Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 33
________________ અસિદ્ધવરૂપ ઔદયિકભાવ શાસ્ત્રકારોએ માનેલે છે, અને તેટલું સ્વરૂપરમણ તેમને પણ ઓછું છે. એ સ્થિતિમાં સ્વરૂપ રમણતાને જ ચારિત્રનું એક લક્ષણ માનવું, એ અજ્ઞાન અથવા મોહને વિલાસ છે. એ જ રીતે કેટલાક ચારિત્રને અર્થ સભ્યતા કરે છે અને સભ્યતા એટલે મનુષ્ય મનુષ્યની સાથે યંગ્ય વ્યવહાર રાખ, નીતિ પાળવી, સત્ય બોલવું, કેઈની સાથે ઠગાઈ કરવી નહિ, પાડેશને ચાહવું, વગેરે વગેરે માને છે, પરંતુ આ ચારિત્ર નથી, પણ નીતિ છે, કેમકે તેની પાછળ મેટા ભાગે ઈહિલૌકિક સ્વાર્થભાવના રહેલી હોય છે. નીતિ જે મોક્ષના આદર્શને અનુસરવાવાળી હેય તે તે જરૂરી છે, પરંતુ તેનાથી નિરપેક્ષ માત્ર દુન્યવી હેતુ પૂરતી હોય તે તેનું વિશેષ મહત્વ નથી. ચારિત્રગુણ એથી ઘણે ઊંચે છે. તેની પાછળ આ લેકના સ્વાર્થને સાધવાનો જરા પણ ભાવ નથી. તે કેવળ મનુષ્યજાતિની ચિંતા કરીને અન્ય સકલ સૃષ્ટિના જીવો પ્રત્યે ઉપેક્ષા કે નિર્દયતા બતાવનાર સંકુચિત મનોદશા નથી. તેની પાછળ પિતાના કે બીજાના ઐહિક કે દૈહિક ઉપદ્રવને જ સ્વલ્પ કાળ માટે અંત આણવાની મને વૃત્તિ નથી, કિંતુ સ્વપર ઉભયના સાર્વત્રિક અને સાવદિક શારીરિક-માનસિક–સર્વ પ્રકારનાં દુઃખને અંત આણવાની સર્વોત્કૃષ્ટ ભાવના છે, અને એ ભાવનાની સિદ્ધિ સાવદ્યયેગના વિરામથી અને નિરવઘગના આસેવનથી જ થઈ શકે છે. સાવદ્યા એટલે પાપવાળે વ્યાપાર, પાપ અઢાર પ્રકારનાં છે. તેમાંથી એક પણ પાપ મન-વચન-કાયાથી સેવવું, સેવરાવવું કે સેવતાંને સારું માનવું નહિ, એ જાતની જીવનપર્યત કે નિયત કાળ માટેની પ્રતિજ્ઞા એ સામાયિક છે અને એ જ વાસ્તવિક ચારિત્ર છે. એ ચારિત્રનું પાલન એ દ્વાદશાંગીને સાર છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68