Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પપ એવી બુદ્ધિ. એ બુદ્ધિ શાસા ઉપરના બહુમાનથી ઉત્પન્ન થાય છે, કારણ કે શાસ્ત્રના આદિકર્તા અરિહંતદેવ છે. તેથી પ્રત્યેક ક્રિયા કરતી વખતે આ ક્રિયા બતાવનાર શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રના આદિ પ્રકાશક–આદ્ય પુરસ્કર્તા શ્રી અરિહંત પરમાત્મા છે, એ જાતિનું પ્રણિધાન રહેવાથી કર્તવ્યભાવના સતેજ રહે છે. બીજી બાજુ અરિહંત પરમાત્માનું ધ્યાન પણ ચાલુ રહે છે. તે માટે કહ્યું છે, કે –
શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે અને વીતરાગને આગળ કરવાથી સર્વસિદ્ધિઓ નિયમ પ્રાપ્ત થાય છે. જ
જૈનદર્શનના મતે આ જ સાચું ઈશ્વરપ્રણિધાન છે. કેવળ ઈશ્વરનું નામ લેવાથી કે સ્તવન કરવાથી જ કલ્યાણ થઈ જશે, અથવા કેવળ વિવિધ પ્રકારનાં અનુષ્ઠાન કરવામાત્રથી જ કલ્યાણ થઈ જશે, એમ જૈન શાસન એકાંતથી કહેતું નથી. જૈન શાસન તે એમ કહે છે, કે-શાસ્ત્રને આગળ કરીને ચાલે. શાસ્ત્રને આગળ કરવાથી શાસ્ત્રના પુરસ્કર્તા તરીકે એક બાજુ વીતરાગનું સ્મરણ, ધ્યાન તથા બહુમાન થાય છે. બીજી બાજુ પિતાની ભૂમિકાને
ગ્ય શાસ્ત્રનિર્દિષ્ટ કવ્યકમમાં રત રહેવા માટે જરૂરી શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થાય છે. વીતરાગનું નામસ્મરણ, સ્તવન-
કીન કે અર્ચનપૂજન પણ શ્રી જિનમતમાં વીતરાગની આજ્ઞાનું પાલન તરીકે કરવાનું ફરમાવ્યું છે, કારણ કે તે આજ્ઞાપાલનને પરિણામ જ જીવને સિદ્ધિનું સાચું કારણ બને છે.
* शास्त्रे पुरस्कृते वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्नियमात् सर्वसिद्धयः ॥ १॥
ज्ञानसार शास्त्राष्टक श्लोक-४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68