Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 41
________________ ૨૯ અકાળે જ્ઞાનાભ્યાસ કરવાથી ઊલટે અનર્થ થાય છે. તેથી પ્રમાદમાં જતા તે કાળને જ્ઞાન-દશનચારિત્રની વૃદ્ધિ થાય તેવી રીતે પસાર કરવાની અપૂર્વ ચાવી પણ તેમાં રહેલી છે. પ્રતિક્રમણ જેવી ટુંકી અને સંધ્યા વખતની બે ઘડીમાં પૂરી થતી ક્રિયાને લાંબી કે કંટાળાભરેલી કહેવી, તે જીવના પ્રમાદરૂપી કટ્ટર શત્રુને પુષ્ટિ આપનારું અજ્ઞાન-કથન છે. પ્રતિક્રમણનાં સૂત્રો ઘણું કાં છે, તેને શબ્દાર્થ કે ભાવાર્થ નહિ જાણનારા પણ તેને ઔદંપર્યા ન સમજી શકે તેમ નથી. પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણને ઔદંપર્યાર્થ છે. પાપમાં પ્રવૃત્તિ સાને? “અનાદિ અભ્યાસથી” અનુભવસિદ્ધ છે. તે પાપ અને તેના અનુબંધથી પાછા ફરવાની ક્રિયા, તે પ્રતિક્રમણ એ રહસ્યાર્થ સૈ કેઈને ખ્યાલમાં આવી શકે તેવું છે. એ અર્થને ખ્યાલમાં રાખીને જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરે છે તેઓ, સૂત્રના શબ્દો અને તેના અર્થને ન જાણતા હોય તે પણ તેને જાણ નારના મુખે સાંભળવાથી અથવા તેને જાણનારના જ્ઞાન ઉપર શ્રદ્ધા ધારણ કરીને સ્વમુખે બેલવાથી પણ અવશ્ય શુભભાવ પામી શકે છે. એ વાતની સાક્ષી અધ્યાત્મકલ્પદ્રુમના રચયિતા સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દરસૂરિજી નીચેના શબ્દોમાં પૂરે છે– તે પુરુષને ધન્ય છે કે જેઓ સ્વયં જ્ઞાની નથી શ્રદ્ધાથી શુદ્ધ અંત:કરણવાળા પરના ઉપદેશને લેશ (અંશ) પામીને, કષ્ટસાધ્ય એવા અનુષાનેને વિષે આદરબદ્ધ રહે છે. કેટલાક આગમના પાઠી હોવા છતાં અને આગમનાં પુસ્તકને, તેના અર્થને પોતાની પાસે ધારણ કરવા છતાં, આ લેક અને પરલેકમાં હિતકર કમેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68