપમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરેમાં લખાયેલ મેજૂદ છે. તથા તેને ભણનારા, ભણાવનારા અને સમજાવનારા સાધુ-સાધ્વીઓ વગેરે પણ મળી આવે છે. પરંતુ પ્રજાના દુર્ભાગ્યની વાત છે, કે છેલ્લા દોઢસબસે વર્ષથી પરદેશી રાજ્ય અને તેના સંસગ અને શિક્ષણથી તેની જડવાદી સંસ્કૃતિની અસર દેશભરમાં વ્યાપી ગયેલી છે. જે ભાષામાં સૂત્રો અને તેની ટીકા વગેરે રચાયેલાં છે, તે ભાષા ભુલાઈ ગઈ છે. તેની જગ્યાએ નવી જ ભાષા લેકોના મે અને નવા જ વિચારે લોકોના મગજે ચઢી ગયા છે. તેથી આ સંસ્કૃતિ, આર્ય ધમ, આય ક્રિયાઓ અને આય આચારે લુપ્તપ્રાય બનતા જાય છે, અને તેની સામે બહારની અસરથી અનેક જાતના ઊલટા વિચારે લેકમાં પ્રવેશ પામતા જાય છે. તે જ એક કારણે પ્રતિકમણ જેવી મહત્ત્વની ક્રિયા પ્રત્યે અને તેના મંત્રમય અર્થગર્ભિત મહાન સૂત્રો અને તેને અભ્યાસ પર પણ એક પ્રકારની બેદરકારી કે બેદિલી ફેલાતી જાય છે. તેનાથી થતાં અનિષ્ટ અટકાવવા માટે આજ સુધી પ્રતિક્રમણનાં સૂત્રો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org