________________
ડ
તથા સામાથિ આદિ સવ આવશ્યકેાવડે વીર્માંચારની વિશુદ્ધિ
થાય છે.
આ રીતે છ આવશ્યક પાંચે પ્રકારના આચારની વિશુદ્ધિ કરે છે. પંચાચારનુ પાલન એ જ ખરું' મુકિતમાર્ગનું આરાધન છે. પ્રતિક્રમણની ક્રિયાને તૃતીય વૈદ્યના ઔષધરૂપ (અર્થાત્ દાષ હાય તે તેને દૂર કરે, અને ન હેાય તે ઉપરથી ગુણ કરે) ઉપમા શાસ્ત્રકારોએ આપી છે, તે આથી સાક થાય છે.
પ્રતિક્રમણવડે ચારિત્રાદિ આચારામાં લાગેલા દેષા દૂર થાય છે અને આત્માના જ્ઞાન, દર્શીન, વીય આદિ ગુણાની પુષ્ટિ થાય છે. પ્રતિક્રમણુરૂપી વ્યાયામ આત્મગુણાની પુષ્ટિ કરવારૂપ કાર્યની સિદ્ધિના અનન્ય અને અનુપમ ઉપાય હાવાથી પ્રત્યેક તીપતિના શાસનમાં તે વિહિત થયેલું છે, એ વાત પ્રત્યેક તીર્થંપતિઓના મુનિઓના વર્ગુનામાં શાસ્ત્રકારોએ વર્ણવી છે. તેવાં એ ચાર વના અહીં આપવાથી તે વિષયની પ્રતીતિ દૃઢ થશે.
(૧) શ્રી મહાવીર ભગવાનને જીવ નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા પછી ત્રીજા ભવે શ્રી ઋષભદેવસ્વામીના પૌત્ર અને ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ તરીકે ઉત્પન્ન થયા. તેણે શ્રી ઋપભદેવસ્વામી પાસે દીક્ષા લીધી અને સામાયિક આદિ ૧૧ અગાના અભ્યાસ કર્યાં, તે વાત જણાવવાને પ્રસંગે નિયુક્તિઢાર ભગવાન શ્રીભદ્રમાહુસ્વામીજી આવશ્યકસૂત્રની નિયુŚતિમાં ક્રમાવે છે, કે—
मरिई वि सामिपासे विहरद्द तवसंजमसमग्गो । सामाइयमाईयं इङ्कारसमाउ जाव अंगाउ | उज्जुतो भक्तिगओ अहिजिओ सो गुरुलगासे ॥
Jain Education International
આ. નિ. નાયા ૩૬-૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org