Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વ્યાધિ હશે તે દૂર કરશે અને વ્યાધિ નહિ હોય તે ગુણ પણ નહિ કરે અને દોષ પણ નહિ કરે. રાજાએ કહ્યું કે ભસ્મમાં ઘી નાખવા સમાન તારા ઔષધથી સર્યું. ત્રીજા વૈદ્ય કહ્યું કે—મારું ઔષધ વિદ્યમાન દોષને શમાવશે અને દોષ નહિ હેય તે રસાયનરૂપ બનશે અને કાંતિ, તેજ, બળ અને રૂ૫ ઈત્યાદિને વધારશે. રાજાએ તેનું સન્માન કર્યું અને તેના ઔષધવડે પિતાના પુત્રને કાયમ માટે નીરોગી તથા તુષ્ટિ-પુષ્ટિવાળે બનાવ્યું.
વક અને જડ એવા વીર ભગવંતના સાધુઓ માટે પ્રતિકમણધમ એ ત્રીજા વૈદ્યના ઔષધતુલ્ય છે. તે દોષ હોય તે દૂર કરે છે, ન હોય તે કાંતિ, તુષ્ટિ અને પુષ્ટિની જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ જીવના ગુણેની વૃદ્ધિ કરે છે. દોષ અટકાવવા માટે પ્રતિક્રમણ સિવાય બીજો ઉપાય નથી, - લેકમાં કહેવાય છે કે –મનુષ્યમાત્ર ભૂલને પાત્ર (ટુ એર ઈઝ હ્યુમન) છે. એ જ વાત શાસ્ત્રકારે બીજા શબ્દોમાં કહે છે કે–છમસ્થમાત્ર ભૂલને પાત્ર છે. છદ્મ એટલે આવરણ. કર્મના આવરણ નીચે રહેલા આત્માથી ભૂલ ન થાય એ આશ્ચર્ય છે, ભૂલ થાય તેમાં આશ્ચર્ય નથી. ચાર જ્ઞાનના ધારક, અનંતલબ્ધિનિધાન, અંતમુહૂતમાં દ્વાદશાંગીના રચયિતા ભગવાન મહાવીરના આદ્ય શિષ્ય ગુરુ ગૌતમસ્વામીને પણ આનંદ શ્રાવકના પ્રશ્નને ઉત્તર આપવામાં ખલના થઈ હતી, એમ શાસ્ત્ર સાક્ષી પૂરે છે. ભૂલ એ મનુષ્યમાત્રને કે છદ્મસ્થમાત્રને સ્વભાવ છે, તો તે ભૂલને પ્રતિકાર પણ છદ્મસ્થમાત્રને અનિવાર્ય છે.
ભૂલરૂપી વિષનો પ્રતિકાર અમૃતથી જ થઈ શકે. વિષને પણ વિધિપૂર્વક મારીને અમૃત બનાવી શકાય છે. ભૂલરૂપી વિષને માવા વિધિ ? અને એને મારવાથી ઉત્પન્ન થતું અમૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68