________________
૨૩
શકે શાહરુખ
પૂ. ઉપાધ્યાય શ્રીયવિજયજી મહારાજ ફરમાવે છે કે – નિશ્ચય ધર્મ ને તેણે જાણ્ય, જે શેલેશી અંત વખાણે. ધમ અધમ તણે ક્ષયકારી, શિવસુખ દે જે ભવજલ તારી. તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણુને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણે, કારજ-કારણ એક પ્રમાણે
–સવાસે ગાથાનું સ્તવન. ઢાળ ૧૦ મી. ગાથા ૨-૩ ચિત્તનિરોધરૂપ કે નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિરૂપ ધ્યાન એ જ નિશ્ચયધર્મ છે અને તે જ એક કર્મક્ષય અને મોક્ષનું સાધન છે. એ એકાંતવાદ ધારણ કરનારને પૂ. ઉપાધ્યાયજી મહારાજ ઉત્તર આપે છે કે–મેક્ષનું અનંતર સાધન જે નિશ્ચયધમ તે તે શિલેશીને અંતે કહ્યો છે અને તે ધર્મ પુણ્ય-પાપ–ઉભયને ક્ષય કરી મોક્ષસુખને આપે છે. તેનાં સાધનરૂપ જે જે ધર્મો પિતપિતાના ગુણસ્થાનકને ઉચિત છે, તે પણ નિશ્ચયધમના કારણરૂપ હેવાથી ધર્મ છે. કાર્ય અને કારણ વચ્ચે કથંચિત્ એકતા હેવાથી બનેય પ્રમાણરૂપ છે. કાર્યની ઉત્પત્તિ તેના કારણથી થાય છે; તેથી નિશ્ચયધમકાર્યની ઉત્પત્તિમાં કારણરૂપ વ્યવહારધર્મ છે, કે જે પ્રશસ્ત પ્રવૃત્તિ સ્વરૂપ છે, તેને પણ ધમ તરીકે માને. શુભ વ્યાપારથી દ્રવ્યઆશ્રવ થાય છે, તે પણ તેથી નિજપરિણતિરૂપ ધર્મને બાધ પહોંચતું નથી. જ્યાં સુધી ગકિયાને સંપૂર્ણ નિધ થયે નથી, ત્યાં સુધી જીવ ગારંભી છે. એ દશામાં મલિન આરંભનો ત્યાગ કરાવનાર અને શુભ આરંભમાં જોડનાર તથા આલસ્યદેાષ અને તજજનિત સદ્વ્યવહારના વિરોધને ઉપજાવનાર મિથ્યા ભ્રમ તેને ટાળનાર પ્રશસ્ત વ્યાપાર એ પણ ધ્યાન જ છે, અને એ પરમ ધર્મરૂપ છે, અનન્ય આધારરૂપ છે. - શ્રી જિનમતમાં ક્રિયાને છોડીને બીજું ધ્યાન નથી, એમ જે કહેવાય છે, તેનું આ રહસ્ય છે. ધ્યાન વિના કર્મને ક્ષય નથી,
ઉચિત
વચ્ચે
કરવાથી
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org