Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 37
________________ રૂપ પાપથી છૂટવા માટે પ્રતિક્રમણ કરે છે. તેથી તેના ભાવ ફ્રી વાર પાપ નહિ કરવાના છે. ફ્રી વાર પાપ નિહ કરવાને ભાવ હોવા છતાં કી વાર પાપ થાય છે, તેનું કરી વાર પ્રતિક્રમણ કરે છે. એ રીતે વારંવાર પ્રતિક્રમણ કરવાથી તેને અનુઅધ પાપ કરવાના નહિં પણુ પાપ નહિ કરવાના પડે છે. પાપ નહિ કરવાના અનુઅધ જ તેને એક વખતે સર્વથા પાપ નહિ કરવાની કક્ષાએ પહોંચાડે છે. તેથી શ્રી જિનશાસનમાં જ્યાં સુધી જીવ પાપથી રઢુિત ન અને, ત્યાં સુધી તેને પાપનું પ્રતિક્રમણ અવશ્ય કત્તવ્ય તરીકે ઉપદેશ્યુ' છે, એ માટે કહ્યું છે કેઃ મૂલપદે પડિક્કમણું ભાખ્યું, પાપતણું અણુકરવું રે; શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. ૩૫૦ ગાથાનું સ્તવન—ઢાળ ૨ જી—ગાથા ૧૮ મી. પાપને નહિ કરવારૂપ મુખ્ય પ્રતિક્રમણ શક્તિમુજબ અને ભાવમુજબ અભ્યાસ કરતાં કરતાં સિદ્ધ થાય છે. અથવા કહ્યું છે કે :— પડિક્કમણું મૂલપદે કહ્યું, અણુકરવું પાપનું જેહ મેરે લાલ; અપવાદે તેહવુ હેતુ એ, અનુખ'ધ તે શમ–રસ-મેહ મેરે લાલ, પ્રતિક્રમણ ગર્ભાહેતુ સ્વાધ્યાય—ઢાળ ૯ મી—ગાથા ૩ જી. મુખ્યપણે પાપ ન કરવું તે જ પ્રતિક્રમણ છે. અપવાદે પાપ નહિ કરવાના અનુબંધ પાડનાર પ્રતિક્રમણ પણુ મુખ્ય પ્રતિક્રમણના હેતુ છે. કારણ કે—( પાપ નહિ કરવાના ) અનુબંધ એ જ અહીં સમતારૂપી રસને વરસાવનાર મેઘ છે. શ'કા ૩ : પ્રતિક્રમણ ભૂતકાળનાં પાપનું જ હાઈ શકે, પરંતુ વર્તમાન કાળ અને અનાગત કાળના પાપનું કેવી રીતે હાઈ શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68