Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 59
________________ ૧૭ પચ્ચેપચય એ ચિત્તની પુષ્ટિ છે અને ઘાતકમના ક્ષયથી ઉત્પન્ન થનારી આંશિક નિમળતા એ ચિત્તની શુદ્ધિ છે. પ્રણિધાનાદિ આશયથી ચિત્તના એ બનને ય ધર્મો અનુક્રમે વધતા જાય છે અને તેની પુષ્ટિ અને શુદ્ધિને પ્રકષ મેક્ષમાં પરિણમે છે. આ આશયથી શૂન્ય અનુષ્ઠાન અનુબંધવાળું બનતું નથી. તેથી તેને કરવા છતાં શુદ્ધિને પ્રર્ષ થવાને બદલે વિદ્યમાન અશુદ્ધિ કાયમ રહે છે. એ રીતે ક્રિયાની પાછળ આશય ભળે છે, ત્યારે તે બનેય મળીને મેક્ષનો હેતુ બને છે. આશયશુદ્ધિપૂર્વકની પ્રતિકમણની ક્રિયા વિશેષ કરીને મોક્ષને હેતુ બને છે, કારણ કે તેમાં સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન એ પાંચે પ્રકારના ગેની વિશિષ્ટ આરાધના રહેલી છે. ૧ સ્થાન–કાયેત્સર્ગાદિ આસનવિશેષ. ૨ વર્ણ–ક્રિયામાં ઉચ્ચારાતા સૂત્રના અક્ષરો. ૩ અર્થ—અક્ષરેમાં રહેલા અર્થવિશેષને નિર્ણય. ૪ આલંબન–બાહ્ય પ્રતિમા, અક્ષ–સ્થાપના આદિ વિષયક ધ્યાન. ૫ અનાલંબન–બાહ્ય રૂપી દ્રવ્યના આલંબન રહિત કેવળ નિવિકલ્પ ચિત્માત્ર સમાધિ. યેગશાસ્ત્રમાં પ્રતિપાદિત આ પાંચ પ્રકારને વિશિષ્ટ યોગ પ્રતિકમણની ક્રિયામાં સધાય છે. તેમાં સ્થાન અને વર્ણ, એ બે કિયાગ છે, કારણ કે સ્થાન એ શારીરિક અને વર્ણએ વાચિક ક્રિયારૂપ છે, અને અથ, આલંબન તથા અનાલંબન એ ત્રણ જ્ઞાનગ છે, કારણ કે તે માનસિક વ્યાપારરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68