________________
૪૯ ક્રિયાને કેવળ કાયાની ચેષ્ટા કહીને જેઓ જ્ઞાનને જ અધ્યાત્મ માને છે, તેઓનું જીવન નિમ્પ બનવું સંભવિત નથી, કારણ કે છદ્મસ્થ અવસ્થામાં મન ભળ્યા વિના કેવળ કાયાથી જાણપણે કિયા થઈ શકતી નથી. સશરીરી અવસ્થામાં જેમ માનસિક યિા કેવળ આત્માથી થઈ શકતી નથી. તેમ કાયાની કે વાણીની કિયા કેવળ કાયા કે કેવળ વાણીથી થઈ શકતી નથી. વાણીને વ્યાપાર કાયાની અપેક્ષા રાખે છે, અને મનને વ્યાપાર પણ કાયાની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે મનને વ્યાપાર જેમ આત્માની અપેક્ષા રાખે છે, તેમ વાણી અને કાયાને વ્યાપાર પણ આત્માની અપેક્ષા રાખે છે, આત્મપ્રદેશનું કંપન થયા વિના મન, વચન કે કાયા, ત્રણમાંથી એકે ય ગ પિતાની પ્રવૃત્તિ કરી શકતું નથી. તેથી, ત્રણે ય વડે થતી શુભ કે અશુભ ક્રિયા આત્મા જ કરે છે, પણ આત્માને છેડીને કેવળ પુદ્ગલ કરતું નથી, એમ માનનારા જ નિદર્ભી રહી શકે છે. જૈનમતમાં અધ્યાત્મના નામે થડે પણ દમ્ભ નભી ન શક્તો હોય, તો તેનું કારણ આ જ છે. છતાં જેઓ વેદાન્ત કે સાંખ્યમતની જેમ આત્મા કે જીવને સશરીરી અવસ્થામાં પણ સર્વથા નિત્ય કે પુષ્કરપત્રવત્ નિલેપ માને છે, તેઓના જીવનમાં વહેલા કે મેડા દમ્મને પ્રવેશ થવાને માટે સંભવ છે. શુદ્ધ અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા ઉભયના સમન્વયમાં છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાણી અને તેના રસની માફક કે દૂધ અને તેની મીઠાશની માફક જ્ઞાન અને ક્રિયા ઓતપ્રેત મળી ગયેલાં છે, તેથી તે નિર્દોષ અધ્યાત્મ છે.
શકા ૧૦ઃ પ્રતિકમણની ક્રિયામાં વેગ ક્યાં છે?
સમાધાનઃ સાચો વેગ મસાધક જ્ઞાન અને ક્રિયા ઉભયસ્વરૂપ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ગોવિંશિકા નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે, કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org