Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 58
________________ ૫૬ ક્રિયાના બીજો આશય પ્રવૃત્તિ છે. અહીં પ્રવૃત્તિ એટલે પ્રયત્નને અતિશય, પેાતાતાને ઉચિત એવા ધર્મસ્થાનને વિષે (ઉપાયવિષયક નૈપુણ્યયુક્ત અને ક્રિયાની શીઘ્ર સમાપ્તિની ઇચ્છારૂપ ઔત્સુયદેોષથી રહિત) પ્રયત્નને અતિશય તે પ્રવૃત્તિ છે. ત્રીજો આશય વિજ્ઞજય છે. ધમમાં આવતાં વિઘ્ને અંતરાયાને દૂર કરવાના પરિણામ, તે વિઘ્નજય કહેવાય છે. ધર્મીના અંતરાય ત્રણ પ્રકારના છે : જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અને ક’ટકકલ્પ, વરકલ્પ, અને દિગ્મેહકલ્પ કહ્યા છે. શીતેાદિ પરીષહે એ ક‘ટકકલ્પ વિઘ્ન છે અને તેને તિતિક્ષાભાવના વડે દૂર કરી શકાય છે. તિતિક્ષા એટલે શીતાદિ દ્વન્દ્વો સમભાવે સહન કરવાની વૃત્તિ. શારીરિક રેગેા એ જવરકલ્પ છે. તેને હિતાાર–મિતાહાર વડે દૂર કરી શકાય છે, અથવા આ રેગે મારા શરીરની સ્થિતિને ખાધક છે પણ આત્માના સ્વરૂપને નહિ, એ જાતિના વિચાર કરવાથી જીતી શકાય છે. મિથ્યાત્વાદિજનિત મનેાવિભ્રમ એ દિગ્ગહુકલ્પ નામનું તૃતીય વિઘ્ન છે. તેને મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ ભાવનાએ વડે અને ગુરુઆજ્ઞાના પારતંત્ર્યવડે જીતી શકાય છે. એ રીતે ત્રણેય પ્રકારના વિઘ્ના દૂર કરવાથી ધર્મસ્થાનનુ' નિર'તરાય– નિવિઘ્ન આરાધન થઈ શકે છે. સિદ્ધિ એ ચેાથે અને વિનિયોગ એ પાંચમા આશય છે. પ્રથમ ત્રણ આશયથી સામટા સેવનથી ધર્મની સિદ્ધિ થાય છે અને સિદ્ધિ થયા પછી યથાયેાગ્ય ઉપાય વડે બીજાને તેની પ્રાપ્તિ કરાવી શકાય છે. એ વિનિયેાગ નામના પાંચમે આશય છે. આ પાંચે ય પ્રકારના આશયથી શુદ્ધ એવા ધર્મવ્યાપાર મેાક્ષનું કારણુ અની શકે છે, પણ કેવળ ધર્મવ્યાપાર નહિ, કારણ કે વાસ્તવિક ધર્મ' એ પુષ્ટિ અને શુદ્ધિવાળુ ચિત્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68