Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 34
________________ કર તેનાથી મુક્તિ નિકટ આવે છે. આવા ચારિત્રગુણને અભ્યાસ એ જીવની સદ્ગતિનું મૂળ છે અને તે માત્ર મનુષ્યસૃષ્ટિ જ નહિ પણ સચરાચર વિશ્વના તમામ જીવોની પીડા હરનારું અનુપમ સાધન છે. સ્વરૂપરમાણુતા કે આત્મગુણોમાં સ્થિરતા સુધી પહોંચવા માટે આ ચારિત્ર એ પરમદ્વાર છે અને એ જ પરમ કટી છે. જેઓ એ કસોટીમાંથી પસાર થવા માટે આનાકાની કરે છે કે અણગમે બતાવે છે, તેઓ ચારિત્રગુણથી હજારે કેશ દૂર છે, એટલું જ નહિ પણ ચારિત્રગુણના પાલનને પરિણામે મળનારી સુગતિના ભાગી થવા માટે સર્વથા બેનસીબ છે. સાવદ્ય વ્યાપારનું પ્રત્યાખ્યાન અને નિરવ વ્યાપારનું આસેવન એ જ એક ચારિત્રનું લક્ષણ હોય તો તે ચારિત્રને ટકાવનાર કે વધારનાર, જન્માવનાર કે સુધારનાર સલ્કિયા સિવાય બીજું કઈ નથી, એ વાત આપોઆપ સિદ્ધ થાય છે. એટલા માટે શાસ્ત્રકારોએ ચારિત્રનું બીજું લક્ષણ સમિતિગુપ્તિથી પવિત્રિત ચરિત્ર પણ કહ્યું છે. કાયાની સમ્યક પ્રવૃત્તિ, એ સમિતિઓ છે, અને કાયા, વચન અને મન એ ત્રણને સમ્યગ (પ્રવતનનિવર્તનરૂપ) નિગ્રહ, એ ગુપ્તિઓ છે. તેની સંખ્યા અનુક્રમે પાંચ અને ત્રણ મળીને આઠ છે. એ આઠ પ્રકારની ક્રિયાઓને પ્રવચનની માતા અને દ્વાદશાંગરૂપ જૈન શાસનની જનેતા તરીકે શાસ્ત્રકારોએ જણાવી છે. કિલ્લે સમારકામથી જ ટકે, તેમ ક્રિયારૂપી કિલ્લે પ્રતિક્રમણરૂપી સમારકામથી જ ટકે. પ્રતિક્રમણ એ ક્રિયારૂપી કિલ્લામાં * तस्माजगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीर-मानसानेकदुःखनाशस्य मोक्षस्य ॥ – શ્રી હરિભદ્રસૂરીશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68