Book Title: Pratikramanni Pavitrata
Author(s): Bhadrankarvijay, Dhurandharvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 12
________________ હેતુ નથી, તે જ્ઞાન નહિ પણ એક પ્રકારનું અજ્ઞાન છે; પ્રકાશ નહિ પણ એક પ્રકારને અંધકાર છે. જે ચારિત્રની પાછળ મેક્ષનું સાધ્ય નથી, તે ચારિત્ર નહિ પણ એક પ્રકારનું કાયકષ્ટ છે, ગુણ નહિ પણ ગુણભાસ છે. મેક્ષ એજ સર્વ પ્રજનનું પ્રજન છે, સર્વસાધ્યનું સાધ્ય છે. મેક્ષનું સાધન છે, માટે જ ચારિત્ર આદરણીય છે. મેક્ષના સાધનનું સાધન છે, માટે જ જ્ઞાન આદરણીય છે. જ્ઞાન એ ચારિત્રનું સાધન બને નહિ, અને ચારિત્ર એ મેક્ષનું સાધન બને નહિ, તે શાસ્ત્રકારોની દષ્ટિએ એ બને નિષ્ફળ છે, નિરર્થક છે, હાનિકર છે. એ દૃષ્ટિને ખ્યાલમાં રાખીને જ્ઞાનને અને ક્રિયાને વિચાર કરવાનું છે. પ્રતિક્રમણની ક્રિયા અને તે માટેનું જ્ઞાન, તત્વજ્ઞાનના અર્થને નિરર્થક લાગતું હોય તે તે તત્વજ્ઞાનને સાચે અથ જ નથી, પરંતુ તત્વજ્ઞાનના નામે કઈ જુદું જ જ્ઞાન મેળવવાને પિપાસુ છે, જે જ્ઞાન શાસ્ત્રકારની દષ્ટિએ કેવળ બેજારૂપ, પ્રમાદને પષવારૂપ કે અહંકારાદિની વૃદ્ધિરૂપ બનવાનો માટે સંભવ છે, અથવા તે તેનાથી તેને કઈ પણ આત્મિક પ્રયજન સિદ્ધ થાય તેમ નથી. શ્રી જિનશાસનમાં કિયા માટે જ જ્ઞાન છે. જ્યાં કિયાની જરૂર નથી ત્યાં જ્ઞાનની જરૂર નથી. અથવા દયા માટે જ્ઞાન છે, તેથી જ્યાં દયાની જરૂર નથી ત્યાં જ્ઞાનવૃદ્ધિની જરૂર નથી. દયાની રૂચિથી વિહીનને જ્ઞાન અધિક નિર્દય બનાવે છે, તેમ કિયાની રૂચિથી વિહીનને જ્ઞાન અધિક નિષ્ક્રિય (પ્રમાદી) કે અધિક અસલ્કિય (પાપપરાયણ) બનાવે છે. પામ ના તો પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા. એ શાસ્ત્રવચનને મર્મ દયા કે અહિંસાને પાછળ રાખવા માટે નથી, પણ અધિક પુષ્ટ કરવા માટે છે. દયા એ સાધ્ય છે અને જ્ઞાન તેનું સાધન છે. સાધ્યની સિદ્ધિ માટે સાધનની જરૂર છે, સાધ્યને ભૂલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68