________________
અને અજ્ઞાન એ બને ય દોષ જીવ ઉપર એવી રીતે ચડી બેઠેલા છે કે જાણે આત્મા તસ્વરૂપ બની ગયા છે. તેમાં અજ્ઞાનદોષ કરતાં પણ પ્રમાદષનું જોર વધારે છે. તેથી જ અજ્ઞાનથી મુક્ત થયેલા
એવા જ્ઞાની પુરૂષે પણ પ્રમાદને આધીન થઈ ક્ષણવારમાં નિગદમાં ચાલ્યા જાય છે, ગુણસ્થાનકના ક્રમ મુજબ અજ્ઞાનદોષ ચોથા ગુણસ્થાનકે ચાલ્યા જાય છે, જ્યારે પ્રમાદેદેષની સત્તા છઠ્ઠા ગુણસ્થાનક પર્યન્ત રહેલી છે. જ્યાં સુધી એ પ્રમાદેદેષ રહેલે છે, ત્યાં સુધી વિરતિધર મુનિએ પણ એ પ્રમાદેદેષને દૂર કરનાર કિયાઓને આશ્રય ન લે અને માત્ર જ્ઞાનથી કે માત્ર ધ્યાનથી મુક્તિ મળી જશે એમ માની લે, તે તેઓ પણ સંસારમાં રૂલી જાય, એમ જૈન શાસ્ત્રો ફરમાવે છે.
ગુણસ્થાનકકમારોહમાં છઠ્ઠા ગુણસ્થાનકની દશાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે
જ્યાં સુધી જીવ પ્રમાદયુક્ત છે ત્યાં સુધી તેને નિરાલંબન ધ્યાન ટકી શકતું નથી, એમ જિનેશ્વર ભગવંતે કહે છે. [નિરાલંબન ધ્યાન એટલે ક્રિયાદિના આલંબન વિનાનું ધ્યાન.]
પ્રમાદેદેષ ટળ્યા વગરને મુનિ આવશ્યક ક્રિયાને તજી કેવળ નિશ્ચલ ધ્યાનને આશ્રય લે, તે તે જૈન-આગમ જાતે જ નથી,
અને મિથ્યાત્વથી મેહિત છે.+ [ નિશ્ચલ ધ્યાન એટલે ધ્યાન સિવાયની બીજી બધી ક્રિયાઓને ત્યાગ.].
* यावत्प्रमादसंयुक्तस्तावत्तस्य न तिष्ठति ।
धर्मध्यानं निरालम्बमित्यूचुर्जिनभास्कराः ॥ + प्रमाद्यावश्यकत्यागान्निश्चलं ध्यानमाश्रयेत् । ..योऽसौ नैवागमें जैन, वेत्ति मिथ्यात्वमोहितः॥
(જી. શ. માયા-૨૬-૨૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org