Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 61
________________ ૧૯ તેના અર્થો સમજાવવા અનેક પ્રકારનાં જુદાં જુદાં પુસ્તક દ્વારા પ્રયત્ન થાય છે અને તેથી તેના ઉપર થોડી ઘણી શ્રદ્ધા અને તેનું શેડું ઘણું જ્ઞાન ટકી રહ્યું છે. - આ પુસ્તક પણ એક આવા જ પ્રકારને પ્રયત્ન છે. તેમાં સૂત્રો અને અર્થોની શુદ્ધિ માટે શક્ય તેટલે પ્રયાસ કરવામાં આવ્યું છે. પ્રતિક્રમણત્રોની ગંભીરતા તથા અર્થવિશાળતા બતાવવા માટે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને ટીકાઓને સાક્ષાત આધાર લેવામાં આવ્યું છે તથા તેમાં અશાસ્ત્રીય કઈ પણ વિચાર પ્રવેશ પામી ન જાય તે માટે શક્ય તેટલે મુનિઓને સાથ લેવામાં આવ્યું છે. તેમ છતાં તેમાં અનેક ત્રુટિઓ અને ખલનાએ રહી જવાને સંભવ છે, કારણ કે સૂત્રકાર અને અર્થકારની અગાધ બુદ્ધિની આગળ સંપાદક, લેખક કે સંશોધકે આદિની બુદ્ધિ અતિશય અલ્પ છે. તે બધી ત્રુટિઓ ધ્યાનમાં હોવા છતાં નવા સંસ્કારમાં ઊછરતી વર્તમાન અને ભાવિ પ્રજાનું હિત લક્ષ્યમાં રાખીને શકય તેટલે વિસ્તાર કરી આ પુસ્તક ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં આ પ્રથમ ભાગ છે અને તેમાં માત્ર સામાયિક અને ચૈત્યવંદન સુધીનાં સૂત્રો જ આવી શક્યાં છે. - ચતુર્વિધ સંઘને આ ક્રિયા નિત્ય ઉપયોગી હોવાથી અને શાસ્ત્રીય વિચારેના ગૂઢાર્થ–રહસ્ય સરળ ભાષામાં શ્રદ્ધા સાથે સમજવા જરૂરી હોવાથી આ પુસ્તક આ રીતે પ્રસિદ્ધ થવું આવશ્યક હતું. શાસ્ત્રમાં કહ્યું છે કે અજ્ઞાત વસ્તુ કરતાં જ્ઞાત વસ્તુ ઉપર અનંતગુણ શ્રદ્ધા પેદા થાય છે. * રત્ન સ્વભાવથી જ સુંદર * शाते वस्तुनि अशाताद्वस्तुनः सकाशादनंतगुणिता श्रद्धा प्रवर्धते । उपदेशरहस्य टीका गा. ११० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68